SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ચોરી કરવા ઘૂસ્યા ને ખુદ જ ફસાઈ ગયા: સુરતમાં ચોરોની બુદ્ધિ ભ્રષ્ટ થતા અંદરથી જ કરવી પડી 'બચાવો'ની બૂમ!

Surat burglary : ચોરીના ઈરાદાઓ તો ઘણા જોયા હશે, પણ સુરતના આ ચોરોનો કિસ્સો ખરેખર આંખો ખોલી નાખનારો છે. સવાલ એ નથી કે તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા, પણ મોટો સવાલ એ છે કે ગુનો આચરવા નીકળેલા બદમાશોની બુદ્ધિ કેવી રીતે ભ્રષ્ટ થઈ ગઈ કે તેઓ પોતાની જ જાળમાં ફસાઈ ગયા! કહેવાય છે ને કે પાપનો ઘડો જ્યારે ભરાય છે ત્યારે કુદરત સીધી રીતે નહીં તો આવી રીતે ન્યાય કરે છે...શું થયું સુરતના ચોર સાથે જોઈશું સાવધાન ગુજરાતમાં...

Written By Karan Rajput
Published: Sep 28, 2026, 02:31 PM IST | Updated: Sep 28, 2026, 04:37 PM IST
Image Credit: Surat bizarre crime news
Join

bizarre crime news : ચોરી કરવા માટે પ્લાનિંગ જોરદાર હતું...રવિવારની રજાનો દિવસ પણ પરફેક્ટ હતો, પરંતુ નસીબે એવી ગુલાંટ મારી કે ચોરો પોતે જ જેલના પાંજરાની જેમ કારખાનામાં પૂરાઈ ગયા! સુરતના ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં બમરોલી રોડ પર આવેલા એક બંધ કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે બદમાશો માટે આખી રાત કાળ બનીને ત્રાટકી...

પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહેતો 18 વર્ષીય રોશન સહાની અને તેનો સગીર સાગરીત ચોરીના ઈરાદે બંધ કારખાનામાં છાનામાના ઘૂસી તો ગયા...પરંતુ અંદર એટલું અંધારું અને માલસામાન વેરવિખેર હતો કે બંને જણા ક્યાંથી અંદર આવ્યા હતા એ રસ્તો જ ભૂલી ગયા! કલાકો સુધી દરવાજો શોધવા માટે અંધારામાં ફાંફા માર્યા, પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો...

સમય વીતતો ગયો તેમ ચોરી કરવાનો ઉત્સાહ ગભરાટમાં બદલાઈ ગયો...કારખાનામાં ભૂખ્યા-તરસ્યા કેદ થઈ જવાના ડરથી બંને અધમૂઆ થઈ ગયા...આખરે કોઈ રસ્તો ન જડતા બંને ત્રીજા માળે પહોંચ્યા અને ત્યાં આવેલી બારીમાંથી નીચે ઉભેલા લોકોને જોઈને જોરજોરથી "બચાવો... બચાવો..." ની બૂમો પાડવા લાગ્યા!..

ચોરી કરવા ગયા ને ભરાઈ ગયા
ચોરોની ગણતરી પડી ઊંધી
ચોરી કરવા ઘૂસ્યા, ફસાઈ ગયા
ચોરોને જ પાડવી પડી 'બચાવો'ની બૂમ
અંદર ચોર, બહાર પોલીસ

રાતના સન્નાટામાં બંધ કારખાનામાંથી ચીસાચીસ સાંભળી રાહદારીઓ અને સ્થાનિકો એકઠા થઈ ગયા... કોઈ અઘટિત ઘટના ઘટી હોવાની શંકા સાથે તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરાયો. ઘટનાસ્થળે પહોંચેલી પીસીઆર વાને મામલો સમજીને તાત્કાલિક મજુરા ફાયર સ્ટેશનની ટીમને મેસેજ કર્યો...ફાયરના જવાનોએ રેસ્ક્યૂ સાધનોની મદદથી ભારે જહેમત બાદ બંનેને બારી વાટે સહીસલામત નીચે ઉતાર્યા...

બારીમાંથી નીચે પગ મૂકતા જ પોલીસે બંનેને કોર્ડન કરી લીધા

ત્રીજા માળેથી નીચે ઉતરીને બંને ચોરોએ માંડ રાહતનો શ્વાસ લીધો ત્યાં જ તેમની સામે યમરાજની જેમ ખાખી વર્દી ઉભેલી જોવા મળી...બારીમાંથી નીચે પગ મૂકતા જ પોલીસે બંનેને કોર્ડન કરી લીધા તાત્કાલિક ઝડપી પાડી ખટોદરા પોલીસને સોંપી દીધા...

 જેલના સળિયા પાછળ ધકેલી દીધા 

આ અજીબોગરીબ કિસ્સો સુરતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે...હાલ તો ખટોદરા પોલીસે રોશન સહાની અને તેના સાથીદાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અને તેમની પૂછપરછ શરૂ કરી છે કે તેઓ અગાઉ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? પણ આ ઘટનાએ સાબિત કરી દીધું કે જ્યારે પાપનો ઘડો ભરાય છે, ત્યારે કુદરત પણ ચોરોની બુદ્ધિ હરી લે છે!...

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES