અમારા હથિયારોને રોકવા મુશ્કેલ નહીં અશક્ય હશે, ઈરાનની ધમકી ઈઝરાયેલને એક કલાકમાં ખાક કરી દઈશું
warns Israel : ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા નેતન્યાહૂની સાથે ઊભું છે પરંતુ જો ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું તો સૌથી મોટું નુકસાન ઈઝરાયલે ભોગવવું પડી શકે છે. ઈરાની સેનાએ આવી ધમકી આપી છે. ઈરાનનો દાવો છે કે જો આ વખતે અમેરિકા ‘એપિક ફ્યુરી’ જેવા ઓપરેશનને અંજામ આપશે, તો ઈઝરાયેલને માત્ર એક કલાકમાં ખાકમાં ફેરવી દેવામાં આવશે.
ઈરાનનાં અલગ-અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આવી અનેક તસવીરો શેર કરવામાં આવી રહી છે, જેમાં ઈરાનની સંપૂર્ણ તૈયારીઓ જોવા મળી રહી છે. મિસાઈલોની તહેનાતી સાથે કેટલીક બેલિસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઈરાનની એવી મિસાઈલો છે, જેને ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સની સેના નવા ઠેકાણાઓ પર તહેનાત કરી રહી છે. એટલે કે અમેરિકા અને ઈઝરાયેલના સંભવિત હુમલા પહેલાં ઈરાન સંપૂર્ણપણે કમર કસી રહ્યું છે.
- ઈરાનની મિસાઈલોથી ઈઝરાયેલને ખતરો
- ટ્રમ્પના યુદ્ધ પ્લાનથી ઈરાન સતર્ક
- ઈરાનની ગુપ્ત મિસાઈલોની તહેનાતી શરૂ
- ટ્રમ્પની ધમકીથી યુરોપમાં ચિંતાનું મોજું
- ફરી યુદ્ધ ભડકશે તો ઈઝરાયેલને થશે નુકસાન
આ વીડિયોમાં કથિત રીતે ઈરાન પરમાણુ વૉરહેડ ધરાવતી મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. જોકે, ઈરાન તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ઈરાન ખુલ્લેઆમ જાહેરાત કરી ચૂક્યું છે કે તે પોતાના સંવર્ધિત યુરેનિયમનો એક ગ્રામ પણ કોઈને આપવા તૈયાર નથી.
ટ્રમ્પ આ જ મુદ્દે ભારે નારાજ છે અને હુમલા પહેલાં યુરોપિયન દેશોને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે ઈટાલીને એમ કહીને ડરાવવાનો પ્રયાસ કર્યો કે ઈરાન પાસે એવી મિસાઈલ છે, જે ઈટાલીને માત્ર અડધા કલાકમાં તબાહ કરી શકે છે. જો કે, ઈટાલીનાં પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પની વાતને ફગાવી દેતાં સવાલ કર્યો કે જ્યારે નવ દેશો પાસે પરમાણુ બોમ્બ છે, તો પછી ખતરો માત્ર ઈરાનથી જ કેમ?
- ઈરાનના 'પરમાણુ બોમ્બ'થી કોને ખતરો?
- અમેરિકા, યુરોપ કે ઈઝરાયેલને?
તો આ તરફ ઈબ્રાહિમ અઝીઝીએ અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂના એ નિવેદનના જવાબમાં પોસ્ટ કરી. જેમાં તેમણે ઈરાનની વર્તમાન સત્તાને હટાવવાની વાત કરી હતી.
ઈરાન અને તુર્કિએના શહેરો પર કબજાથી લઈને ખજાના સુધી..., 2027ને લઈને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, જાણો
અઝીઝીએ દાવો કર્યો છે કે જો ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો પર હુમલો કરવામાં આવશે, તો ઈઝરાયેલને એક કલાકથી પણ ઓછા સમયમાં રહેવા લાયક છોડવામાં નહીં આવે.
અઝીઝીએ આ સાથે એક નકશો પણ શેર કર્યો છે, જેમાં ઈઝરાયેલનાં મહત્ત્વનાં માળખાકીય સ્થળો દર્શાવવામાં આવ્યાં છે.
60 મિનિટમાં ઈઝરાયેલ થશે તબાહ?
| વૉટર પ્લાન્ટ્સ: | સોરેક, હદેરા, અશ્દોદ અને અશ્કેલોનનાં જળશુદ્ધિકરણ પ્લાન્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ્સ દરિયાના પાણીને પીવાલાયક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. |
| વીજમથકો | ઓરોત રાબિન અને એશ્કોલ વીજમથકોને સંભવિત નિશાનાંઓમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું |
| તેલ રિફાઇનરી અને ડેપો | હાઈફા અને અશ્દોદની તેલ રિફાઇનરીઓ તેમજ ઈંધણ સંગ્રહ કેન્દ્રોનાં નામ સામે આવ્યાં છે |
| પરમાણુ કેન્દ્ર | દિમોના સ્થિત કેન્દ્રને પણ નકશામાં ચિહ્નિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે |
| પુલ અને મુખ્ય રસ્તાઓ | મહત્ત્વના પુલો અને હાઈવે ઈન્ટરચેન્જનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે |
આ સ્થળોનાં નામ સામે આવતાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો બંને દેશો વચ્ચે ફરી મોટા પાયે સંઘર્ષ શરૂ થાય, તો સામાન્ય લોકોના રોજિંદા જીવન પર કેટલી ગંભીર અસર પડી શકે છે..
સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ
ઈરાનની આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ તરફથી સંભવિત નવા સૈન્ય હુમલાઓને લઈને તણાવ યથાવત્ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે અમેરિકા ઈરાન વિરુદ્ધ વધુ એક મર્યાદિત સૈન્ય કાર્યવાહી કરી શકે છે..
એવા હથિયારો ઉપયોગ કરીશું કે દુનિયા જોતી રહેશે
ટ્રમ્પના યુદ્ધના પ્લાન પહેલાં જ ઈરાન સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું હોવાનો દાવો કરી રહ્યું છે. ઈરાનનું કહેવું છે કે આગામી હુમલામાં તે એવા હથિયારોનો ઉપયોગ કરશે, જેના વિશે દુનિયાને કંઈ જ ખબર નથી. ઈરાનના દાવા પ્રમાણે, આ હથિયારોને રોકવા મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય હશે..