SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: વીરપુરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, PM મોદી ત્રણ દિવસ ફિલિપાઈન્સના પ્રવાસે

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 16 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Gokani Dhaval
Published: Nov 16, 2026, 07:44 AM IST | Updated: Nov 16, 2026, 07:49 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..

 

16 Nov 2026 07:47 IST

વીરપુર સહિત રાજ્યભરમાં જલારામ જયંતીની ઉજવણી

આજે સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતી છે. વીરપુર સહિત રાજ્યભરના જલારામ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે વહેલી સવારથી જ વીરપુરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. વીરપુરમાં ઘરે-ઘરે રંગોળીઓ કરવામાં આવી છે. વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના જલારામ મંદિરમાં અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ, શોભાયાત્રા કાઢી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે.

16 Nov 2026 07:47 IST

ASEAN Summit માં સામેલ થશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર (16 નવેમ્બર) એ ત્રણ દિવસીય પ્રવાસ પર ફિલિપાઈન્સની રાજધાની મનિલા પહોંચશે. તેઓ અહીં વાર્ષિક ભારત-આસિયાન શિખર સંમેલન અને પૂર્વી એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયન દેશો વચ્ચે સમુદ્રી સહયોગ મજબૂત કરવા અને વ્યાપારિક ભાગીદારી વધારવા પર ચર્ચા થવાની આશા છે.

સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વા અને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સહિત ઘણા વૈશ્વિક નેતાઓના સામેલ થવાની સંભાવના છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES