ચીનને મળ્યો દુર્લભ ધાતુઓનો મસમોટો ખજાનો, સોના ઉપરાંત ફાઈટર જેટ્સમાં વપરાતું રેનિયમ, નિકલ પણ મળ્યું
China News: ભારતની પાડોશમાં ચીને એવી ખણખોદ કરી કે તેને વળી પાછો દુર્લભ ખજાનો હાથ લાગ્યો છે. એક વર્ષ સુધી યુદ્ધસ્તરે સર્વે કરાવ્યા બાદ હવે તેને સોના સહિત અનેક કિમતી અને દુર્લભ ધાતુઓના ભંડાર હાથ લાગ્યા છે.
Published: Oct 31, 2026, 04:12 PM IST
| Updated: Oct 31, 2026, 04:18 PM IST
ડ્રેગન આમ પણ રેર અર્થ મટીરિયલ સારું એવું ધરાવે છે. એવામાં વળી પાછો તેને ખજાનો હાથ લાગ્યો છે. ચીનને આ વખતે ધરતીના પેટાળમાંથી એવો ખજાનો મળ્યો છે કે તે વૈશ્વિક સ્તરે તેને મોટો ફાયદો કરાવી શકે તેમ છે. જેને પગલે આવનારા સમયમાં તે અન્ય દેશો કરતા ઘણું આગળ વધી શકે છે. ચીને એક મહિના જેટલો સર્વે કરાવ્યો અને હવે તેને પોતાની ધરતીના પેટાળમાંથી સોના ઉપરાંત રેનિયમ અને જિરકોન જેવા ખનિજોનો ભંડાર મળ્યો છે.
યુદ્ધસ્તરે ચલાવ્યું હતું સર્ચ અભિયાન
આ ખજાનો મેળવવા માટે ચીને યુદ્ધસ્તરે દેશના 27 પ્રાંત, ઓટોનમસ રિજન્સ, અને નગરપાલિકાઓમાં 17 મહત્વપૂર્ણ મિનરલ્સની શોધ આદરી હતી. આ કામમાં 100થી વધુ વૈજ્ઞનિક સંસ્થાનો, યુનિવર્સિટીઓ અને લગભગ 2000 જમીન વૈજ્ઞાનિકો તથા સર્વેક્ષકોની ટીમે દિવસ રાત કામ કર્યું. આ દરમિયાન 1800થી વધુ ચાલુ ખાણો અને ડઝનો જેટલા મોટા-મધ્યમ ખનન વિસ્તારોની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ.
રેનિયમનો પુષ્કળ ભંડાર
- ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય અને સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના લેટેસ્ટ આંકડા મુજબ સૌથી વધુ ફાયદો રેનિયમના ભંડારને થયો છે. આ નવી શોધ બાદ રેનિયમનો ભંડાર 200 ટકાથી વધુ વધ્યો છે.
- અત્રે જણાવવાનું કે રેનિયમ દુનિયાની સૌથી દુર્લભ અને ખુબ જ કિંમતી ધાતુમાં ગણાય છે.
- તેનો ઉપયોગ ફાઈટર વિમાનો અને રોકેટના સુપર એલોય જેટ એન્જિન બનાવવામાં થાય છે.
- રેનિયમના નવા ભંડાર મળવાથી ચીનની એરોસ્પેસ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને ખુબ ફાયદો થઈ શકે છે.
સોના અને નિકલના પણ મળ્યા ભંડાર
- રેનિયમ ઉપરાંત ચીનને સોના અને નિકલના પણ ભંડાર મળ્યા છે.
- જે નવો સોનાનો ભંડાર મળ્યો છે તે 50 મોટા મિનરલ રિઝર્વ બરાબર છે.
- નિકલનો ભંડાર 30 મોટા રિઝર્વ બરાબર છે.
- ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરીઓ, અને રક્ષા ઉપકરણોના પ્રોડક્શનમાં નિકલનો ઉપયોગ થાય છે.
- તેની માંગ દિવસેને દિવસે વધી રહી છે.
- મોટો ભંડાર હાથ લાગવાથી ચીનના મેન્યુફેક્ટરિંગ સપ્લાય ચેનને મજબૂતી મળશે.
જિરકોનનો પણ ભંડાર મળ્યો
- સોના, રેનિયમ ઉપરાંત ચીનને શિનજિયાંગના બાઈચેંગમાં જિરકોનનો મોટો રિઝર્વ મળ્યો છે.
- જિરકોનથી નીકળતા જિરકોનિયમનો ઉપયોગ પરમાણુ રિએક્ટરોમાં યુરેનિયમ ફ્યૂલ રોડ્સની બહારની સુરક્ષા પરત બનાવવામાં થાય છે.
- ચીન અત્યાર સુધી જિરકોન માટે આયાત પર જ નિર્ભર હતું.