SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પાક. સરહદથી ૭૦ કિમી દૂર ભારત-અમેરિકાના ધડાકા: અપાચે અને પિનાકાની ગર્જનાથી થરથર્યું પાકિસ્તાન!

India US Joint Military Exercise : પાકિસ્તાનની સરહદથી લગભગ 70 કિલોમીટર દૂર એક એવો ધડાકો થયો. જેને જોઈને મુનીર અને તેની સેના થરથરી ઉઠી. કારણ કે યુદ્ધાભ્યાસ 2026 અંતર્ગત ભારત અને અમેરિકાએ ઘાતક હથિયારોનું શક્તિપ્રદર્શન કર્યું. જ્યાં એક તરફ તોપોએ આગ વરસાવી તો બીજી તરફ આકાશમાં લડાકુ હેલિકોપ્ટરની ગર્જનાએ પણ ધ્યાન ખેંચ્યું. આખરે પાકિસ્તાનની સરહદ નજીક કેવો રહ્યો 'પાંડવો'નો પ્રહાર?

Written By Karan Rajput
Published: Sep 24, 2026, 04:54 PM IST | Updated: Sep 24, 2026, 05:00 PM IST
Image Credit: India-US War Drills Shake Pakistan
Join

Yudh Abhyas 2026 : રાજસ્થાનના બીકાનેર સ્થિત મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં જ્યાં ભારત અને અમેરિકાની સેનાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસનું નામ છે — યુદ્ધાભ્યાસ 2026. આ વોર ડ્રિલ દરમિયાન બંને દેશોની સેનાઓએ M777 હોવિત્ઝર, ધનુષ અને પિનાકા રોકેટ લોન્ચરથી જોરદાર લાઇવ ફાયરિંગ કર્યું. આ ઉપરાંત યુદ્ધાભ્યાસ 2026માં બોફોર્સના અપગ્રેડેડ વર્ઝન L70 એર ડિફેન્સ ગને પણ પોતાની ક્ષમતા દર્શાવી.

યુદ્ધાભ્યાસ 2026ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો

પાકિસ્તાનની સરહદથી માત્ર 70 કિલોમીટર દૂર ભારત અને અમેરિકાની સેનાના આ શક્તિપ્રદર્શનને કારણે પાકિસ્તાનમાં પણ તેની નોંધ લેવાઈ છે. કારણ કે લાઇવ ફાયરિંગ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા આ હથિયારો લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને આધુનિક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

 

 

પાકિસ્તાનમાં આ યુદ્ધથી ડર એટલા માટે પણ છે કારણ કે, આ યુદ્ધાભ્યાસ 2026ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે.પ્રથમ તબક્કામાં લાઇવ ફાયર ડ્રિલ કરવામાં આવી રહી છે. જ્યારે 26 સપ્ટેમ્બરથી બંને દેશોની વાયુસેનાઓ સંયુક્ત કવાયત હાથ ધરશે. જેમાં વિવિધ લડાકુ વિમાનો અને અન્ય હવાઈ સાધનો સામેલ થવાની શક્યતા છે. પરંતુ તે પહેલાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં.

હકીકતમાં, આ સંયુક્ત યુદ્ધાભ્યાસનો હેતુ માત્ર પોતાના હથિયારોની ક્ષમતા દર્શાવવાનો જ નથી પરંતુ બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર સંકલન મજબૂત કરવું અને આધુનિક યુદ્ધના પડકારોનો સામનો કરવાની ક્ષમતા વધારવી પણ તેનો એક મહત્વપૂર્ણ હેતુ છે. આ દરમિયાન બંને દેશોના જવાનોએ આધુનિક હથિયારોની મદદથી નિર્ધારિત ટાર્ગેટ પર સચોટ નિશાન સાધ્યું અને તેને નષ્ટ કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો.

યુદ્ધાભ્યાસ દરમિયાન બંને દેશોના જવાનોએ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર બેસીને દુશ્મનના ઠેકાણાં અને નિર્ધારિત લક્ષ્યોને બારીકાઈથી ઓળખવાની પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો. સૈનિકોએ એકબીજા સાથે ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન કરવું. તાત્કાલિક ફાયર ઓર્ડર આપવો અને ફાયરિંગ દરમિયાન જરૂરી સુધારા કરવા જેવી વિવિધ પ્રક્રિયાઓનો પણ સંયુક્ત રીતે અભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસનો  હેતુ એ જ છે કે યુદ્ધના મેદાનમાં સંકલન વધુ સચોટ રહે અને કોઈપણ પ્રકારની ભૂલની શક્યતા ઘટાડી શકાય.
 

Add Zee News as a Preferred Source

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES