SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ફ્લાયદુબઈની ફ્લાઈટમાં આખરે તીક્ષ્ણ હથિયાર પહોંચ્યું કઈ રીતે, કેમ વિમાનમાં રાખવામાં આવે છે 'કુહાડી'?

દુબઈથી ટેકઓફ થયેલી તેલ અવિવ જનારી ફ્લાઈટમાં બુધવારે મોટી હોનારત સર્જાતા રહી ગઈ. કોપાયલટે ભારતીય મૂળના કેપ્ટન પર હુમલો કર્યો જેમાં કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા જો કે તેમણે સાહસ દેખાડીને વળતો પ્રહાર કરતા મુસાફરોના જીવ બચાવ્યા હતા. પરંતુ અહીં સવાલ એ છે કે વિમાનમાં હથિયાર જેવી વસ્તુ આવી કેવી રીતે? તો ખાસ જાણો.

Written By Viral Raval
Published: Oct 01, 2026, 12:48 PM IST | Updated: Oct 01, 2026, 02:47 PM IST
Join

ગુજરાતી મૂળના પાયલટ સ્મિત મચ્છર હાલ દુનિયાભરમાં પ્રશંસાને પાત્ર બન્યા છે કારણ કે તેમણે અદમ્ય સાહસ દાખવીને વિમાનમાં સવાર 180 લોકોના જીવ બચાવવામાં સિંહ ફાળો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ, પીએમ મોદી સહિતની હસ્તીઓએ તેમને ખુબ બિરદાવ્યા અને સાચા હીરો ગણાવ્યા. જો કે આ બધા વચ્ચે સૌથી મોટો લોકોના મનમાં એ સવાલ હતો કે આખરે પ્લેનમાં ચાકૂ આવ્યું કેવી રીતે? કારણ કે અહેવાલોમાં ચાકૂથી સ્મિત મચ્છર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે એ ચાકૂ ન હતું પરંતુ કોકપિટમાં પહેલેથી જ હાજર ફાયર એક્સ એટલે કે ક્રેશ એક્સેનો ઉપયોગ  થયો હતો.  

હથિયાર કઈ રીતે ગયું પ્લેનમાં?
સામાન્ય રીતે જોઈએ તો વિમાનમાં સુરક્ષા મુદ્દે જરાય બાંધછોડ થતી નથી. નેઈલ કટરથી લઈને ઝીણામાં ઝીણી અણિયાળી વસ્તુઓ પર પ્રતિબંધ હોય છે. પરંતુ આમ છતાં આવું ધારદાર હથિયાર પ્લેનમાં પહોંચ્યું કઈ રીતે? દુબઈથી ઈઝરાયેલના તેલ અવિવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કેપ્ટન તરીકે ભારતીય મૂળના સ્મિત મચ્છર હતા અને કો પાયલટ ઓમાની નાગરિક હતો. જેણે ફ્લાઈટ ટેકઓફ થયાના થોડા સમય વિત્યા બાદ અચાનક હુમલા શરૂ કર્યા હતા. જેમાં કેપ્ટન સ્મિત  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

તપાસમાં શું સામે આવ્યું?
મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે વિમાનમાં બહારથી કોઈ ચાકૂ કે હથિયાર આવ્યું નથી પરંતુ જેનાથી હુમલો થયો તે વિમાનમાં પહેલેથી જ હાજર ફાયર એક્સ એટલે કે ક્રેશ એક્સે હતું. આંતરરાષ્ટ્રીય વિમાનન નિયમો મુજબ આ કુહાડી જેવી વસ્તુ વિમાન બને ત્યારે  ફેક્ટરીમાંથી જ તેની સાથે ફિટ કરવામાં આવતી હોય છે જે નિયમો મુજબ રાખવી ફરજિયાત છે. આ અંગે કાયદો પણ છે.

શાં માટે રખાય છે આ વસ્તુ?
આ કુહાડી રાખવા પાછળનો  હેતુ કોઈ હુમલા માટે નહીં પરંતુ ઈમરજન્સીમાં ઉપયોગી થાય તેના માટે હોય છે. જે લોકોના જીવ બચાવી શકે છે. કોકપિટમાં અંદર દીવાલો, છતોની લાઈનિંગ, નીચેની પેનલોની પાછળ છૂપાયેલા વીજળીના તારો કે સર્કિટમાં આગ લાગે  ત્યારે સામાન્ય રીતે બહાર પહોંચવું મુશ્કેલ બનતું હોય છે. આવી કટોકટીની સ્થિતિમાં ક્રૂ સભ્યો આ કહાડીથી પેનલ કાપીને આગ બુઝાવવાનું કામ કરી શકે છે. વિમાનની આંતરિક રચનાની અંદર છૂપી આગને  કાબૂમાં કરવા માટે ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ કુહાડીનો ઉલ્લેખ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ સીબીએસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પણ કર્યો છે.

આ કુહાડીના બીજા શું ઉપયોગ થઈ શકે?

શું કટ્ટરપંથી હતો કો પાયલટ

ઓમાન-ઈઝરાયેલ વચ્ચે કેવા સંબંધ?

આતંકી હુમલાનો દાવો
બીજી બાજુ ઈઝરાયેલના રક્ષામંત્રીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મુસાફરોની બહાદુરીના કારણે હુમલો નિષ્ફળ થયો. યાનિવ હાયુન નામના એક ઈઝરાયેલી નાગરિકે તેમાં મહત્વની ભૂમિકા ભજવી જે પીએમ બેન્જામિન નેતન્યાહૂને પણ મળ્યો હતો. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES