SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વાલીઓ સાવધાન! બાળકોને લિફ્ટમાં એકલા ન મોકલો, વડોદરામાં 4 વર્ષની બાળકી લિફ્ટમાં ફસાઈ

Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં લિફ્ટની ટેકનિકલ ખામીને કારણે ચાર વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમે સતત ત્રણ કલાક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર જવાનોએ બાળકીને સુરક્ષિત બહાર કાઢી હતી.

Written By Dilip Chaudhary
Published: Nov 01, 2026, 09:31 PM IST | Updated: Nov 01, 2026, 09:44 PM IST
Join

Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં લિફ્ટમાં ચાર વર્ષની માસૂમ બાળકી ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. લિફ્ટમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતાં બાળકી અંદર જ કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ચાર વર્ષની માસૂમ લિફ્ટમાં ફસાઈ

મળતી માહિતી મુજબ, ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં લિફ્ટમાં ચાર વર્ષની બાળકી ફસાઈ જતાં પરિવારજનોની ચિંતામાં મુકાઈ ગયા હતા. બાળકી લિફ્ટની અંદર ફસાઈ હોવાથી તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.

ખાખી વર્દી, સરકારી ગાડી અને ખંડણીનો ખેલ! સુરતમાં નકલી અધિકારીઓનો પર્દાફાશ

લગભગ ત્રણ કલાક ચાલ્યુ રેસ્ક્યૂ ઓપરેશન

આ રેસ્ક્યૂ ઓપરેશન લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. ફાયર જવાનોએ લિફ્ટના ઉપરના ભાગે પહોંચી જોખમી રીતે કામગીરી હાથ ધરી હતી. ટેકનિકલ મુશ્કેલીઓ વચ્ચે પણ ટીમે હિંમત અને કુશળતાથી બાળકીને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આખરે ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી હતી અને ચાર વર્ષની બાળકીને એક પણ ઈજા કે ખરોંચ વગર હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.

બાળકી હેમખેમ બહાર આવતાં પરિવારજનો ખુશ

બાળકી સુરક્ષિત બહાર આવતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પરિવારજનો અને સોસાયટીના રહીશોમાં ચિંતાનો માહોલ રહ્યો હતો. જોકે, બાળકી સુરક્ષિત મળી આવતાં સૌએ રાહત અનુભવી હતી. ફાયર બ્રિગેડના જવાનોની સમયસૂચકતા અને સાહસિક કામગીરીને સોસાયટીના રહીશોએ બિરદાવી હતી.

બાળકોને લિફ્ટમાં એકલા ન મોકલો

આ ઘટના લિફ્ટની જાળવણી અને સુરક્ષાના મુદ્દે પણ ધ્યાન દોરે છે. રહેણાક સોસાયટીઓમાં લિફ્ટની નિયમિત તપાસ, સમયસર સર્વિસિંગ અને ટેકનિકલ ખામીઓનું તાત્કાલિક નિરાકરણ જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો લિફ્ટનો ઉપયોગ કરતા હોય ત્યારે વાલીઓએ વધારાની તકેદારી રાખવી જોઈએ અથવા તો નાના બાળકોને લિફ્ટમાં એકલા ન મુકવા જોઈએ.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES