SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Fat Loss Drink: ગરમીમાં માખણ ઓગળે એમ શરીરની ચરબી ઓગળશે, દિવસમાં 1 વાર પી લેવું આ પાણી

Fat Loss Drink: જો તમે શરીરમાં વધતા ફેટને ઓગાળવા માંગો છો તો તેના માટે આજે તમને જોરદાર ઉપાય જણાવીએ. દિવસની શરુઆતમાં આ પાણી પીવાનું શરુ કરી દો. પેટની ચરબી માખણની જેમ ઓગળવા લાગશે.

Written By Krupa Shah
Published: Oct 30, 2026, 04:44 PM IST | Updated: Oct 30, 2026, 04:47 PM IST
Join

Fat Loss Drink: બેઠાડું જીવનશૈલી અને અનિયમિત આહારના કારણે શરીરનું વધતું વજન અનેક લોકોની સમસ્યા છે. વજન વધવાની શરૂઆત થઈ જાય પછી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થાય છે અને વજન ઘટાડવાના સરળ ઉપાય શોધવા લાગે છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો કે એવા કોઈ વ્યક્તિને જાણો છો જે વજન ઓછું કરવા માંગે છે તો તેમની સાથે આ ઉપાય શેર કરી દો.  વજન ઓછું કરવા માટેનો આ અસરકારક અને વર્ષો જૂનો દેશી ઈલાજ છે. આ ઈલાજની મદદથી શરીરમાં જામેલું ફેટ ઝડપથી ઓછું થવા લાગે છે. જોકે ફક્ત આ ઉપાય અજમાવવાથી કામ નથી થતું. આ ઉપાય અજમાવવાની સાથે ફિઝિકલ એક્ટિવિટી પણ વધારવી જરૂરી છે.

આ પણ વાંચો: Sesame Seeds: કાળા કે સફેદ શિયાળામાં કયા તલ ખાવા જોઈએ ? જાણો કયા તલથી કેવા ફાયદા થાય

શરીરમાંથી ફેટ ઓછું કરે તેવા જે ઉપાયની અહીં વાત થઈ રહી છે તે છે અજમા અને જીરુંનું પાણી. અજમા અને જીરું નું પાણી પેટ ફુલવાની સમસ્યાથી લઈને ફેટ ઓછું કરવામાં મદદરૂપ છે. આ પાણી એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર હોય છે જે વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર અજમાની અંદર ડાયજેસ્ટિવ એન્જાયમ હોય છે. જે શરીરની પાચનશક્તિ સુધારે છે અને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર અજમાની અંદર થાયમોલ અને કર્વાક્રોલ નામના એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં બેક્ટેરિયા અને ફંગસના વિકાસને પણ રોકે છે. આ સિવાય જીરુંમાં પણ એન્ટિઓક્સિડન્ટ ગુણ ઉપરાંત ડાઈજેસ્ટિવ એન્જોય હોય છે જે પાચનમાં મદદ કરે છે.

અજમા અને જીરું નું પાણી પીવાથી થતા ફાયદા

1. ઇન્ટરનેશનલ જનરલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ હેલ્થ સાયન્સ ના રિપોર્ટ અનુસાર જીરું પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે અને અજમાના ગુણ સોજા અને ગેસની તકલીફ ઓછી કરવામાં મદદ કરે છે આ બંને વસ્તુને પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો ઝડપથી અસર કરે છે.

2. જીરું અને અજમાનું પાણી પેટમાં રહેલું એસિડ ઓછું કરીને એસિડિટીથી રાહત અપાવવામાં મદદ કરે છે. અજમા અને જીરૂ નું પાણી પીવાથી ગેસ અને સોજા ની સમસ્યા ઓછી કરવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો: Guava: મહિલાઓ માટે વરદાન છે જામફળ, 1 જામફળ સ્વાસ્થ્ય સુધારવાથી લઈને સુંદરતા વધારવા સુધીના 5 ફાયદા કરશે

3. અજમા અને જીરૂનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે શરીર વધારે કેલરી બર્ન કરે છે.. અજમા અને જીરૂનું પાણી દિવસ પર એક્ટિવ રહેવાની એનર્જી પૂરી પાડે છે.

4. અજમા અને જીરૂંના પાણીથી શરીર ડિટોક્ષ થાય છે. તેમાં રહેલા ગુણ શરીરમાંથી ઝેરી પદાર્થ કાઢવામાં મદદ કરે છે. તેનાથી શરીરની ડિટોક્સ થવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે.

અજમા અને જીરુંનું પાણી તૈયાર કરવાની રીત

અજમા અને જીરું નું પાણી તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણીમાં અજમા અને જીરું સમાન માત્રામાં રાત્રે પલાળી દો. બીજા દિવસે સવારે આ પાણીને ઉકાળવું અને પછી હુંફાળું ગરમ હોય ત્યારે પી લેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES