SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મશીન જેવા જ મસાલા પોપકોર્ન કુકરમાં ફુટશે, આ રીતે અપનાવશો તો મકાઈનો એક-એક દાણો ફુલશે

મશીનમાં ફોડેલા હોય તેવા જ ક્રિસ્પી પોપકોર્ન ઘરે કુકરમાં પણ બનાવી શકાય છે. આજે તમને ઘરે પ્રેશર કુકરમાં મકાઈના દાણામાંથી પોપકોર્ન કઈ રીતે ફોડવા તે જણાવીએ. સાથે જ જણાવેલી પોપકોર્નને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કયા મસાલા ઉમેરવા.

Written By Krupa Shah
Published: Nov 28, 2026, 12:20 IST | Updated: Nov 28, 2026, 12:26 IST
Join

પોપકોર્ન એવી વસ્તુ છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. થિયેટરમાં મુવી જોવા જવાનું હોય કે પછી કોઈ જગ્યાએ ફરવા ગયા હોય ત્યાં સૌથી વધુ પોપકોર્ન ખવાતા હોય છે. પોપકોર્ન બનાવવા માટે ખાસ મશીન લગાવેલા હોય છે. મશીન શરૂ કરતાંની સાથે જ તેમાંથી ફટાફટ મકાઈના દાણા ફૂટવા લાગે છે અને પોપકોર્ન બની જાય છે. જોકે આ કામ ઘરના પ્રેશર કુકરમાં પણ થઈ શકે છે.

ઘરના નોર્મલ પ્રેશર કુકરમાં મકાઈના દાણા બટર અને કેટલાક મસાલા ઉમેરીને મશીનમાં બનાવ્યા હોય તેવા જ ક્રિસ્પી અને મસાલેદાર બટર પોપકોર્ન ઘરે પણ બનાવી શકાય છે. ઘરે પોપકોર્ન કેવી રીતે બનાવવા અને કઈ કઈ વસ્તુની જરૂર પડશે ચાલો તમને જણાવીએ.

મકાઈના દાણા 
તેલ અને બટર 
મીઠું 
હળદર પાવડર 
કાળા મરીનો પાવડર

આ પણ વાંચો: મોમોની લારી જેવી ચટાકેદાર લાલ ચટણી ઘરે બનાવવાની રીત

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES