SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'પગમાં દુખાવો હોય તો ઘરે રહો', વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પાસે કાર રોકાવતા વિવાદ: DCP મંજીતા વણઝારા અને ડેપ્યુટી મેયર વચ્ચે ઉગ્ર બોલાચાલી

Vadodara News: વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોર્પોરેશનના પદાધિકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાનો વીડિયો વાયરલ થયો છે. નવલખી કૃત્રિમ તળાવ તરફ જવાના રસ્તા પર સોલાર બ્રિજ પાસે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના દંડકની કારને પોલીસે રોકી હતી. જેના કારણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસે ચાલીને તળાવ સુધી જવું પડ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે DCP સમક્ષ રજૂઆત કરવામાં આવતા બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે.

Written By Kinjal Patel
Published: Sep 27, 2026, 08:18 AM IST | Updated: Sep 27, 2026, 08:28 AM IST
Join

જયંતિ સોલંકી/વડોદરા: ગણેશ વિસર્જન દરમિયાન વડોદરામાં પોલીસ અને કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે નવલખી કૃત્રિમ તળાવ તરફ જવાના રસ્તા પર સોલાર બ્રિજ પાસે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ અને પક્ષના દંડકની કારને પોલીસે રોકી હતી. જેના કારણે વર્ષાબેન વ્યાસે કારમાંથી ઉતરીને ચાલતા તળાવ સુધી જવું પડ્યું હતું.

તળાવ સુધી પહોંચ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસે સમગ્ર મામલે DCP મંજીતા વણઝારા સમક્ષ રજૂઆત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં DCP દ્વારા પગમાં દુખાવો હોય તો ઘરે રહેવા જવું જોઈએ તેવી ટિપ્પણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

સમગ્ર મામલે મધ્યસ્થી કરવા પહોંચેલા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સાથે પણ DCPની બોલાચાલી થઈ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. DCP દ્વારા ‘રાઈનો પર્વત ન બનાવો’ તેવી ટિપ્પણી કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે સમગ્ર મામલો મોટો વિષય ન હોવાનું જણાવ્યું છે અને ગણેશ વિસર્જનની વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે મહત્વનું હોવાનું કહ્યું છે.

હાલ સમગ્ર મામલે મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ થયા છે. પોલીસ અને કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે થયેલી આ બોલાચાલીનો વીડિયો વાયરલ થયા બાદ હવે આગામી સમયમાં આ મામલે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સૌની નજર છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES