Gujarat Breaking News Live: આજે આસો વદ ચૌદસ વિક્રમ સંવત 2082 તારીખ 7મી નવેમ્બર 2026નો દિવસ છે. આજ રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Z 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
07 Nov 2026, 2:02 PM
Gujarat News Live: સુરતમાં 21000 રૂપિયે કિલોની મીઠાઈ બની આકર્ષણ
સુરત દિવાળીના પર્વે મીઠાઈ બજારમાં રોનક જોવા મળી રહી છે. દિવાળી પર્વ પર ગોલ્ડ મીઠાઈની ડિમાન્ડ વધી છે. ગોલ્ડ મીઠાઈના ભાવ પ્રતિ કિલો રૂ 21 હજાર છે. ગોલ્ડ મીઠાઈ બની આકર્ષણનું કેન્દ્ર. વિદેશથી પણ મળી રહ્યા છે ઓર્ડર. ખાસ પ્રકારના પેકિંગમાં ગોલ્ડ મીઠાઈ પેક કરવામાં આવે છે. લક્ષ્મી પૂજા અને દિવાળીની ઉજવણી માટે લોકો મનપસંદ મીઠાઈઓની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે બજારમાં 15થી વધુ પ્રકારની કાજુ કતરીના ફ્લેવર ઉપલબ્ધ કરાવાયા. સ્ટ્રોબેરી, ચોકલેટ, મેંગો અને બ્લેક કરન્ટ ફ્લેવરની કાજુ કતરીની ખાસ માંગ.
07 Nov 2026, 12:50 PM
Gujarat News Live: દિવાળી સમયે PCBનો સપાટો, કુખ્યાત જુગારધામ પર દરોડો પાડી 21 જુગારીઓને ઝડપ્યા
દિવાળી ટાણે અમદાવાદ શહેરકોટડા વિસ્તારમાં PCB નો મોટો સપાટો. કુખ્યાત જુગારધામ પર રેડ પાડી 21 જુગારીઓ ઝડપાયા. શહેરકોટડામાં અશોક મિલ સામે ઘાંચીની ચાલીમાં મકાન નંબર 1931 માં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસે સ્થળ પરથી 39550 રોકડા, 18 મોબાઈલ ફોન અને જુગારના સાધનો મળી કુલ 183550/- ની મતા કબ્જે કરી. અમદાવાદ, પાલનપુર, ગાંધીનગર, અમરેલી, બોટાદ, મોરબી અને ખેડા સહિતના વિવિધ જિલ્લામાંથી આવેલા 21 શખ્સો ઝડપાયા. પકડાયેલા આરોપીઓમાં કમલેશ શર્મા, અજરૂદ્દીન નાગોરી, બકુલ પટેલ અને વિજય દેસાઈ સહિતના કુખ્યાત ઇસમો સામેલ છે. આ રેકેટમાં સંડોવાયેલ સરસપુરનો અલ્પેશ ઉર્ફે ટોનો પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા. દિવાળીના તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી જુગાર વિરુદ્ધનું આ સૌથી મોટું ઓપરેશન પાર પડ્યું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 4 દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજેબપોરે 12 વાગ્યે અમિત શાહની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે બેઠક યોજાશે. ડ્રગ્સ, સાયબર ક્રાઈમ, કોમનવેલ્થ સહિતની બાબતોને લઈ બેઠક થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સબંધિત અધિકારીઓ હાજર રહેશે. નવા લાગુ કરાયેલા BNS કાયદા, આંતરિક સુરક્ષા મુદ્દે પણ ચર્ચા થશે. 9 નવેમ્બરના 464 કરોડના ખર્ચે તૈયાર થયેલ સાણંદ - ઇસ્કોન બ્રિજ સહિત 1500 કરોડના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન - લોકાર્પણ કરશે.
07 Nov 2026, 10:35 AM
Gujarat News Live: દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન સેવા વહેલી થશે બંધ
દિવાળીના દિવસે 8મી નવેમ્બરે મેટ્રો ટ્રેન સેવા વહેલી બંધ થશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિશેષ સમયપત્રક જાહેર કરાયું છે. મુસાફરો અને સંચાલનની સુરક્ષાને કારણે 8 નવેમ્બરે મેટ્રો સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થશે. વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે 7:00 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. વિવિધ ટર્મિનલ સ્ટેશનો પરથી રાત્રે અથવા સાંજે છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે. દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાના કારણે થતી અસરોને રોકવા માટે આ સુરક્ષાત્મક પગલું લેવાયું છે.
07 Nov 2026, 10:32 AM
Gujarat Breaking News Live: સોમનાથ મંદિર નજીક નોનવેજ પર પ્રતિબંધ યથાવત
સોમનાથ મંદિર નજીક નોનવેજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કર્યો. મંદિરની 500 મીટર ત્રિજ્યામાં માંસાહાર પર પ્રતિબંધ. કલેક્ટરનું પ્રતિબંધિત જાહેરનામું યથાવત રહેશે. ભાલકા તીર્થ અને ગીતા મંદિરને જોડતા માર્ગો પર પણ પ્રતિબંધ. પેન્ડિંગ અરજીઓનો બે મહિનામાં નિકાલ કરવા હાઈકોર્ટને ભલામણ.
ગાઝિયાબાદમાં ઈન્દિરાપુરમ પોલીસ મથક વિસ્તારની વસુંધરા ચોકીમાં રાતે 10 વાગ્યાની આસપાસ જોરદાર બ્લાસ્ટ થયો. જેમાં એક યુવક ઘાયલ થયો છે. દૂર દૂર સુધી આ વિસ્ફોટનો અવાજ સંભળાયો. ફોરેન્સિક ટીમ અને ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી. મળતી માહિતી મુજબ એક ડિલિવરી બોય જ્યારે સામાન આપવા આવ્યો હતે તે સમયે આ ધડાકો થયો. ધડાકો કેવી રીતે થયો એ તપાસ બાદ જાણવા મળશે. જે કાચ તૂટ્યા તે ડિલિવરી બોયને વાગ્યા છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાતે ભયાનક આગનો બનાવ બન્યો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મટોડા જીઆઇડીસીમાં ચોકલેટની કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ સમયે કંપનીમાં પડી ગયેલ મોબાઈલ લેવા જતા વ્યક્તિનું ગુંગળાઈને મોત નીપજ્યું.
07 Nov 2026, 9:11 AM
Gujarat News Live: સુરતમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત, દિવાળી ઉજવવા મામાના ઘેર આવ્યો હતો અને તબિયત લથડી
સુરત શહેરમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત. સચિન જીઆઇડીસીમાં મામાના ઘરે દિવાળી મનાવવા આવેલ યુવકનું તાવ બાદ મોત. સાંઈ ભૂપત સોસાયટીમાં રહેતા યુવકને બે દિવસ તાવ આવ્યા બાદ મોત થયું. 18 વર્ષીય અમીષ પટેલને સતત બે દિવસથી તાવ આવી રહ્યો હતો. યુવકની વધુ તબિયત લથડતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો. યુવકને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું. યુવક દિવાળીનો પર્વ મનાવવા વતનથી સુરત મામાના ઘરે આવ્યો હતો. દિવાળીના એક દિવસ પહેલા જ યુવકનું તાવથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન. શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે રોગચાળો. પાંડેસરા,સચિન,ઉધના, સચિન જીઆઇડીસી માં જોવા મળી રહ્યા છે વધુ કેસો.
પ્રયાગરાજની સંગમ નગરીમાં હનુમાન જયંતીનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ અવસરે, સંગમ તટે આવેલા વિશ્વપ્રસિદ્ધ 'બડે હનુમાનજી' જેમને શયન અવસ્થામાં બિરાજમાન હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો બજરંગબલીની પૂજા અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે લાઈનમાં ઉભા છે. સમગ્ર મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું છે.
જ્યાં દેશના મોટાભાગમાં હનુમાન જયંતી ચૈત્રી પૂનમે ઉજવવામાં આવે છે ત્યાં પ્રયાગરાજમાં બડા હનુમાન મંદિરમાં કારતક માસના કૃષ્ણ પક્ષની ચૌદસ (કાળી ચૌદસ)ના દિવસે હનુમાન જયંતી ઉજવવાની સદીઓ જૂની પરંપરા છે. વાલ્મિકી રામાયણમાં એવું માનવામાં આવે છે કે પવનપુત્ર હનુમાનજીનું પ્રાગટ્ય કારતક કૃ,્ણ પક્ષની ચૌદસ તિથિના રોજ સ્વાતિ નક્ષત્રમાં થયો હતું. જેના કારણે આ દિવસે બજરંગબલીનો જન્મોત્સવ ખાસ વિધિ વિધાનથી ઉજવવામાં આવે છે.
નવસારીના બીલીમોરામાં મોડી રાતે પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. બીલીમોરા ITI સામે આવેલી પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફાયર વિભાગને જાણ કરાતા બીલીમોરા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આગનું સ્વરૂપ ગંભીર હોવાથી ગણદેવી નગરપાલિકાની ફાયર ટીમની પણ મદદ લેવામાં લેવાઈ. ફાયર વિભાગની ટીમે સતત એક કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી. દુકાનદારના જણાવ્યા અનુસાર આગમાં અંદાજે 8 થી 10 લાખનો માલસામાન બળીને ખાખ થયો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
દિવાળીના પર્વને લઈ સૌરાષ્ટ્રવાસીઓ પોતાના માદરે વતન જવા રવાના. ખાનગી બસ ચાલકો દ્વારા ચલાવવામાં આવી રહી છે ઉઘાડી લૂંટ. ડબલ ના સોફાના સામાન્ય દિવસમાં 1 હજાર ભાવ હોય છે પણ દિવાળીના પર્વમાં 2400 થી 2500 વસુલવામાં આવી રહ્યા છે. લોકો પણ પૈસા ખરચવા માટે મજબૂર બન્યા છે.
07 Nov 2026, 8:44 AM
Gujarat News Live: ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCએ ચાર્જશીટ દાખલ કરી, 14 લોકોના ગયા હતા જીવ
ભાવનગરમા સર્જાયેલા લઠ્ઠાકાંડ માં SMC એ ચાર્જશીટ ફાઈલ કરી છે. 18 ઓગસ્ટના રોજ સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી 14 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી સહિત 42 આરોપીઓની ધરપકડ થઈ છે. લઠ્ઠાકાંડ બાદ ફરાર થયેલા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMC એ લઠ્ઠાકાંડ કેસમાં 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી છે. કેસને મજબૂત બનાવવા ચાર્જશીટ માં મની ટ્રેલ, CCTV ફૂટેજ, કોલ ડિટેઇલ રેકોર્ડ, અને FSL ના ટેક્નિકલ પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ મામલે SMC એ મિથેનોલ કેમિકલ સપ્લાયની આંતરરાજ્ય ચેઇનનો પણ પર્દાફાશ કરી 22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે. વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.