SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમેરિકા સામે ઈરાનની 'સરેન્ડર ડીલ' ફેલ: હોર્મુઝ ખોલવાની ઓફરને ટ્રમ્પે એક જ ઝાટકે નકારી કાઢી

7-Day Peace Plan : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તે સિક્રેટ 7 ડેઝ પીસ પ્લાનને ફગાવી દીધો છે. જેના મારફતે તેહરાન યુદ્ધ રોકવાની માંગ કરી રહ્યું હતું. ઈરાને અમેરિકા સમક્ષ સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવા અને પરમાણું વાટાઘાટો ફરી શરૂ કરવા માટે 7 દિવસનો પ્લાન મૂક્યો હતો. તેના બદલામાં ઈરાને અમેરિકા પાસે કેટલાક પગલા ભરવાની માંગ કરી હતી પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો અને નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી બાદ ટ્રમ્પ ફરી એકવાર ઈરાન પર બોમ્બમારો શરૂ કરી શકે છે.

Written By Karan Rajput
Published: Sep 26, 2026, 08:07 PM IST | Updated: Sep 26, 2026, 08:15 PM IST
Image Credit: Iran 7-Day Peace Plan
Join

Strait of Hormuz : સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ઈરાને એક તરફ અમેરિકા પર હુમલો કરવા અને આતંકવાદના મુદ્દે જોરદાર પ્રહારો કર્યા, તો બીજી તરફ પોતાની શરતો પર યુદ્ધ રોકવા માટે ફરી એકવાર દાવ પણ ખેલ્યો. ઈરાને કતાર મારફતે અમેરિકા સુધી યુદ્ધવિરામનો પ્રસ્તાવ પહોંચાડ્યો. આ પ્રસ્તાવમાં ઈરાનની આશાઓ અટવાયેલી હતી લેબનોનમાં હિઝબુલ્લાહની તબાહી અને ઈરાન પર મંડરાતા અમેરિકન B-52 બોમ્બર્સના ખૌફ વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પ સમક્ષ એક સરેન્ડર ડીલ રજૂ કરી હતી.


પ્લાન હતો-7 દિવસમાં બધું ઠીક કરવાની ખાતરી. કતાર તરફથી આ પ્રસ્તાવ ટ્રમ્પ સુધી પહોંચાડવામાં આવ્યો, પરંતુ જ્યારે ટ્રમ્પે પ્રસ્તાવમાં ઈરાનની શરતો વાંચી તો તેમણે તેને તરત જ રિજેક્ટ કરી દીધો. ઈરાને જે 7 દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેની ડિટેલ પણ હવે તમને જણાવીએ.

પરમાણુ કાર્યક્રમને લઈને વોશિંગ્ટન સાથે સીધી રાજદ્વારી વાટાઘાટો

ઈરાને પ્રસ્તાવમાં એમ પણ કહ્યું હતું કે જો અમેરિકા 5 દિવસમાં આ તમામ શરતો પૂરી કરે, તો છઠ્ઠા દિવસે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંતરરાષ્ટ્રીય જહાજો માટે સંપૂર્ણપણે ખોલી દેશે અને સાતમા દિવસે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને લઈને વોશિંગ્ટન સાથે સીધી રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ કરશે

ઈરાને પાસો તો મોટો ફેંક્યો હતો...તેને લાગ્યું હતું કે કાચા તેલની કિંમતો ઘટવાના અને સમુદ્રી માર્ગ ખુલવાના લાલચમાં ડોનાલ્ડ ટ્રમ્પ માની જશે. પરંતુ ટ્રમ્પે આ 7 દિવસના પ્લાનને સીધો નકારી દીધો. તેની પાછળ પણ એક મોટુ કારણ છે.

અમેરિકા ઈરાનને ઓક્સિજન આપવા માંગતું નથી

જૂનમાં પણ આવો જ એક કરાર થયો હતો, જેને ઈરાને એક અઠવાડિયામાં તોડી નાખ્યો હતો અને અમેરિકન જહાજો પર હુમલા કર્યા હતા. અમેરિકા જાણે છે કે નાકાબંધીના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા દમ તોડી રહી છે. ઢીલ આપીને અમેરિકા ઈરાનને ઓક્સિજન આપવા માંગતું નથી. સાથે જ અમેરિકન ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ ઈરાન યુરેનિયમ સંવર્ધન રોકી રહ્યું નથી, પરંતુ વાતચીતની આડમાં સમય પસાર કરવા માંગે છે.

હવે ઈરાનને સુધરવાની તક નહીં

બીજી તરફ, વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ટ્રમ્પે પોતાના નજીકના લોકો અને સહયોગીઓને સ્પષ્ટ કહી દીધું છે કે નવેમ્બરમાં અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી બાદ તેઓ ફરી ઈરાન પર હુમલો કરી શકે છે. એટલે કે અમેરિકા હવે ઈરાનને સુધરવાની તક નહીં, પરંતુ તેને સંપૂર્ણપણે ઘૂંટણિયે લાવવાની યોજના બનાવી રહ્યું છે. વોશિંગ્ટનનું માનવું છે કે જ્યાં સુધી ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નષ્ટ કરવામાં નહીં આવે, ત્યાં સુધી મધ્યપૂર્વમાં શાંતિ શક્ય નથી.

વ્હાઇટ હાઉસ હવે કોઈપણ કૂટનીતિક ડ્રામાના મૂડમાં નથી

ઈરાનનો 7 દિવસનો પ્લાન ફેલ થઈ ગયો છે. ટ્રમ્પના રિજેકશને સ્પષ્ટ કરી દીધું છે કે વ્હાઇટ હાઉસ હવે કોઈપણ કૂટનીતિક ડ્રામાના મૂડમાં નથી. જેના કારણે મધ્યપૂર્વમાં શાંતિની આશાઓ પણ ધૂંધળી થઈ ગઈ છે. એવામાં સમુદ્રમાં અમેરિકન વોરશિપ્સની ગર્જના અને આકાશમાં B-52 બોમ્બર્સની દહાડ જણાવી રહી છે કે નવેમ્બર માત્ર અમેરિકન ચૂંટણીની તારીખ નથી. ઈરાન માટે પણ આ કયામતના કાઉન્ટડાઉનની શરૂઆત બની શકે છે...

 

 

 

 

Add Zee News as a Preferred Source

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES