SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સ્પેનના કૈનરીમાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, 8 લોકોના ડુબી જવાથી મોત

સ્પેનના કૈનરી આઈલેન્ડ પાસે 100 જેટલા પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની ખબર સામે આવી છે. 6 જેટલા લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Written By Krupa Shah
Published: Nov 28, 2026, 07:42 IST | Updated: Nov 28, 2026, 07:43 IST
Join

સ્પેનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં 100 જેટલા પ્રવાસીઓ ભરેલી બોટ દરિયામાં પલટી હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે સ્પેનમાં ચુંટણી થવાની છે. આ ઘટનાથી ફરી એકવાર જોમખી સમુદ્રી મુસાફરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

રવિવારે સ્પેનમાં ચૂંટણી થવાની છે તે પહેલા કૈનરી આઈલેન્ડ નજીક આ દુર્ઘટના થઈ છે. જાણવા મળતી માહિતી અનુસાર એક બોટ જેમાં 100 જેટલા પ્રવાસીઓ સવાર હતા તે એલ હિએરો ટાપુથી 72 કિલોમીટર દક્ષિણમાં મળી હતી. દુર્ઘટનાના કારણ અંગે કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકો સવાર હતા.

ઘટના અંગે કૈનરી આઈલેન્ડના રીજનલ લીડર ફર્નાડો ક્લાવિજોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનાના કારણે દુનિયાના સૌથી ખતરનાક સમુદ્રી માર્ગ એટલે કે એટલાંટિક સમુદ્ર પર યાત્રા કરવાના જોખમને ઉજાગર કરે છે. આ ઘટના પછી સ્પેન સરકાર અને યૂરોપીય આયોગને તુરંત કાર્યવાહી કરવા કહેવાય રહ્યું છે.

મહત્વનું છે કે કૈનરી આઈલેન્ડ પર ઓક્ટોબરથી જ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. 25 નવેમ્બર એ એક જ દિવસમાં 2100 પ્રવાસીઓ નોંધાયા હતા. દર વર્ષે હજારો પ્રવાસીઓ સમુદ્રની ઊંચી લહેરો અને ખરાબ વાતાવરણ વચ્ચે પણ એટલાંટિક મહાસાગર પાર કરી સ્પેન પહોંચવાનો પ્રયત્ન કરે છે.

જો તાજેતરમાં થયેલી બોટ દુર્ઘટનામાં પ્રવાસીઓ કોણ હતા અને બોટ કયા કારણે ડુબી તેની પુષ્ટિ કરવામાં નથી આવી. જાણકારી એટલી સામે આવી છે કે અત્યાર સુધીમાં આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 6 જેટલા લોકોની હાલત ગંભીર છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES