કાર્ડિયાક અરેસ્ટના કારણે ગયો નાના પાટેકરનો જીવ! તેમાં અને હાર્ટએટેકમાં શું ફરક? તેના સંકેત પણ જાણો
Nana Patekar Death News: હિન્દી અને મરાઠી સિને જગતના દિગ્ગજ કલાકાર નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું. તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. નાના પાટેકરની અણધારી વિદાયે ચાહકોને હચમચાવી દીધા છે. તેમના મૃત્યુનું કારણ બનેલા કાર્ડિયાક અરેસ્ટ પહેલા બોડી શું સંકેત આપે છે અને કાર્ડિયાક અરેસ્ટ વખતે સીપીઆર આપવું કેટલું જરૂરી તથા કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં શું ફરક...આ તમામ સવાલના જવાબ જાણો.
નાના પાટેકરના 8 ઓક્ટોબર 2026ના રોજ વહેલી સવારે થયેલા નિધનના સમાચારે દેશ દુનિયામાં તેમના ચાહકોને હચમચાવી દીધા છે. 75 વર્ષના નાના પાટેકર ગોવા સ્થિત તેમના ઘરે કથિત રીતે બેહોશીની હાલતમાં મળી આવ્યા હતા. તેમને છાતીમાં ભારે દુખાવો થયો હોવાની ફરિયાદ હતી અને ત્યારબાદ મણિપાલ હોસ્પિટલ મેડિકલ ટીમને તેમના ફ્લેટ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમને બચાવવાના ભરપૂર પ્રયત્નો થયા પરંતુ ડોક્ટરનું એવું કહેવું હતું કે તેઓ મૃત અવસ્થામાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમ છતાં 45 મિનિટથી એક કલાક સુધી સીપીઆર આપીને તેમને બચાવવાનો પ્રયત્ન થયો હતો. પરંતુ સવારે 5.30 કલાકે તેમને મૃત જાહેર કરાયા. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે.
કાર્ડિયાક અરેસ્ટ એટલે શું
- સરળ ભાષામાં કહીએ તો હ્રદયના ધબકારાને કંટ્રોલ કરનારી ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં અચાનક જો ગડબડી આવી જાય તો હ્રદય સામાન્ય રીતે ધડકવાનું બંધ કરે છે અને શરીરાં લોહી પંપ થઈ શકતું નથી.
- તેની સીધી અસર મગજ અને શરીરના બજા જરૂરી અંગો સુધી પહોંચતા ઓક્સિજન પર પડે છે.
- જેના કારણે કાર્ડિયાક અરેસ્ટને સમય વિરુદ્ધ ચાલનારી મેડિકલ ઈમરજન્સી ગણવામાં આવે છે.
- વ્યક્તિ ગણતરીની પળોમાં બેહોશ થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી શકે છે.
- જો તરત મદદ ન મળે તો તે જીવલેણ બની શકે છે.
હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે તફાવત
- સામાન્ય રીતે લોકો હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ એટલે એક જ એવું સમજી લે છે. પરંતુ બંને અલગ અલગ છે.
- હાર્ટએટેકમાં હ્રદય સુધી લોહી પહોંચાડનારી નસમાં બ્લોકેજ થાય છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હ્રદયના ધબકારા કંટ્રોલ કરતી ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી અચાનક ખોરવાય છે.
- જો કે બંને વચ્ચે એક મહત્વનું કનેક્શન પણ છે, હાર્ટએટેક કેટલાક મામલાઓમાં હ્રદયની ઈલેક્ટ્રિકલ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે અને કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ પણ ઊભી કરી શકે છે.
કાર્ડિયાક અરેસ્ટ આવવાનું શું કારણ?
- કાર્ડિયાક અરેસ્ટ આવવાના અનેક કારણો હોઈ શકે છે. જેમાં હ્રદયના ધબકારાનું અચાનક અનિયમિત કે અસામાન્ય થઈ જવું એ એક મોટું કારણ ગણાય છે.
- આ ઉપરાંત હ્રદયની નસો સંબંધિત બીમારી, પહેલેથી હાર્ટએટેક આવ્યો હોય તો, હાર્ટ ફેલિયર, હ્રદયની માંસપેશીઓની બીમારી, જન્મથી હ્રદયની સ્થિતિ અને હ્રદયની ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગડબડી પણ જોખમ વધારી શકે છે.
- કેટલાક મામલાઓમાં શરીરમાં ઓક્સીજનની ખુબ કમી, વધુ પડતું લોહી વહી જવું, ગંભીર ઈન્ફેક્શન, દવાઓની અસર કે ઝેરી પદાર્થોના સંપર્કમાં આવવાથી પણ કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે.
કાર્ડિયાક અરેસ્ટ કેમ ખતરનાક ગણાય છે?
કાર્ડિયાક અરેસ્ટમાં સૌથી વધારે ચિંતા જેવું એટલા માટે છે કારણ કે તે આવતા પહેલા કોઈ સંકેત મળતો નથી. અનેકવાર વ્યક્તિ નીચે પડી જાય છે. બેહોશ થઈ જાય છે, અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જો કે કેટલીક વખત કાર્ડિયાક અરેસ્ટ પહેલા લક્ષણો જોવા મળી શકે છે જેમ કે છાતીમાં દુખાવો કે દબાણ મહેસૂસ થવું, શ્વાસ લેવામાં પરેશાની, ચક્કર આવવા, અચાનક નબળાઈ મહેસૂસ થવી, હ્રદયના ધબકારા વધી જવા કે ગડબડાવા, જીવ ડોહળાવવો કે ઉલ્ટી થવી. જો કે દર વખતે આ લક્ષણો જોવા મળે તે જરૂરી નથી.
જો આ લક્ષ્ણો જોવા મળે તો ડોક્ટર પાસે દોડવું
જો કોઈ વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો થાય, શ્વાસ ચડે, ચક્કર આવે, અચાનક ધબકારા અસામાન્ય થાય અને નબળાઈ મહેસૂસ થાય તો તેને અવગણવું ન જોઈએ. જો વ્યક્તિની હાલત ઝડપથી બગડી રહી હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવે તો?
આવી સ્થિતિમાં એક એક પળ ખુબ કિમતી હોય છે. તરત ઈમરજન્સી મેડિકલ મદદ માટે ફોન કરવો જોઈએ. જો વ્યક્તિ બેહોશ હોય અને સામાન્ય રીતે શ્વાસ ન લઈ શકતો હોય તો તરત સીપીઆર આપવો જોઈએ. જો આસપાસ AED એટલે કે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર હોય તો તેનો પણ જલદી ઉપયોગ કરવો જોઈએ. સીપીઆર શરીરમાં લોહીનો ફ્લો જાળવી રાખવામાં મદદ કરે છે. જ્યારે AED હ્રદયના ખતરનાક ધબકારાને સામાન્ય કરવામાં મદદ કરી શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.