રાજકોટમાં પાવર કેપ્સુલના નામે છેતરપિંડી, અશ્લીલ ક્લિપ્સ મોકલી યુવાનોને ફસાવતા, પોલીસે 10ને દબોચ્યા
Rajkot : આજના સમયમાં આપણી આસપાસ અને સોશિયલ મીડિયા પર સ્વસ્થ શરીર બનાવવાનો જાણે એક ટ્રેન્ડ જ ચાલી રહ્યો છે. સ્વસ્થ શરીર માટે અન્ય સમસ્યા કરતા જાણે જાતીય સમસ્યા બહુ મોટી હોય તેવું દર્શાવી તેને દૂર કરવા જુદી-જુદી સપ્લીમેન્ટ્સ વેચતા હોય છે. ત્યારે રાજકોટમાં નકલી સપ્લીમેન્ટ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
દિનેશ ચંદ્રવાડિયા, રાજકોટ: દેશ-દુનિયામાં હાલ જીમ, વર્કઆઉટ, બોડી બિલ્ડિંગ જેવા વિષયો જીવન શૈલીના ભાગ બની ગયા છે. સોશિયલ મીડિયાથી લઈને આસપાસ રહેતા લોકો પણ પોતાના શરીરને સુદઢ બનાવવાની લાઈનમાં લાગી ગયા છે. ત્યારે સમસ્યારહીત શરીર બનાવવા માટે અમુક વખતે લોકો દવા કે ઈન્જેક્શનનો પણ સહારો લેતા હોવાનો કિસ્સો સામે આવતો રહે છે.
વાવ-થરાદ : બે વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત, બહેનના પ્રેમીની ભાઈએ કરી હત્યા
જો કે, શારીરિક સમસ્યાઓમાં જાણે સૌથી મોટી સમસ્યા જાતીય સમસ્યાઓ હોય અને તેને દૂર કરવા માટે વેચાતી સપ્લીમેન્ટ્સનો કારોબાર હમણાં ખૂબ મોટો બન્યો છે. આવા જ ગેરકાયદે ચલાવતા કારોબારનો રાજકોટની ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો છે.
ભાયાવદર પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ટાઉન પોલીસે પકડેલા તમામ શખ્સોની ઊંમરનો સરવાળો કદાચ તેમણે આચરેલા અપરાધ સામે ટૂંકો પડી શકે. આ તમામની ધરપકડ એક એવા રેકેટના પર્દાફાશ ટાણે થઈ. જેણે સૌ કોઈને ચોંકાવી દીધા. આ તમામ આરોપીઓ લોકોને ટાર્ગેટ બનાવીને જાતીય સમસ્યા દૂર કરવાની દવાઓ વેચવાનું રેકેટ ચલાવતા હતા. જે અંગે જાણ થતા ભાયાવદર પોલીસે શહેરના ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા અને 10 આરોપીઓને દબોચી લીધા.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે વાત કરીએ તો, આરોપીઓ સ્ટેમિના વધારવાની દવાઓ ઓનલાઈન વેચતાઅને ઓનલાઈન ગ્રાહકોને લાલચ આપી આકર્ષતા, જે ગ્રાહક દવા અંગે પૂછે તેમને એક લીંક મોકલતા અને લીંકમાં બિભત્સ સાહિત્ય મોકલીને આકર્ષતા હતા, જે બાદ પરિવારને જાણ કરી દેવાની ધમકી ગ્રાહકને ધમકી આપીને ગ્રાહક પાસેથી રૂપિયા પડાવી લેતા હતા.
જો કે, આરોપીઓ ગ્રાહકને દવા પણ ન મોકલતા હોવાનો ખુલાસો થયો છે. ભાયાવદર પોલીસે શહેરમાં ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા. જેમાં 10 આરોપીઓની 5.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસે ત્રણ ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. સાથે જ સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ સહિતના ઈલેક્ટ્રીક સાહિત્યને પણ જપ્ત કર્યું છે. તો હજુ પકડવાના બાકી આરોપીઓને લઈ કાર્યવાહી શરૂ કરી દેવાય છે. જ્યારે બાકીના આરોપીઓ પકડાશે ત્યારે અન્ય શખ્સોની પણ સંડોવણી ખુલવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.