પ્લેન ક્રેશ થયું તેની 10 મિનિટ પહેલા પાયલટે બોયફ્રેન્ડને મોકલ્યો હતો છેલ્લો મેસેજ, પછી મિસાઈલની જેમ પડ્યું અને ફાટ્યું વિમાન
Florida Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે એક ભયાનક પ્લેન અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા. ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં એક લિયરજેટ 60 વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કો પાયલટ નતાલિયા ગાડેલ્હા ફિલ્ગુએરાસનું પણ મોત થયું. સામે આવી રહેલી વિગતો મુજબ કો પાયલટે વિમાન ક્રેશ થયું તેની ગણતરીની પળો પહેલા તેના બોયફ્રેન્ડને એક મેસેજ કર્યો હતો.
અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે 1 નવેમ્બરના રોજ એક ભયાનક પ્લેન અકસ્માત થયો જેમાં ક્રૂ સભ્યો સહિત 9 લોકોના અત્યંત દર્દનાક મોત થયા. આ વિમાન ફ્લોરિડાના રહેણાંક વિસ્તાર ગ્રીન એકર્સમાં તૂટી પડ્યું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર કો પાયલટે પ્લેન ક્રેશ થયું તેની બરાબર 10 મિનિટ પહેલા બોયફ્રેન્ડને મેસેજ કર્યો હતો.
કઈક અજૂગતું થયાની ગંધ!
રવિવારે એક લિયરજેટ 60 લગભગ 35000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. આ દરમિયાન ક્રૂએ બરફ જામવાની અને ટર્બ્યુલન્સનો રિપોર્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું. વિમાન ઓપરેટ કરી રહેલી 20 વર્ષની પાયલટ નતાલિયા ગાદેલ્હા ફિલ્ગુઈરાસે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને સૂચના આપી હતી કે એરક્રાફ્ટ હળવી અને સાફ બરફ સાથે અથડાઈ રહ્યું છે. ઘટના દરમિયાન બહારનું તાપમાન લગભગ -47 ડિગ્રી સેલ્સિયસ હતું અને વિમાન મીડિયમ ટર્બ્યુલન્સનો સામનો કરી રહ્યું હતું.
Florida Plane Crash: ફ્લોરિડામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, આગનો ગોળો બનેલા પ્લેનમાં સવાર 9 લોકોના મોત
કો પાયલટે કર્યો હતો બોયફ્રેન્ડને મેસેજ
આ અકસ્માત બદ નતાલિયાનું એક કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે અને એવું કહેવાય છે કે ઘટનાની બરાબર 10 મિનિટ પહેલા તેણે તેના બોયફ્રેન્ડને એક મેસેજ કર્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ નતાલિયાના સાવકા પિતા થિયાગો કોર્ટેલેટીએ જણાવ્યું કે તેમની પુત્રીએ બપોરે લગભગ 12.40 કલાકે તેણે તેના પાર્ટનરને એક મેસેજ કર્યો હતો. જ્યારે પ્લેન 12.50 કલાકે ક્રેશ થયું હતું. નતાલિયાનો પાર્ટનર પણ પાયલટ છે. થિયાગોએ જણાવ્યું કે તેમની દીકરીએ મેસેજમાં લખ્યું હતું કે ચારેબાજુ બરફ અને ટર્બ્યુલન્સ છે.
ક્રેશ પહેલા આપ્યો હતો મેડે કોલ
નતાલિયાની સાથે ફ્લાઈટમાં હાજર પાયલટ વિશે હજુ ઓળખ સામે આવી નથી. વિમાનમાં સામે આવેલી છેલ્લા સમયની રેકોર્ડિંગમાં એક વ્યક્તિ પ્રાર્થના કરતો સાંભળી શકાય છે. જ્યારે નતાલિયા જોર જોરથી બૂમો પાડતી હતી.
ઘટના પહેલા ક્રૂ જમા થયેલા બરફને મેનેજ કરવાની કોશિશ કરતું હતું પરંતુ વરસાદના કારણે સ્થિતિ બદલાઈ ગઈ. પાયલટ્સે આ સ્થિતિને પહોંચી વળવા માટે ATC પાસે 37000 ફૂટ ઉપર ઉડવાની મંજૂરી પણ માંગી હતી. જો કે મંજૂરી મળ્યાના 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં તેમણે એરક્રાફ્ટના નીચે ઉતરવાની જાણ કરી અને મેડે કોલ આપ્યો.
અરબ પક્ષો સાથે ડીલ નક્કી: ગાદી આઈજનકોટ બનશે ઇઝરાયેલના નવા પ્રધાનમંત્રી? નેતન્યાહૂની સત્તા સામે મોટો ખતરો
મિસાઈલની જેમ પડ્યું અને ફાટ્યું
ક્રૂએ સ્થાનિક સમય મુજબ લગભગ 12.48 કલાકે મેસેજ આપ્યો કે તેઓ ઓવરસ્પીડ કન્ડીશનમાં છે અને નીચે ઉતરી રહ્યા છે. નતાલિયાએ બાદમાં એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું કે વિમાન 20,000 ફૂટ પ્રતિ મિનિટથી વધુની ઝડપથી નીચે આવી રહ્યું હતું. તેમણે વિમાનના જમીન સાથે અથડાવવાની ભીતિ વ્યક્ત કરી અને બૂમો પાડતા કહ્યું કે મેડે મેડે, અમે 10,000 ફૂટ પ્રતિ મિનિટ નીચે આવી રહ્યા છીએ. અમે ઓવરસ્પીડમાં છીએ અને 20,000 ફૂટ પ્રતિ મિનિટની સ્પીડથી નીચે આવી રહ્યા છીએ. અમે જમીન સાથે અથડાવવાના છીએ. ત્યારબાદ નતાલિયા એવું કહેતી સંભળાય છે કે 'હે ભગવાન અમારો સમય પૂરો થઈ ગયો છે.' એર ટ્રાફિક કંટ્રોલરે એરક્રાફ્ટ સાથે સંપર્ક કરવાની કોશિશ ચાલુ રાખી પરંતુ કોઈ જવાબ ન મળ્યો અને પ્લેનમાં સવાર તમામ 9 લોકો માર્યા ગયા.