SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઈઝરાયેલમાં નેતન્યાહૂ ગાદી પર ન બેસે માટે ખેલાઈ રહ્યો છે મોટો ખેલ : ચમત્કાર જ 'બીબી'ને અપાવી શકે છે સત્તા

ઈઝરાયેલ....એક એવો દેશ જ્યાં યહૂદીઓ અને આરબો વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલતો આવ્યો છે પરંતુ હવે એ જ ઈઝરાયેલમાં એક એવી માગ ઊઠી છે, જેણે દુનિયાભરના રાજકીય નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. માગ છે યહૂદી અને આરબ સમુદાયની સંયુક્ત સરકાર બનાવવાની. ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી ન મળતાં સત્તાનું ગણિત ગૂંચવાયું છે. એક તરફ નેતન્યાહૂની સત્તા બચાવવાની કવાયત છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન નવા રાજકીય સમીકરણો રચવામાં વ્યસ્ત છે ત્યારે સવાલ એ છે કે શું ઈઝરાયેલમાં પહેલીવાર યહૂદી-આરબ ગઠબંધન સરકાર બનશે? શું દાયકાઓ જૂની રાજકીય અને સામાજિક ખાઈ પુરાશે? જોઈએ આ વિશેષ અહેવાલ.

Written By Karan Rajput
Published: Nov 02, 2026, 02:35 PM IST | Updated: Nov 02, 2026, 03:15 PM IST
Image Credit: Ai Image
Join

Israel Elections : શું મધ્ય પૂર્વના પાવર હાઉસ ગણાતા ઈઝરાયેલમાં ઇતિહાસ બદલાવા જઈ રહ્યો છે? શું ઈઝરાયેલની રાજનીતિમાં પહેલીવાર એવું રાજકીય સમીકરણ રચાવા જઈ રહ્યું છે, જેની કલ્પના કદાચ કોઈએ કરી નહીં હોય? ઈઝરાયેલમાં યોજાયેલી તાજેતરની સામાન્ય ચૂંટણી બાદ રાજકીય સન્નાટો અને ઉથલપાથલ બંને ચરમસીમાએ છે.

કોઈપણ પક્ષને બહુમતી ન મળતાં હવે તેલ અવીવની સડકો પર એક અનોખી માગ ગુંજી રહી છે...માગ છે યહૂદી-આરબ ગઠબંધન સરકાર બનાવવાની. ઈઝરાયેલના ચૂંટણી પરિણામો આવતાં જ રાજકીય વર્તુળોમાં ભૂકંપ આવી ગયો. 120 બેઠકો ધરાવતી નેસેટ એટલે કે સંસદમાં સરકાર બનાવવા માટે 61 બેઠકોનો જાદુઈ આંકડો જરૂરી છે, પરંતુ આ વખતે જનાદેશ વિભાજિત થયો છે. 

આ પ્રકારે 3 પાર્ટીઓને મળી છે સીટો

પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના દક્ષિણપંથી ગઠબંધનને લગભગ 53 બેઠકો મળી છે, જ્યારે તેમના સૌથી મોટા રાજકીય હરીફ ગાદી આઈઝેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી જૂથને માત્ર 48 બેઠકો મળી છે. બીજી તરફ આરબ પક્ષોના ખાતામાં 19 બેઠકો આવી છે.

એટલે કે કોઈપણ પક્ષ પોતાની રીતે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. ત્રિશંકુ વિધાનસભા જેવી આ સ્થિતિએ ઈઝરાયેલની રાજનીતિને એવા વળાંક પર લાવીને ઊભી કરી દીધી છે, જ્યાં દરેક સાંસદનું મહત્ત્વ સોના કરતાં પણ વધારે થઈ ગયું છે. નેતન્યાહૂ વિરોધી પક્ષોના આ ગઠબંધનમાં સેન્ટર લેફ્ટથી લઈને કટ્ટર દક્ષિણપંથી પક્ષોનો સમાવેશ થાય છે, પરંતુ તેઓ બહુમતીના જાદુઈ આંકડાથી ઘણા દૂર છે.

 તેલ અવીવમાં પ્રદર્શનકારીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો

એક તરફ રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે જોડતોડમાં વ્યસ્ત છે, તો બીજી તરફ દેશની સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી છે. તેલ અવીવમાં પ્રદર્શનકારીઓએ જોરદાર વિરોધ નોંધાવીને એવી સરકાર બનાવવાની માગ કરી છે, જે યહૂદી અને આરબ બંને સમુદાયોને સાથે લઈને ચાલે. પ્રદર્શનકારીઓની સીધી અપીલ વિપક્ષી નેતા ગાદી આઈઝેનકોટને છે કે તેઓ આગળ આવે અને આરબ પક્ષોના પ્રતિનિધિઓ સાથે હાથ મિલાવે.

જોઇન્ટ લિસ્ટ ગઠબંધનને 11 બેઠકો મળી


ઈઝરાયેલમાં તમામ મતોની ગણતરી બાદ જોઇન્ટ લિસ્ટ ગઠબંધનને 11 બેઠકો મળી છે. આ ઈઝરાયેલની આરબ વસ્તીના અધિકારો માટે અવાજ ઉઠાવતું રાજકીય ગઠબંધન છે. જેમાં ત્રણ અલગ-અલગ પક્ષો સામેલ છે. આ ગઠબંધનમાં આરબ નેતાઓની સાથે યહૂદી નેતાઓ પણ છે.

હદાશ: આ ડાબેરી વિચારધારા ધરાવતો પક્ષ છે. તે આરબ અને યહૂદી નાગરિકોની સમાનતા, મજૂરોના અધિકારો અને પેલેસ્ટાઇન સાથે શાંતિની હિમાયત કરે છે.
તાલ: આ અહમદ તિબીનો પક્ષ છે. તે આરબ નાગરિકોના સમાન અધિકારો, શિક્ષણ અને રોજગારીની વધુ સારી તકો તેમજ પેલેસ્ટાઇન રાજ્યની સ્થાપનાનું સમર્થન કરે છે.
બલદ: આ આરબ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતો બિનસાંપ્રદાયિક પક્ષ છે. તે ઈઝરાયેલને એવો દેશ બનાવવાની હિમાયત કરે છે, જ્યાં તમામ નાગરિકોને સમાન અધિકારો મળે.


આ રાજકીય ગતિરોધ અને વારંવાર સરકાર પડી જવાના સંકટ વચ્ચે હવે ઇઝરાયેલમાં વધુ એક મોટી ચર્ચા શરૂ થઈ છે..શું પ્રધાનમંત્રીની પસંદગી કરવાની પદ્ધતિ જ બદલી નાખવી જોઈએ? નેતન્યાહૂના વિરોધી પક્ષો હવે જૂની વ્યવસ્થાને ફરીથી લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે, જે અંતર્ગત જનતા સીધી રીતે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરી શકતી હતી...

 નવી ચૂંટણીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ જશે

શું ઈઝરાયેલની રાજનીતિમાં સદીઓ જૂનું અંતર ભૂંસીને નવું યહૂદી-આરબ ગઠબંધન આકાર લઈ શકશે? શું ગાદી આઇઝેનકોટ આરબ પક્ષોના સમર્થનથી ઈતિહાસ રચશે કે પછી ઇઝરાયેલ ફરી એકવાર રાજકીય અનિશ્ચિતતા અને નવી ચૂંટણીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ જશે?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES