SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jaggery Kheer: ખીરમાં ગળાશ માટે ખાંડ નહીં ગોળ ઉમેરો, દાઢે વગળી જશે સ્વાદ, જાણો ગોળવાળી ખીર બનાવવાની રીત

Kheer with Jaggery: હવે જ્યારે તમારે ઘરમાં ખીર બનાવવી હોય ત્યારે તેમાં ગળાશ માટે ખાંડને બદલે ગોળ ઉમેરજો. ગોળવાળી ખીર હેલ્ધી પણ છે અને આ ખીર સ્વાદમાં પણ લાજવાબ હોય છે.

Written By Krupa Shah
Published: Sep 25, 2026, 03:20 PM IST | Updated: Sep 25, 2026, 03:23 PM IST
Join

Kheer with Jaggery: ખીર એવી મીઠાઈ છે જે ઘરમાં અવારનવાર બને છે. મોટાભાગના ઘરોમાં ખીર ખાંડ ઉમેરીને જ બનાવવામાં આવે છે. આજે તમને ખાંડ નહીં પણ ગોળ ઉમેરીને બનતી ખીર બનાવવાની રીત જણાવીએ. ખાંડને આમ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે. તેથી જો તમે ખીરમાં ખાંડને બદલે ગોળ ઉમેરીને ખાશો તો તેનાથી હેલ્થને પણ નુકસાન નહીં થાય.

જે લોકોને અવારનવાર મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય તેમના માટે ગોળવાળી ખીર બેસ્ટ ઓપ્શન છે. ગોળવાળી ખીર સ્વાદમાં લાજવાબ લાગે છે. જો કે આ ખીર બનાવવી એક કલા છે. કારણ કે ખીરમાં ગોળ ઉમેરવામાં જરા પણ ભુલ થાય તો દૂધ ફાટી પણ શકે છે. એટલે આ ખીર તેની રીત જાણ્યા પછી જ બનાવવી.

આજે અહીં તમારા માટે ગોળવાળી ખીર બનાવવાની પરફેક્ટ રીત જણાવેલી છે. સામાગ્રીનું પરફેક્ટ માપ અને ખીર બનાવવાની રીતને બરાબર ફોલો કરશો તો ખીર બેસ્ટ બનશે.

ખીર બનાવવાની રીત

ફુલ ક્રીમ દૂધ 1 લીટર
ચોખા 50 ગ્રામ
દેશી ગોળ 200 ગ્રામ
એલચી પાવડર
સુકા મેવા ઝીણા સમારેલા

ખીર બનાવતા પહેલા કરવાની તૈયારી

1. સૌથી પહેલા ખીર માટેના ચોખાને પાણીથી સાફ કરી 30 મિનિટ માટે પાણીમાં પલાળો.
2. એક કઢાઈમાં દેશી ગોળ લઈ તેમાં થોડું પાણી ઉમેરી ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.
3. પાણી સાથે ગોળનું સીરપ બનાવી તેને ઠંડુ કરી લો.

ખીર બનાવવાની રીત

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES