SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટ્રમ્પના નિશાન પર 16 દેશો... નવો ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી, ભારત પર પણ ખતરો!

Trump Tariff Threat: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ખતરો ફરી એકવાર મંડરાઈ રહ્યો છે. આ વખતે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 16 દેશો નિશાના પર છે અને ભારત સામે પણ ટેરિફમાં વધારાનું જોખમ તોળાઈ રહ્યું છે.

Written By Dilip Chaudhary
Published: Nov 24, 2026, 23:10 IST | Updated: Nov 24, 2026, 23:12 IST
Join

Trump Tariff Threat: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દુનિયામાં ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી કરી રહ્યા છે અને આ વખતે તેમના નિશાના પર 16 દેશો છે. એક અહેવાલ અનુસાર, ચિંતાજનક બાબત એ છે કે તેમની નવી યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા આ દેશો પર અગાઉથી લાગુ ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે અને ભારત પર પણ નવા US ટેરિફનું જોખમ મંડરાઈ રહ્યું છે.

ભારત, ચીનથી જાપાન સુધી સંકટ

ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ભારતને ટ્રમ્પ ટેરિફના વધુ એક રાઉન્ડનો સામનો કરવો પડી શકે છે. કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એવા દેશો પર અગાઉથી લાગુ ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે, જેમના પર તેમણે સબસિડી અને અન્ય સરકારી સહાય દ્વારા સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પની ટેરિફ કાર્યવાહીના દાયરામાં ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન અને અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થવાની આશા છે.

ઈરાનની મહિલા સિંગરને મારવામાં આવ્યા 74 કોડા, હિજાબ વગર પરફોર્મ કરવા બદલ મળી સજા

અમેરિકાનું માનવું છે કે સબસિડી, નાણાકીય સહાય અને અન્ય નીતિગત સમર્થનને કારણે વિદેશી ઉત્પાદકો ઓછા ભાવે માલ બનાવી શકે છે. ત્યારબાદ આ કંપનીઓ પોતાનાં ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં સારા ભાવે વેચે છે, જેના કારણે અમેરિકન ઉત્પાદકો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે આનાથી અમેરિકાના વ્યવસાયો માટે સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર નબળું પડે છે.

ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત!

ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં ટ્રમ્પની આ ટેરિફ યોજનાથી જોડાયેલા લોકોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીર આ જ અઠવાડિયે અમેરિકાની તપાસનાં પરિણામોની જાહેરાત કરી શકે છે. જોકે, આ સમયમર્યાદામાં ફેરફાર પણ થઈ શકે છે.

ભારત માટે ટ્રમ્પની આ ટેરિફ યોજનાનો સમય ખાસ કરીને સેસેન્ટિવ છે, કારણ કે નવી દિલ્હી અને વોશિંગ્ટન હજુ પણ પોતાના ટ્રેડ કરાર અંગે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પને લઈને અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ US ટેરિફ નીતિમાં આવેલા ફેરફારને કારણે આ કરાર હજુ સુધી પૂર્ણ થઈ શક્યો નથી.

કોને થશે નવા ટેરિફની અસર?

ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પ્રસ્તાવિત ટેરિફ નિશાન બનાવવામાં આવેલી અર્થવ્યવસ્થાઓ દ્વારા નિકાસ કરવામાં આવતા મોટાભાગના ઉત્પાદનોને આવરી લેશે. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ્સ જેવા કેટલાક ઔદ્યોગિક માલસામાનને તેમાંથી બાકાત રાખવામાં આવી શકે છે, કારણ કે તેના પર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે પહેલેથી જ અલગ ટેરિફ લાગુ છે.

જોકે, ભારત અથવા યાદીમાં સામેલ અન્ય કોઈ દેશ પર અંતિમ ટ્રમ્પ ટેરિફ દર હાલમાં નક્કી કરવામાં આવ્યા નથી. પરંતુ અમેરિકાના અધિકારીઓએ વારંવાર સંકેત આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર 2025માં લાદવામાં આવેલા ટેરિફ જેટલી જ ડ્યૂટી લગાવવા માગે છે. તમામ દેશો પર તેની અસર એકસરખી થવાની અપેક્ષા નથી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES