Diwali 2026: દિવાળીની રજાઓમાં ભીડ અને ટ્રાફિક ન હોય તેવી ફરવાની જગ્યા શોધી રહ્યા છો ? તો આ 3 જગ્યાઓ તમારા માટે છે બેસ્ટ
Diwali 2026: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન કરતાં લોકો એવી જગ્યાઓ શોધતા હોય છે જ્યાં લોકોની ભીડ અને ટ્રાફિકની સમસ્યા ન હોય. જો તમે પણ ફરવા માટે આવી જગ્યા શોધી રહ્યા છો તો ચાલો તમને આવી 3 જગ્યા વિશે જણાવીએ.
Diwali 2026: ભારતની ફેમસ ફરવાની જગ્યાઓ જેમકે ઉદયપુર, કુંભલગઢ, ગોવા, મનાલી, સાપુતારા, લોનાવાલા, ખંડાલા સહિતની જગ્યાઓએ દિવાળી સમયે ભારે ભીડ અને ટ્રાફિકજામ જોવા મળે છે. કારણ કે મોટાભાગના લોકો ફરવા માટે આ જગ્યાઓએ જ પહોંચે છે. એટલા માટે જ જે લોકો પરિવાર સાથે શાંતિથી સમય પસાર કરવા માંગતા હોય તેઓ એવી જગ્યા શોધતા હોય જ્યાં ઓછા લોકો જતા હોય. આવી જ 3 ઓફબીટ જગ્યા વિશે અહીં જાણકારી આપેલી છે.
આ પણ વાંચો: Ooty: દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે ? તો સુંદર હિલ સ્ટેશન વિશે જાણો, આ જગ્યા મિસ કરવા જેવી નથી
દિવાળીની રજામાં જો તમે કોઈ નવી અને એવી જગ્યાએ ફરવા ઈચ્છો છો જ્યાં ભીડ ઓછી હોય, ટ્રાફિક જામ ન થતા હોય તો આ વર્ષે આ 3 માંથી કોઈ એક જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવો. આ જગ્યાઓ વિશે ઓછા લોકો જાણે છે જેના કારણે આ સ્વર્ગ જેવી સુંદર જગ્યાએ તમને લોકોની ભીડ અને વધારે પડતો ટ્રાફિક નહીં નડે.
ચોપતા
ઉત્તરાખંડની ફેમસ થયેલી જગ્યાઓને છોડી ચોપતા ફરવા જવું જોઈએ. ચોપતા ઉત્તરાખંડની સુંદર જગ્યા છે. અહીં દેવદારના સુંદર જંગલ આવેલા છે, ચારેતરફ હરિયાળીથી ઘેરાયેલા રસ્તા અને સુંદર પર્વતીય નજારા અહીં જોવા મળે છે. ચોપતામાં તમે શાંતિથી કુદરતી નજારા જોતાં જોતા સમય પસાર કરવાની સાથે ટ્રેકિંગ પણ કરી શકો છો. અહીં તુંગનાથ મંદિર પણ આવેલું છે. ખાસ વાત એ છે ચોપતા ફરવા માટે નવેમ્બરનો મહિનો બેસ્ટ ટાઈમ છે.
આ પણ વાંચો: Kainchi Dham: દિવાળીની રજાઓમાં કૈંચી ધામ જવાના હોય તો આસપાસની આ 5 જગ્યાની મુલાકાત લેવાનું ન ચુકતા
ધનોલ્ટી
ઉત્તરાખંડની જ બીજી ઓફબીટ જગ્યા છે ધનોલ્ટી. ધનોલ્ટીમાં પણ લોકોની ભીડ જોવા નહીં મળે. આ સુંદર જગ્યા વિશે લોકો જાણતાં જ નથી. દેવદારના જંગલો વચ્ચે આવેલી આ જગ્યા શાંત છે. જો તમે કુદરતાના ખોળે શાંતિથી દિવસો પસાર કરવા માંગો છો તો ધનોલ્ટીની મુલાકાત અચૂક લેવી. ધનોલ્ટીથી ખૂબ જ નજીક મસૂરી આવેલું છે.
ઝીરો વૈલી
ઝીરો વૈલી અરુણાચલ પ્રદેશમાં આવેલી જગ્યા છે. અહીં ચારે તરફ હરિયાળી, પર્વતો જોવા મળે છે. અહીં તમને મોટાભાગે વાંસના ઘર જોવા મળશે. આ જગ્યાએ પણ ઓછી ભીડ હોય છે. નવેમ્બરમાં અહીં વાતાવરણ ઠંડુ હોય છે. કુલ્લુ-મનાલીને બદલે તમે ઝીરો વૈલી જઈ શકો છો. નવેમ્બર મહિનામાં ફરવા માટે આ બેસ્ટ જગ્યા છે.