SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઈમારત મોટી, સારવાર અધૂરી : રાત્રિના સમયે કલેક્ટરે કરી સરપ્રાઈઝ રેડ, આબરૂના ધજાગરા ઉડ્યા

Chhotaudepur General Hospital : કરોડો રૂપિયાના ખર્ચે સરકારી હોસ્પિટલ બની હોય તેમ છતાં અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડતો હોય તો કહી શકાય. કેમ કે છોટાઉદેપુર જિલ્લામાં કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવી અને દર્દીઓની સારવાર પણ શરૂ કરવામાં આવી પરંતુ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોનો સ્ટાફ પુરતો નથી મુકવામાં આવ્યો. જેના કારણે ગ્રામિણ વિસ્તારમાંથી સારવાર માટે આવતા દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે કેવી છે છોટાઉદેપુર જિલ્લામાં બનેલી નવી હોસ્પિટલની સ્થિતિ જોઈએ આ ખાસ અહેવાલમાં.

Written By Karan Rajput
Published: Sep 24, 2026, 04:09 PM IST | Updated: Sep 24, 2026, 04:13 PM IST
Join

Collector Gargi Jain Night Visit : કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલનો હેતુ સ્પષ્ટ હતો કે છોટાઉદેપુર ઉપરાંત મધ્યપ્રદેશની સરહદ અને જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓને સ્થાનિક સ્તરે જ સારી અને સમયસર સારવાર મળી રહે.

પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓની વાત સાંભળીએ તો સ્થિતિ અલગ જ દેખાય છે.

દૂરના ગામડાઓમાંથી આશા લઈને આવતા કેટલાક દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. કેમ કે હોસ્પિટલમાં ડોક્ટરોનો પુરતો સ્ટાફ જ નથી. જેના કારણે દર્દીઓ અને દર્દીઓના પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે.

ડોક્ટરો ન હોવાથી સારવાર મળતી નથી

હોસ્પિટલ શરૂ થતા આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો સારવાર માટે આવવા લાગ્યા છે. હોસ્પિટલમાં બેડ મળે છે પરંતુ પુરતા ડોક્ટરો ન હોવાથી સારવાર મળતી નથી. હોસ્પિટલમાં ગાયનેક અને ઓથોપેડિક ડોક્ટર જ ન હોવાથી દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જો કે બીજી તરફ સિવિલ સુપ્રિટેન્ડ પણ સ્વિકારી રહ્યા છે કે, હોસ્પિટલમાં સ્ટાફની ઘટ છે. હોસ્પિટલમાં દિવસે તો નર્સિંગ સ્ટાફ પુરતો હોય છે પરંતુ રાત્રીના સમયે નર્સિંગ સ્ટાફની ઘટ હોવાથી દર્દીઓ પરેશાન થાય છે.

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જનરલ હોસ્પિટલની રાત્રિના સમયે સરપ્રાઇઝ મુલાકાત

હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલી અને દર્દીઓના સગાઓની ફરિયાદો બાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જનરલ હોસ્પિટલની રાત્રિના સમયે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. રાત્રિના સમયે હોસ્પિટલ પહોંચેલા કલેક્ટરની નજરે પણ કેટલીક ત્રુટિઓ સામે આવી.  સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ગંદકી તેમજ કેટલાક કર્મચારીઓની ગેરહાજરી ધ્યાને આવી હોવાની માહિતી છે. જે બાદ આર.એમ.ઓ. અને સી.ડી.એમ.ઓ.ને નોટિસ આપવામાં આવી છે.

કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલી હોસ્પિટલ શોભાનો ગાંઠિયો

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને સરહદી વિસ્તારના દર્દીઓ માટે આ જનરલ હોસ્પિટલ આશીર્વાદ સમાન બની શકે છે. કારણ કે ગંભીર દર્દીઓ માટે નજીકમાં જ સારવારની સુવિધા ઉપલબ્ધ થાય. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને હોસ્પિટલની ભવ્ય ઈમારત ઉભી કરી દેવી એ એક બાબત છે પરંતુ એ ઈમારતની અંદર જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ હોવી, પૂરતો સ્ટાફ હોવો નિષ્ણાત તબીબોની હાજરી હોવી અને દર્દીને સમયસર સારવાર મળવી એ પણ જરૂરી છે.

 

 

 

 

Add Zee News as a Preferred Source

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES