SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં? ભોજનમાં જીવાત મળ્યાનો વીડિયો વાયરલ

Rajkot Civil Hospital : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત મળી આવી છે. દાળભાતમાં જીવાત તરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Written By Dilip Chaudhary
Published: Sep 27, 2026, 06:58 PM IST | Updated: Sep 27, 2026, 07:08 PM IST
Join

Rajkot Civil Hospital : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. દર્દીઓને આપવામાં આવતા દાળ-ભાતમાં જીવાત મળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પૌષ્ટિક અને સ્વચ્છ ભોજન મળે તે જરૂરી છે, ત્યારે ભોજનમાં જીવાત મળી હોવાના દાવાને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે.

વાયરલ થયેલા વીડિયોમાં દાળ-ભાતમાં જીવાત તરતી જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોસ્પિટલ તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ અહીં સારવાર માટે આવે છે, ત્યારે તેમને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કોઈ બેદરકારી ન રહે તે જરૂરી છે.

ઝી 24 કલાકે કર્યું સિવિલના રસોડાનું રિયાલિટી ચેક

વાયરલ વીડિયો બાદ ઝી 24 કલાકની ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલના રસોડાનું રિયાલિટી ચેક કર્યું હતું. રિયાલિટી ચેક દરમિયાન રસોડામાં ચોખ્ખાઈ જોવા મળી હતી. રસોડામાં ભોજન તૈયાર કરવાની પ્રક્રિયા અને સ્વચ્છતા અંગેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જોકે, અગાઉ વાયરલ થયેલા વીડિયોમાં ભોજનમાં જીવાત હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાથી સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ રિયાલિટી ચેક દરમિયાન રસોડામાં સ્વચ્છતા જોવા મળી, તો બીજી તરફ વાયરલ વીડિયોને લઈને દર્દીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા અંગે સવાલો યથાવત છે.

દર્દીઓને શુદ્ધ ભોજન મળે તેવી માંગ

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ભોજન પણ સારવારનો મહત્વનો ભાગ છે. ખાસ કરીને બીમાર દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં ભોજનમાં જીવાત મળી હોવાના વાયરલ વીડિયોને પગલે તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારી નક્કી કરવામાં આવે તે જરૂરી છે.

દર્દીઓ અને તેમના પરિવારજનોની એક જ માંગ છે કે હોસ્પિટલમાં સારવારની સાથે તેમને સ્વચ્છ, પૌષ્ટિક અને શુદ્ધ ભોજન પણ મળે. હવે વાયરલ વીડિયોની હકીકત શું છે અને ભોજનમાં ખરેખર જીવાત કેવી રીતે પહોંચી તે અંગે તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

Add Zee News as a Preferred Source

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES