SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Fermented Amla: આજે જ હળદર-મીઠાના પાણીમાં પલાળી દો આમળા, ખાવાથી થશે અનેક ફાયદા

Fermented Amla: આમળા શિયાળામાં મળતું અમૃત સમાન ફળ છે. આ ફળના ગુણ અનેકગણા વધી જાય તો તમે આમળાને હળદર અને મીઠાના પાણીમાં પલાળીને રોજ ખાવાનું શરુ કરો. જો તમને ખબર નથી કે આથેલા આમળા ખાવાથી શરીરને કેવા ફાયદા થાય છે તો ચાલો તમને જણાવીએ.

Written By Krupa Shah
Published: Nov 19, 2026, 16:27 IST | Updated: Nov 19, 2026, 16:29 IST
Join

Fermented Amla: શિયાળામાં મળતા આમળાનો ઉપયોગ દરેક ઘરમાં અલગ અલગ રીતે થાય છે. પરંતુ હવેથી તમે તમારા ઘરમાં આમળાને આથીને જ તેનો ઉપયોગ કરશો. કારણ કે આજે તમે જાણશો કે હળદર અને મીઠાના પાણીમાં આથેલા આમળા ખાવાથી કેટલા ફાયદા થાય છે.

ઘણા લોકો શિયાળામાં હળદર અને મીઠાના પાણીમાં આથેલા આમળા ખાતા હોય છે. પાણીમાં આથેલા આમળા ખાવાની રીત વર્ષો જૂની છે. જો કે ઘણા લોકો આવા આમળા ખાવાથી થતા લાભ વિશે જાણતા નથી. જો તમને પણ ખબર નથી કે આમળા ખાવાથી શરીરને કેવા લાભ થાય છે તો ચાલો તમને જણાવીએ.

આથેલા આમળા ખાવાના ફાયદા

હળદર અને મીઠાના પાણીમાં આમળા રાખવાથી આમળાનો સ્વાદ વધારે સારો થઈ જાય છે અને તેના ગુણ પણ વધી જાય છે. કોઈપણ વસ્તુને જ્યારે ફર્મેન્ટ કરવામાં આવે છે ત્યારે તેમાં ગુડ બેક્ટેરિયા વધી જાય છે. આવી વસ્તુ ખાવાથી શરીરને વધારે લાભ થાય છે. તેવી જ રીતે પાણીમાં રાખેલા આમળા ખાવાથી તેના ગુણ વધી જાય છે. આથેલા આમળા કેવા લાભ કરે છે ચાલો તમને જણાવીએ.

આથેલા આમળા ખાવાના ફાયદા

આમળા આથવાની રીત

આથેલા આમળા બનાવવા માટે સૌથી પહેલા આમળાને પાણીથી બરાબર સાફ કરો. ત્યારબાદ એક કાચની બરણી લેવી અને તેમાં પાણી ભરવું. પાણીમાં હળદર, મીઠું અને વિનેગર અથવા લીંબુનો રસ ઉમેરો. તેમાં આમળામાં ટુથપીકની મદદથી ચારેતરફ કાણા કરી પાણીમાં પલાળી દો. પાણીમાં આમળાને 7 થી 8 દિવસ પલાળી રાખો. આ સમય દરમિયાન દિવસમાં એકવાર આમળાને સારી રીતે હલાવી લેવા. ત્યારબાદ આમળા ખાવા માટે તૈયાર હશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES