SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

...તો આજે સ્મિત મચ્છર કે 174 મુસાફરો જીવતા ન હોત, ઈઝરાયેલ ફૂંકી મારવાનું હતું આખું પ્લેન

Omani Pilot : 34 હજાર ફૂટની ઊંચાઈએ જ્યારે કોઈ વિમાન ક્રૂઝિંગ ગિયરમાં હોય છે, ત્યારે સામાન્ય રીતે મુસાફરોને શાંતિનો અનુભવ થાય છે પરંતુ આ ઊંચાઈએ એક ખતરો પણ હોય છે-લોન વુલ્ફ અટેકનો.... સામાન્ય રીતે આતંકવાદી હુમલાખોરો આ ઊંચાઈનો ફાયદો ઉઠાવે છે, જ્યારે પાયલટથી લઈને ક્રૂ અને પેસેન્જર સુધી બધા રેસ્ટ મોડમાં હોય છે. ઓમાની મૂળના કો-પાયલટે પણ આ જ ઊંચાઈનો ફાયદો ઉઠાવ્યો. કોકપિટમાં બેઠેલા ઓમાની પાયલટે અચાનક પોતાના કેપ્ટન પર હુમલો કરી દીધો. અહીં સુધીની વાત સ્પષ્ટ છે પરંતુ હવે સવાલ એ છે કે શું આ ઓમાની પાયલટને કોઈ આતંકવાદી કે કટ્ટરપંથી સંગઠને ભડકાવ્યો હતો કે પછી ગેરમાર્ગે દોર્યો હતો.સમજીએ આ ખાસ અહેવાલથી..

Written By Karan Rajput
Published: Oct 02, 2026, 05:53 PM IST | Updated: Oct 02, 2026, 06:06 PM IST
Image Credit: Ai Image
Join

Smit Machchhar : ફ્લાય દુબઈની ફ્લાઈટમાં બુધવારે જે કંઈ થયું, તેનો વિલન હતો ઓમાની પાયલટ. હાલમાં એજન્સીઓએ તેના વિશે માત્ર એટલું જ જણાવ્યું છે. ન તો તેનો ચહેરો દુનિયાને બતાવવામાં આવ્યો છે અને ન તો તેનું નામ-સરનામું જાહેર કરવામાં આવ્યું છે.

પરંતુ કેટલાક એવા સુરાગ મળ્યા છે, જેનાથી સંકેત મળે છે કે ઓમાની પાયલટ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો એટલે સમજી લો, સફેદ લિબાસમાં સંતાયેલો એક આતંકી...

એક વીડિયો વાયરલ થયો છે એ ફ્લાય દુબઈની ફ્લાઈટમાં સવાર કોઈ મુસાફરે બનાવ્યો છે. આ વીડિયો તે સમયનો છે, જ્યારે કોકપિટનો દરવાજો ખુલ્યા બાદ પણ ઓમાની પાયલટ જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો અને ભારતીય પાયલટ સ્મિત મચ્છરને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્લેનના કેટલાક મુસાફરોને ઓમાની પાયલટનું વર્તન અગાઉથી શંકાસ્પદ લાગી રહ્યું હતું. કેપ્ટન સ્મિત મચ્છરે કોકપિટમાં જતાં પહેલાં સૌને હેલો કહ્યું, હાથ મિલાવ્યો, પરંતુ ઓમાની પાયલટે...?

દુબઈથી ઉડાન ભર્યા બાદ લગભગ બે કલાક સુધી બધું સામાન્ય હતું. વિમાન થોડા જ સમયમાં ઈઝરાયલના તેલ અવિવ શહેરમાં પહોંચવાનું હતું. એ પહેલાં જ ઓમાની પાયલટે પ્લેનને પોતાના કંટ્રોલમાં લેવાનો પ્રયાસ શરૂ કરી દીધો. આ પ્રયાસ દરમિયાન પહેલાં હાથાપાઈ થઈ. થોડી જ વારમાં ઓમાની પાયલટે ફાયર એક્સ્ટિંગ્વિશરમાં લાગેલી કુહાડી ઉઠાવી અને પાયલટ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.

હુમલા દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરને એ સમજવામાં વાર ન લાગી કે ઓમાની મૂળના પાયલટનો ઈરાદો શું છે. આ પાયલટ માત્ર આક્રમક જ નહોતો, પરંતુ તેનો પ્લાન વિમાનને હાઈજેક કરવાનો હતો.

 


જોકે ઈરાન પહેલા દિવસથી જ આવી કોઈપણ ષડયંત્રમાં પોતાની ભૂમિકાનો ઈનકાર કરી રહ્યું છે પરંતુ આ વાતની હકીકત સામે આવવામાં હવે વધુ સમય લાગશે નહીં, કારણ કે ઓમાની પાયલટ ઈઝરાયલી એજન્સીઓની કસ્ટડીમાં છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ભારપૂર્વક કહ્યું કે તેઓ પ્લેન હાઈજેકના ષડયંત્રની અંતિમ કડી સુધી પહોંચશે.

 

 

ઈઝરાયલી સેનાનું આ નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ઓમાની પાયલટ વિમાનને હાઈજેક કરી લેત અને તેલ અવિવમાં 9/11 જેવી ઘટનાને અંજામ આપવા આગળ વધત, તો ઈઝરાયલી સેના સમગ્ર પ્લેનને હવામાં જ તોડી પાડત.

હાઈજેક થાય તો પ્લેન તોડી પાડત    
હાઈજેકનું સિગ્નલ મળ્યા બાદ ઈઝરાયલી સેનાએ જે ફાઈટર જેટ્સ મોકલ્યા હતા, તેના બે હેતુ હતા. જો હુમલાખોર કાબૂમાં હોય તો પ્લેનને એસ્કોર્ટ કરીને સુરક્ષિત લેન્ડિંગ કરાવવાનું હતું. જો પ્લેન હાઈજેક થઈ જાય અને ઓમાની પાયલટ સાથે વાતચીત નિષ્ફળ જાય, તો ઈઝરાયલી જેટ્સ તેને હવામાં જ તોડી પાડત. 

આ નિર્ણય તેલ અવિવમાં 9/11 જેવા હુમલાને રોકવા માટે લેવામાં આવ્યો હતો. મુસાફરો અને ક્રૂને બચાવવા માટે ઈઝરાયલી એરફોર્સની વિશેષ કમાન્ડો યુનિટ શાલદાગને પણ તૈનાત કરવામાં આવી હતી.

આ જ તૈયારીઓ દરમિયાન ઈઝરાયલી એજન્સીઓને શંકા ગઈ કે પ્લેન હાઈજેક કરીને તેલ અવિવ જેવા શહેરમાં હુમલો કરવાની પ્લાનિંગ ઈરાની એજન્સીઓની હોઈ શકે છે. હુમલાના ષડયંત્રથી પોતાને અલગ રાખવા માટે વિદેશી આતંકવાદી સંગઠનનો ઉપયોગ કરવો કોઈ નવી બાબત નથી.

‘ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારા’થી પ્રભાવિત

અમેરિકન અને ઈઝરાયલી એજન્સીઓની પ્રાથમિક તપાસ અને આરોપીની વ્યક્તિગત માહિતીની તપાસ બાદ જાણવા મળ્યું છે કે ઓમાની પાયલટ ‘ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારા’થી પ્રભાવિત થઈ ચૂક્યો હતો. અને સંભવતઃ આ જ ભાવનાથી આક્રમક બનીને તેણે પ્લેન હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો અને પોતાના કેપ્ટન પર હુમલો કરીને પ્લેનને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કર્યો. 

આ દરમિયાન સારા સમાચાર એ છે કે કેપ્ટર સ્મિત મચ્છારને દુબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કર્યા બાદ તેમની હાલત સુધરી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેની પુષ્ટિ ખુદ UAEમાં ભારતના રાજદૂતે કરી છે.

કેપ્ટન મચ્છારે જે હિંમત સાથે પ્લેનનો કંટ્રોલ ઓમાની પાયલટના હાથમાં જતો અટકાવ્યો અને ઘાયલ થયા બાદ પણ 180 મુસાફરોના જીવ બચાવ્યા, તેની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ રહી છે...

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES