SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ફિલિપાઈન્સમાં મોટી દુર્ઘટના, એરફોર્સના 2 વિમાન ટ્રેનિંગ દરમિયાન આકાશમાં અથડાયા, 4 પાયલટ્સના દર્દનાક મોત

Plane Crash In Phillippines: ફિલિપાઈન્સની રાજધાની મનીલાની દક્ષિણમાં એક એર બેસ પર ટ્રેઈનિંગ ઉડાણ દરમિયાન વાયુસેનાના બે વિમાન પરસ્પર અથડાતા ક્રેશ થયા. આ અકસ્માતમાં ચાર સૈન્ય પાયલટ્સના મોત થયા છે.

Written By Viral Raval
Published: Oct 24, 2026, 03:56 PM IST | Updated: Oct 24, 2026, 04:00 PM IST
Image Credit: AI Generated Image
Join

ફિલિપાઈન્સની વાયુસેના (પીએએફ)ના એક અધિકૃત નિવેદન મુજબ આ આ અકસ્માત શુક્રવારના રોજ બટાંગસ પ્રાંત સ્થિત ફર્નાન્ડો એર બેસ પર નિયમિત તાલિમ ઉડાણ દરમિયાન થયો. જેમાં ફિલિપાઈન્સ વાયુસેનાના બે SF-260 ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા. આ દુર્ઘટનામાં 4 પાયલટ્સના જીવ ગયા. આ અકસ્માતની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમામ SF-260 વિમાનોની ઉડાણ પર હંગામી રોક લગાવવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ફિલિપાઈન્સની વાયુસેનાએ આ ઘટનાની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી. જેમાં પીએએફએ 4 પાયલટ્સના મોત પર શોક વ્યક્ત કર્યો. પીએએફએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ફિલિપાઈન્સ વાયુસેના (PAF)એ 23  ઓક્ટોબર 2026ના રોજ બપોરે 3.51 કલાકે ફર્નાન્ડો એરબેસ પર એક ટ્રેઈિંગ ફ્લાઈટ  દરમિયાન SF-260 વિમાનો સંબંધિત દુર્ઘટનામાં પોતાના 4 પાયલટ્સના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

PAFના જણાવ્યાં મુજબ બંને વિમાન એરફોર્સની બોર્ડરની અંદર જ દુર્ઘટનાગ્રસ્ત થયા. અકસ્માત અંગે PAFનું કહેવું છે કે દુર્ઘટનાના કારણો અંગે ભાળ મેળવવાની તપાસ ચાલુ છે  અને સુરક્ષા કારણોસર તમામ SF-260 વિમાનોને હંગામી રીતે ઉડાણ ભરતા  રોકવામાં આવ્યા છે. આ ઉપરાંત દિવંગત પાયલટ્સને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ તેમના પરિવારોની સાથે કોઓર્ડિનેટ કરીને જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે.

પોતાના એક નિવેદનમાં એરફોર્સે કહ્યું કે, PAF અમારા શહીદ પાયલટ્સની સેવા અને બલિદાનનું સન્માન કરે છે અને તેમના શોકગ્રસ્ત પરિવારો સાથે સમન્વય કરીને જરૂરી મદદ પૂરી  પાડી રહી છે. મૃતકોના પરિવારોની ભલામણ પર વાયુસેનાએ જનતાને આ દરમિયાન તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે.

આકાશમાં અથડાયા વિમાનો

ફિલિપાઈન્સના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ 2 વિમાન હવામાં જ પરસ્પર અથડાયા અને એરબેસના પરિસરમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયા. આ પહેલા પણ મે 2026માં નોર્થ ફિલિપાઈન્સના પહાડી વિસ્તારમાં એક SF-260 ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 2 પાયલટ્સના મોત થયા હતા. વર્ષ 2023માં પણ એક ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન SF-260 TP માર્કેટી વિમાન દુર્ઘટનાગ્રસ્ત  થયું હતું. જેમાં 2 પાયલટ્સ માર્યા ગયા હતા.

આતંકીઓ સામે બાથ ભીડી હતી

અત્રે જણાવવાનું કે SF-260 વિમાનોનો ઉપયોગ વર્ષ 2017ની એક મોટી ઘટનામાં પણ કરાયો હતો. અહીં ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આતંકીઓએ દક્ષિણી ફિલિપાઈન્સના મારાવી શહેરમાં  કેટલાક ભાગો પર કબજો જમાવ્યો હતો. ત્યારે સેનાએ ત્યાં કરાયેલા હવાઈ હુમલાઓમાં SF-260 વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES