6 મહિનામાં જ મોતનું તાંડવ કરશે : 4.50 લાખ લોકો પર મોતનો ખતરો, આવી છે ભયાનક આગાહી
Super El Niño : અલ નીનો, એક એવી સિસ્ટમ જે આખી દુનિયાના વાતાવરણ પર વિપરીત અસર પાડી રહી છે. આ એ જ સિસ્ટમ છે જેના કારણે ગુજરાત અને ભારતમાં ઓછો વરસાદ પડ્યો છે. અને શિકાગો યુનિવર્સિટીની ઈમ્પેક્ટ લેબનો રિપોર્ટ છે કે, ઈતિહાસનું સૌથી ખતરનાક સુપર અલ નીનો સક્રિય થઈ ચુક્યું છે. પ્રશાંત મહાસાગરના પેટાળમાંથી ઉઠેલો આ ખતરનાક રાક્ષસ, એવો ક્લાઈમેટ બોમ્બ છે જેની ઝટેપમાં ભારત સહિત દુનિયાના અનેક દેશમાં થશે. શું છે આ અનુમાન અને કેમ ભારત પર છે ખતરો જુઓ આ અહેવાલમાં...
El Nino Impact on India : હવામાન વિજ્ઞાનની દુનિયાથી એક એવો રિપોર્ટ આવ્યો છે, જે સાંભળીને તમારા હોશ ઉડી જશે..વૈજ્ઞાનિકોએ આ વખતે જે આંકડા જાહેર કર્યા છે, જે કોઈ યુદ્ધના વિનાશથી પણ વધારે છે. જળવાયુ વૈજ્ઞાનિકોનું એક નવું અનુમાન છે, જે આખી દુનિયાને ચોંકાવી દેશે..વૈજ્ઞાનિકો દાવા કરી રહ્યા છે કે, પ્રશાંત મહાસાગરમાં વિકસિત થઈ રહેલું અત્યંત શક્તિશાળી અલ નીનો આગામી છ મહિનામાં દુનિયાને એ રૂપ બતાવશે, જેને સહન કરવું મુશ્કેલ હશે.
- 4.50 લાખ જીવ લેશે, સુપર અલ નીનો?
- વિનાની ભવિષ્યવાણી, અલ નીનો બનશે કાળ?
- આગામી છ મહિનામાં દેખાશે પ્રકૃતિનો પ્રકોપ...
- શિકાગો યૂનિવર્સિટીનો ડરાવે તેવો રિપોર્ટ
- શિયાળામાં પડશે જીવલેણ ગરમી
શિકાગો યૂનિવર્સિટીના ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબ અને વિશ્વ હવામાન સંગઠને તૈયાર કરી છે. જેના પ્રમાણે આગામી છ મહિનામાં ગરમીમાં અસહ્ય વધારો થશે. જેના કારણે દુનિયાભરમાં 4 લાખ 51 હજાર કરતા વધારે મૃત્યુ થઈ શકે છે.
રિપોર્ટના આંકડા પ્રમાણે વધુ ગરમીથી થનારા મોતનું અનુમાન અલગ અલગ વિસ્તારોમાં માટે જુદુ જુદુ લગાવવામાં આવ્યું છે. તેનો હેતુ એવા વિસ્તારોની ઓળખ કરવાનું છે, જ્યાં સમય રહેતા લોકોનો જીવ બચાવી શકાય છે. જળવાયુ વૈજ્ઞાનિકોએ તેની તીવ્રતાને ખૂબ જ અસાધારણ ગણાવી છે. તેમના પ્રમાણે પ્રશાંત મહાસાગરના કેટલાક ક્ષેત્રોમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્યથી ખૂબ વધારે થઈ ગયું છે. આ ગરમીની અસર પહેલાથી જ ગરમ થઈ રહેલા વૈશ્વિક વાતાવરણ પર પડી રહી છે. અને તેનો સૌથી મોટો શિકાર ગ્લોબલ સાઉથ બનશે. એટલે કે, ભારત, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા વિકાસશીલ દેશો.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આ ગૉડઝિલા અલ નીનો ભારત પર એકસાથે ત્રણ તરફથી જીવલેણ હુમલો કરવા જઈ રહ્યું છે. આ વખતે ભારતમાં આકરી ઠંડી પડવાના આસાર ખતમ થઈ ચુક્યા છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રાત અને દિવસ અસામાન્ય રૂપથી ગરમ રહેશે. આ વર્ષનું ચોમાસું પહેલાથી જ સામાન્ય કરતા નબળું રહ્યું છે.
અલ નીનો પાકને ખેતરમાં જ બાળી નાખશે. જેનાથી દેશની સામે અનાજ અને ભૂખમરાનું સંકટ ઉભું થઈ શકે છે વરસાદ અને ભેજ ગાયબ થતા ધૂળ અને સ્મૉગ હવામાં જ રહી જશે.
અત્યારથી પાણીનો સંચય કરવો પડશે
ખતરો માત્ર ખેતી કે ગરમીનો જ નથી. ભારતના મુખ્ય બંધો અને જળાશયોમાં પાણીનું સ્તર અત્યારથી ઓછું થઈ રહ્યું છે. જો આગામી છ મહિના આ સ્થિતિ રહી તો શહેરોમાં હાહાકાર મચી જશે. અલ નીનો એટલા માટે પણ ખતરનાક છે કારણ કે પ્રશાંત મહાસાગરની સપાટીની નીચેનું તાપમાન સામાન્યથી અનેક ડિગ્રી સેલ્સિયસ ગરમ થઈ ચુક્યું છે. જે એટલી થર્મલ એનર્જી પેદા કરી રહ્યું છે કે તે આપણું પર્યાવરણ સહન કરી શકે એમ નછી. સરકાર અને જનતાએ અત્યારથી પાણીનો સંચય કરવો પડશે. નહીં તો હાલત ખરાબ થશે.
પર્યાવરણ સાથે જે છેડછાડ જીવ આપીને ચૂકવવી પડશે
કુદરતે આપણને છેલ્લી ચેતવણી આપી દીધી છે. સુપર અલ નીનો એ વાતનો પુરાવો છે કે આપણે પર્યાવરણ સાથે જે છેડછાડ કરી છે, હવે તેની કિંમત આપણે પોતાના જીવ આપીને ચૂકવવી પડશે. વૈજ્ઞાનિકોની આ આગાહી માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ મોતનું એ વોરંટ છે, જેનાથી બચવું હોય તો આજથી અને આ જ ક્ષણથી સાવચેત થવું પડશે.
પુસ્તકોમાં લખ્યું છે કે પ્રલય આવશે, પરંતુ વિજ્ઞાન કહી રહ્યું છે કે પ્રલય દસ્તક આપી ચૂકી છે. 15 હજારથી વધુ ભારતીયોના જીવ જોખમમાં છે. આ સમય પાણીના એક-એક ટીપાને બચાવવાનો, પ્રકૃતિની નજીક આવવાનો અને આ મહાવિનાશ સામે પોતાને તૈયાર કરવાનો છે કારણ કે જો આપણે હજુ પણ નહીં જાગીએ તો વિનાશ નિશ્ચિત છે.