SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bad Habits: આંખને નુકસાન માટે દર વખતે મોબાઈલ જવાબદાર ન પણ હોય, આ 6 કુટેવો પણ તમારી આંખો બગાડી શકે છે

Bad Habits That Damage vision : આજે તમને 6 એવી કુટેવો વિશે જણાવીએ જે તમારી આંખના નંબર પણ વધારી શકે છે અને આંખને નુકસાન પણ કરી શકે છે. આ કુટેવો અનેક લોકોને હોય છે. મોટાભાગે લોકો આંખને નુકસાન કરવા માટે મોબાઈલ, ટીવી અને લેપટોપને જવાબદાર ગણે છે પરંતુ ઉપકરણો સિવાય 6 આદતો પણ આંખને નુકસાન કરતી હોય છે.

Written By Krupa Shah
Published: Oct 15, 2026, 01:14 PM IST | Updated: Oct 15, 2026, 01:17 PM IST
Join

Bad Habits That Damage vision : કોઈ વ્યક્તિને આંખના નંબર સતત વધી રહ્યા હોય અથવા તો વારંવાર આંખમાં ઇન્ફેક્શન કે અન્ય તકલીફો થતી હોય તો મોટાભાગે લોકો તેને સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની જ સલાહ આપે છે. તેનું કારણ છે કે લોકો માને છે કે આંખની તકલીફો મોબાઈલ, ટીવી કે લેપટોપ પર કલાકો સુધી સમય પસાર કરવાના કારણે થાય છે. પરંતુ જરૂરી નથી કે દર વખતે આંખની તકલીફ સ્ક્રીન ટાઈમના કારણે હોય. સ્ક્રીન ટાઈમ સિવાય રોજિંદા જીવનની 6 આદતો પણ છે જે આંખને નુકસાન કરે છે. આ 5 આદતો વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.

આંખ ખંજવાળવી

ઘણા લોકોને તમે જોયા હશે કે તેઓ દિવસમાં અનેક વખત આંખને ભયંકર રીતે ખંજવાળતા હોય છે. ઘણા લોકો સવારે જાગીને પણ આંખ ખંજવાળવા લાગે છે. આ રીતે આંખને ભારપૂર્વક રગડવી કે ખંજવાળવી યોગ્ય નથી. જો તમને આંખમાં કોઈ પણ કારણસર ખંજવાળ આવતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરી તેનો ઈલાજ કરાવો. હાથ ધોયા વિના આંખ ખંજવાળવી આંખમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધારી શકે છે.

આ પણ વાંચો: Liver Cancer: ફેટી લીવર કેન્સરનું કારણ બની શકે ? ફેટી લીવરની શરૂઆતનાં આ લક્ષણોને ઈગ્નોર કરતાં નહીં

ઓછું પાણી પીવું

પાણી અને આંખને પણ ગાઢ સંબંધ હોય છે. હાઇડ્રેટ રહેવા માટે પાણી પીવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી આંખ માટે પણ છે. જો પૂરતું પાણી પીવામાં ન આવે તો તેના કારણે આંખમાં પણ ડ્રાયનેસ વધે છે. આંખની ડ્રાઇનેસ હદ કરતાં વધી જાય તો તેના કારણે ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.

અધુરી ઊંઘ અને ઉજાગરા

આજના સમયમાં અનેક લોકો એવા હશે જે મોડી રાત સુધી જાગતા હોય છે. ઊંઘ ન આવે ત્યાં સુધી લોકો મોબાઈલનો જ ઉપયોગ કરે છે. મોડી રાત સુધી જાગવાની આદત, અંધારામાં મોબાઈલ જોવાની ટેવથી આંખ ડ્રાય થઈ જાય છે અને આંખ પર પ્રેશર વધે છે.. ઊંઘ આંખને આરામ આપવાનો અને રિકવરીનો સમય હોય છે જ્યારે ઊંઘ પૂરી થતી નથી તો આંખને પણ નુકસાન થાય છે.

ઓછા પ્રકાશમાં વાંચવું કે લખવું

પ્રકાશ ઓછો હોય તેવી જગ્યાએ બેસીને પુસ્તક વાંચવું, કંઈ લખવું કે ઝીણવટભર્યા કામ કરવા આંખ માટે હાનિકારક છે. પ્રકાશ ઓછો હોય ત્યારે આંખને લખવા, વાંચવા જેવા કામ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે જેના કારણે આંખના સ્નાયુ પર વધારે પ્રેશર વધે છે. આવી સ્થિતિમાં માથાના દુખાવા સહિત આંખ પર સ્ટ્રેસ વધવાનું જોખમ પણ વધે છે.

આ પણ વાંચો: Health Tips: માથાનો દુખાવો સામાન્ય કે પછી માઈગ્રેન ? આ 5 સંકેતોથી પરથી સમજો બંને વચ્ચેના તફાવતને

તડકામાં આંખ કવર ન કરવી

સન ગ્લાસિસ ફક્ત સ્ટાઈલ માટે નથી હોતા.. સન ગ્લાસિસ આપણી આંખને સૂર્યના હાનિકારક પ્રકાશથી બચાવવા માટે જરૂરી હોય છે. તડકામાં નીકળતી વખતે જો સન ગ્લાસિસ પહેરવામાં ન આવે તો આંખને નુકસાન થઈ શકે છે. જોકે સન ગ્લાસિસ પણ યુવી પ્રોટેક્શન વાળા હોવા જોઈએ.

પોષણયુક્ત આહારનો અભાવ

આંખને નુકસાન કરતી છેલ્લી કુટેવ છે પોષણયુક્ત આહારનો અભાવ. પોષણયુક્ત આહાર શરીર માટે જેટલો જરૂરી છે એટલો જ જરૂરી આંખ માટે પણ છે. આંખ માટે જરૂરી પોષક તત્વો પૌષ્ટિક આહારના માધ્યમથી જ શરીરને મળે છે. આહારમાં આંખ માટે જરૂરી પોષક તત્વોની ઉણપ હોય તો તેનાથી આંખને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.

ઉપર જણાવેલી 6 કુટેવોમાંથી તમને પણ કોઈ કુટેવ હોય અને તેના કારણે તમને ધૂંધળું દેખાતું હોય, વારંવાર માથામાં દુખાવો થતો હોય, આંખમાં દુખાવો રહેતો હોય, આંખ લાલ થઈ જતી હોય, આંખમાં ખંજવાળ આવતી હોય કે પછી આંખમાંથી પાણી નીકળતું હોય તો તુરંત જ ડોક્ટરને મળો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES