SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટ્રમ્પનો ક્રોધાગ્નિ કે ઈરાનની જીદ્દ? મિડલ ઈસ્ટમાં ફરી મોટો ધડાકો થવાના એંધાણ, ઈરાનની ૭ શરતોનું સસ્પેન્સ

અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે કારણ કે ટ્રમ્પના વિરોધીઓની સાથે ઈરાનમાં પણ તેમની હારની ઉજવણી થઈ રહી છે. બસ, આ જ વાતથી નારાજ થયેલા ટ્રમ્પે ઈરાન પર હુમલાની ધમકી આપી દીધી છે. જોકે ઈરાને પણ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ વખતે અમેરિકાએ કોઈ પણ પ્રકારનો હુમલો કર્યો તો સમગ્ર મિડલ ઈસ્ટમાં હાહાકાર મચી જશે. આખરે કેવી રીતે? જુઓ આ ખાસ અહેવાલમાં.

Written By Karan Rajput
Published: Nov 07, 2026, 03:11 PM IST | Updated: Nov 07, 2026, 03:20 PM IST
Image Credit: Ai Image
Join

US Midterm Elections : અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને જે રીતે હારનો સામનો કરવો પડ્યો છે. તેની ઉજવણી માત્ર અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ જ નથી કરી રહ્યા પરંતુ ઈરાનમાં પણ ટ્રમ્પની હારને લઈને જશ્નનો માહોલ છે. ઈરાનના અલગ-અલગ શહેરોમાંથી ઉજવણીની તસવીરો સામે આવી રહી છે.

જો કે, ઈરાનમાં ઉજવણી કરવાની રીત કંઈક અલગ જ છે. ક્યાંક બિલબોર્ડ પર ટ્રમ્પના પોસ્ટર સળગાવવામાં આવી રહ્યા છે. તો ક્યાંક ટ્રમ્પને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આટલું જ નહીં, ઈરાનની રાજધાની તેહરાનના તાજરીશ સ્ક્વેરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વેશ ધારણ કરેલા એક શખ્સને ફાંસીના માંચડે લટકાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ પણ યોજાયો.

ટ્રમ્પનો ગુસ્સો ચરમસીમાએ 

ઈરાનમાંથી સામે આવી રહેલી આવી જ તસવીરો જોઈને ટ્રમ્પ નારાજ થયા છે. ટ્રમ્પનો ગુસ્સો ચરમસીમાએ છે ત્યારે અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં મળેલી હારનો બદલો લેવા ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે છે અને ખુદ ટ્રમ્પે જ આવી શક્યતા વ્યક્ત કરી છે.

 હું બાકીના દેશોને બરબાદ કરવા માગતો નથી

ઈરાનમાં છેલ્લા સાત મહિનામાં અમે ઘણું બધું હાંસલ કર્યું છે. અમે જે કરી શકીએ તેમ છીએ.પરંતુ હવે અમે નિર્ણય લઈશું કે ભવિષ્યમાં આવું ફરી ન થાય. જો શક્ય હોય તો હું બાકીના દેશને બરબાદ કરવા માગતો નથી. પરંતુ કદાચ મારે આવું કરવું પડી શકે છે.જેના વિશે તમને ટૂંક સમયમાં જાણ થઈ જશે.

તો શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધનો પ્રારંભ થશે? શું મિડલ ઈસ્ટ ફરી એકવાર બારૂદી હુમલાઓથી ધધકી ઊઠશે? કારણ કે મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા નુકસાન પાછળ ઈરાન યુદ્ધની ભૂમિકા મહત્ત્વની રહી હોવાનું માનવામાં આવે છે. ખુદ ટ્રમ્પ પણ સ્વીકારી ચૂક્યા છે કે યુદ્ધના કારણે પેટ્રોલના ભાવ વધ્યા. જેની અસર ચૂંટણી પર પડી.

ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં પણ મતભેદ શરૂ

એટલું જ નહીં, અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં પણ મતભેદ શરૂ થયા છે. વિદેશમંત્રી માર્કો રૂબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ ટ્રમ્પથી અંતર બનાવી રહ્યા  છે. આવી સ્થિતિમાં હવે ટ્રમ્પ ઈરાન પાસેથી બદલો લેવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે. જોકે, ઈરાને પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે અમેરિકાએ એક પણ હુમલો કર્યો તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

જો કે, ઈરાને અમેરિકા સમક્ષ નવો પરમાણુ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. કતાર મારફતે આ પ્રસ્તાવ અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે જેમાં ઈરાને સાત શરતો મૂકી છે. ઈરાનનું કહેવું છે કે આ સાત શરતો પૂરી થયા બાદ જ પરમાણુ કાર્યક્રમ અંગે વાતચીત થશે અને હોર્મુઝની ખાડી ખોલવામાં આવશે. આખરે ઈરાનની એ સાત શરતો કઈ છે... તે પણ જાણી લો...


ખલીફાની 7 શરતો કઈ છે?     

પ્રથમ શરતઅમેરિકાના તમામ પ્રતિબંધો હટાવવામાં આવે.
બીજી શરતવિદેશોમાં જમા ઈરાનના નાણાં પરત કરવામાં આવે.
ત્રીજી શરતયુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે.
ચોથી શરતઅમેરિકાની નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવામાં આવે
પાંચમી શરતતેલના વેપાર પરના પ્રતિબંધો હટાવવામાં આવે.
છઠ્ઠી શરતઈરાનના સહયોગીઓ પરના હુમલા બંધ કરવામાં આવે.
સાતમી શરતમિડલ ઈસ્ટમાં અમેરિકી સેનાની તૈનાતી ઘટાડવામાં આવે.

હવે અમેરિકા ઈરાનની આ શરતો સ્વીકારે છે કે નહીં. તે હાલ સસ્પેન્સ છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અમેરિકા પહેલાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાતચીત કરવા માગે છે. જ્યારે ઈરાન પહેલાં આર્થિક અને સૈન્ય પ્રતિબંધો હટાવવાની માગણી કરી રહ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES