SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Anxiety: 1 મંત્ર અને સવારની 10 મિનિટ, બસ એક વીકમાં સ્ટ્રેસ, એન્ઝાઈટી સહિત હેલ્થ પ્રોબ્લેમથી મળવા લાગશે રાહત

Easiest Way to Reduce Anxiety: સ્ટ્રેસ, એન્ઝાઈટી, બીપી જેવી અલગ અલગ સમસ્યાથી આજના સમયમાં ઘણા લોકો પરેશાન છે. આવા લોકોએ રોજ સવારે 10 મિનિટ એક મંત્રનો જાપ કરવાનું શરુ કરવું જોઈએ. એવો દાવો કરવામાં આવે છે કે આ મંત્રનો જાપ રોજ કરવાથી એન્ઝાઈટી, સ્ટ્રેસ સહિતની હેલ્થ સમસ્યાથી રાહત મળી શકે છે.

Written By Krupa Shah
Published: Oct 07, 2026, 02:40 PM IST | Updated: Oct 07, 2026, 02:42 PM IST
Join

Easiest Way to Reduce Anxiety: આજના સમયમાં લોકોની જેવી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે તેમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળે જે એવું કહે કે તેના જીવનમાં કોઈ સ્ટ્રેસ નથી કે તેને કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા નથી. લોકો જાહેર ન કરતા હોય તે વાત અલગ છે પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ વાતને લઈને તણાવ ચિંતા જેવી સમસ્યાઓ હોય છે. સ્ટ્રેસ અને એન્ઝાઈટી ની અસર લોકોના પર્સનલ અને પ્રોફેશનલ બંને જીવન પર જોવા મળે છે. આ પ્રકારની સમસ્યાઓને મેનેજ કરવામાં ઓમ મંત્ર મદદ કરી શકે છે. આધુનિક વિજ્ઞાન અને મેડિકલ રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે સવારે જાગીને 10 મિનિટ માટે જો ઓમ મંત્રનો જાપ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને શારીરિક અને માનસિક લાભ થાય છે.

તમારી લાઈફસ્ટાઈલ પણ દોડધામવાળી હોય, તમને પણ કામ કે પર્સનલ લાઇફને લઈને કોઈ ચિંતા હોય કે તમે સતત માનસિક રીતે અશાંતિનો અનુભવ કરતા હોય તો એક વખત આ ઉપાય અજમાવીને જોઈ લો. બની શકે કે મેડિકલ રિસર્ચમાં જે વાત સામે આવી છે તેનો તમને અનુભવ થઈ શકે. મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ સવારે જલ્દી જાગીને 10 થી 15 મિનિટ મન શાંત કરી, આંખ બંધ કરીને ફક્ત ઓમ શબ્દનો ઉચ્ચાર કરવાથી શરીર તેમજ મનને ફાયદા થાય છે. રોજ સવારે ઓમ મંત્રનો જાપ કરવાથી હેલ્થને કેવા ફાયદા થાય છે ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

હાર્ટ માટે ફાયદાકારક

ઓમ મંત્રનો જાપ હાર્ટ માટે ફાયદાકારક છે તેવું મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. જ્યારે આપણે ઓમ મંત્ર લાંબા ઉચ્ચારણ સાથે બોલીએ છીએ ત્યારે આપણા શરીરમાં જે કંપન ઉત્પન્ન થાય છે તેનાથી નર્વ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. આ કંપની પોઝિટિવ અસર આપણા હૃદય ફેફસા અને પાચનતંત્રને થાય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે

અનુસાર નિયમિત ઓમ શબ્દ 10 મિનિટ સુધી બોલવાથી આપણા હૃદયના ધબકારા સામાન્ય રહે છે. ઓમ મંત્રના જાપથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની સ્થિતિ પણ સુધરે છે.

સ્ટ્રેસ અને એન્ઝાઈટીથી રાહત

આજના સમયમાં સ્ટ્રેસ અને એન્ઝાઈટી લોકોના એવા દુશ્મન છે જે દેખાતા નથી પરંતુ સૌથી વધુ નુકસાન કરે છે. આ સ્થિતિમાં સવારના સમયે શાંત મનથી ઓમનું ઉચ્ચારણ કરવાથી સ્ટ્રેસ અને એન્ઝાઈટીથી રાહત મળે છે. ઓમનું ઉચ્ચારણ શરીરમાં સ્ટ્રેસ વધારતા કોર્ટિસોલ હોર્મોનને ઝડપથી ઘટાડે છે તેવું રિસર્ચમાં સામે આવ્યું છે. એટલે કે નિયમિત ઓમ મંત્રનો જાપ કરવાથી સ્ટ્રેસ વધારતા હોર્મોન શરીરમાં ઘટે છે અને સ્ટ્રેસ એન્ઝાઈટીથી રાહત મળે છે.

એકાગ્રતા વધે છે

રિસર્ચ અનુસાર ઓમ મંત્રનો નિયમિત જાપ કરવાથી એકાગ્રતા વધે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. ધ્યાન લગાવીને ઓમ મંત્ર બોલવાથી મગજમાં ન્યુરોન એક્ટિવ થાય છે જેનાથી કામ પર ફોકસ કરવાની ક્ષમતા વધે છે અને યાદ શક્તિ સુધરે છે.

ફેફસાને ફાયદો થાય છે

મેડિકલ રિસર્ચ અનુસાર ઓમ શબ્દનું યોગ્ય રીતે ઉચ્ચારણ કરવા માટે ઊંડો શ્વાસ લેવો પડે છે અને પછી ધીરે ધીરે શ્વાસ છોડવાનો હોય છે. આ પ્રક્રિયાના કારણે ફેફસાની ક્ષમતા વધે છે અને ફેફસાને ફાયદો થાય છે. રોજ 10 મિનિટ માટે ઓમ શબ્દ બોલવાથી ફેફસા મજબૂત થાય છે અને શ્વાસ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES