SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gas Relief Remedy: માત્ર થોડા જ સમયમાં ગેસથી રાહત મેળવવી છે? અપનાવો આ 5 માંથી કોઈ 1 દેશી ઉપાય

Gas Relief Remedy: જો તમે પણ ફુલેલા પેટ અને ગેસથી પરેશાન હોય અને આ સમસ્યાથી તુરંત રાહત મેળવવા ઈચ્છતા હોય તેના માટે 1 નહીં 5 ઓપ્શન તમને જણાવીએ. આ 5 માંથી કોઈપણ એક ઉપાય અજમાવો. આ દેશી ઈલાજ પેટના ગેસથી રાહત અપાવી શકે છે.

Written By Krupa Shah
Published: Sep 30, 2026, 11:50 AM IST | Updated: Sep 30, 2026, 11:51 AM IST
Join

Gas Relief Remedy: પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ગેસ થવો અને પેટ ફૂલી જવું સૌથી સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને જમ્યા પછી ગેસ થતો હોય છે. જો પેટમાં જરૂર કરતાં વધારે ગેસ બની જાય તો તેના કારણે પેટમાં દુખાવો થવો, બેચેની થવી અને પેટ ફૂલી જવું જેવી તકલીફો થાય છે. ગેસના કારણે પેટ ફુલી જાય તો ગેસ નીકળે નહીં ત્યાં સુધી શાંતિથી બેસી પણ શકાતું નથી. પેટમાં વધેલા ગેસના કારણે રોજના કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. તેમાં પણ જો ગેસ પેટમાં લોક થઈ જાય તો સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે.

પેટમાં વધેલા ગેસની સમસ્યાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય વર્ષોથી પ્રચલિત છે. આજે તમને ગેસથી તુરંત રાહત આપે તેવા 5 ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. આ ઉપાયો ગેસની તકલીફથી તુરંત રાહત આપી શકે છે. 5 ઉપાયમાં 5 અલગ અલગ વસ્તુનો ઉપયોગ છે તેથી એક સમયે કોઈ પણ 1 ઉપાય અપનાવવો. જે વસ્તુ શરીરને માફક આવતી હોય તેનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે.

પેટના ગેસથી રાહત આપતી 5 ઘરેલુ વસ્તુઓ

અજમા

પેટમાં ગેસ થયો હોય તો તેનો રામબાણ ઈલાજ અજમા છે. જ્યારે પેટ ભારે થઈ જાય અને ગેસ વધી જાય તો એક નાની ચમચી અજમામાં સંચળ ઉમેરી ખાઈ લેવા. સાથે જ હુંફાળું પાણી પી લેવું. અજમા અને સંચળ હુંફાળા પાણી સાથે લેવાથી ગેસની સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે.

સંચળ

પેટ ફુલવાની અને ગેસની સમસ્યાથી રાહત માટે સંચળ પણ આપી શકે છે જીરું, અજમા, નાની હરડે અને સંચળ બરાબર માત્રામાં લઈ મિક્સ કરી પાવડર બનાવી લો. તૈયાર કરેલો પાવડર બે ગ્રામની માત્રામાં હુંફાળા પાણી સાથે પી લો. ગેસની સમસ્યા રોજ રહેતી હોય તો જમ્યા પછી આ ચૂર્ણ રોજ લઈ લેવું.

આદુ

પેટમાં ગેસની સમસ્યા હોય તો આદુ પણ ફાયદાકારક ગણાય છે. આદુનો એક નાનકડો ટુકડો કરી તેના પર મીઠું છાંટી દિવસમાં બે થી ત્રણ વખત ખાવું. તેનાથી ગેસની સમસ્યાથી છુટકારો મળી શકે છે. આદુ ખાવાથી પાચન પણ સુધરશે અને ભૂખ પણ બરાબર લાગશે.

મરી અને સૂંઠ

ગેસ થી રાહત અપાવવામાં મરી અને સૂંઠ પણ ફાયદાકારક છે. એક ચમચી કાળા મરીના પાવડરમાં એક ચમચી સૂંઠ અને એક ચમચી એલચી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને જમ્યા પછી એક કલાક પછી પાણી સાથે લઈ લેવું. તેનાથી પાચન સુધરશે અને ગેસની સમસ્યાથી પણ રાહત મળી શકશે.

હરડે

ગેસની સમસ્યાથી રાહત અપાવવામાં હરડે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. હરડેને મધ સાથે મિક્સ કરીને ખાવાથી ગેસ, એસીડીટી અને અપચાની સમસ્યાથી રાહત મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES