SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મોરબીમાં ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો જંગ: દિવાળી બાદ 'મહાપંચાયત'ની ચીમકી

Morbi Farmers Protest :મોરબીમાં ખાનગી વીજ કંપનીની લાઈનો અને વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જેતપર ગામે છેલ્લા 4 મહિનાથી આંદોલન ચલાવતા ખેડૂતોને તંત્ર દ્વારા MRC કમિટી અંગે નોટિસ અપાતા આજે કલેક્ટર કચેરીમાં મોટો હોબાળો થયો. મહિલાઓ અને બાળકો સહિત આખું જેતપર ગામ અને 5 તાલુકાના હજારો ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને તંત્રની તાનાશાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આંદોલન પર બેઠેલા ખેડૂતો કેમ થયા આકરા પાણીએ, જોઈએ જનતાની વાતમાં

Written By Karan Rajput
Published: Sep 25, 2026, 08:12 PM IST | Updated: Sep 25, 2026, 08:17 PM IST
Image Credit: Morbi Farmers Protest
Join


Khedut Andolan Gujarat : ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને પોલના વળતર મુદ્દે મોરબીના ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી લડત આપી રહ્યા છે. પરંતુ, ખેડૂતોની માંગણીઓ સંતોષવાને બદલે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 5 તાલુકાના 4,300 થી વધુ ખેડૂતોને એકસાથે MRC કમિટીમાં જોડાવા માટે નોટિસો ફટકારી દેવાતા ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો.


તંત્રના આ વલણ સામે જેતપર સત્યાગ્રહ છાવણીમાંથી મહિલાઓ, બાળકો અને વડીલો સાથે આખું ગામ કલેક્ટર કચેરીએ પહોંચી ગયું, અને તંત્રની કાર્યવાહીને તાનાશાહી ગણાવીને જમીનમાલિકોએ લેખિત વાંધા-અરજીઓ સાથે કલેક્ટરને સોંપી. 

ખેડૂતોએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે નવી વળતર નીતિનો પરિપત્ર જ મંજૂર થયો નથી, તો પછી MRC કમિટી માટે તંત્ર આટલો આગ્રહ કેમ રાખી રહ્યું છે? વીજ લાઈન નાખવાની તંત્રને આટલી બધી ઉતાવળ કેમ છે . ખેડૂતોએ તંત્ર સામે ભારોભાર રોષ ઠાલવ્યો છે અને આ અન્યાય સામે દિવાળી પછી મોરબીમાં વિશાળ 'ખેડૂત મહાપંચાયત' બોલાવવાની ચીમકી પણ આપી દીધી છે.

વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ 


ખેડૂતોના ભારે વિરોધ અને કલેક્ટર કચેરીએ ઉમટેલી હજારોની મેદનીને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેને પગલે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી કે  સરકારી નિયમો અને પરિપત્ર મુજબ જ ખેડૂતોને નોટિસો આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે કમિટીમાં ખેડૂતોનો પક્ષ સાંભળવાના હેતુથી જ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે અને જે ખેડૂતો આજે હાજર રહી શક્યા નથી, તેમને તંત્ર દ્વારા વધુ એક તક આપવામાં આવશે. 

વીજ કંપનીઓની દાદાગીરી સામે નમશે નહીં

હવે આ આંદોલન માત્ર જેતપર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર મોરબી જિલ્લામાં વ્યાપક રૂપ ધારણ કરી રહ્યું છે. પોતાના હક અને જમીનની કિંમત માટે લડી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈ પણ ભોગે વીજ કંપનીઓની દાદાગીરી સામે નમશે નહીં.

ગુજરાતમાં ભાજપ સરકાર સામે સૌથી વધુ રોષ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો છે. જો સરકાર આ બાબતે તાકીદે પગલાં નહીં ભરે તો સૌથી વધારે નુક્સાન અહીંથી ભોગવવાની તૈયારીઓ રાખવી પડશે. મોરબી હાલમાં આંદોલનનું કેન્દ્ર બનતું જાય છે. જો મોરબીમાં મહાપંચાયત ભરાઈ તો સૌથી વધારે નુક્સાન થવાની સંભાવના છે. આપ આ ટાંપીને બેઠું છે. 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES