SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ, દ્વારકામાં કરા સાથે વરસાદ

Gujarat Breaking News Live: 31 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Oct 31, 2026, 04:06 PM IST | Updated: Oct 31, 2026, 05:51 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
 

31 Oct 2026, 5:44 PM

Gujarat News Live: PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરક્ષા જવાનો દ્વારા એકતા પરેડ યોજી સરદાર પટેલની પ્રતિમાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ત્યાં ઉપસ્થિત તમામને PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યા હતા. 

 

31 Oct 2026, 5:18 PM

Gujarat News Live: PM મોદી એકતાનગરના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરના પ્રવાસે છે. થોડીવારમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. પ્રધાનમંત્રી મોદી આ એકતા પરેડમાં હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષા દળોની પરેડ યોજાશે. સુરક્ષા જવાનો સરદાર પટેલ પ્રતિમાને ગાર્ડ ઓફ ઓનર આપશે.

31 Oct 2026, 5:05 PM

Gujarat News Live: દ્વારકામાં કરા સાથે વરસાદ

દ્વારકાના ભાણવડના ચોખંડા ગામમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરોમાં રહેલા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

31 Oct 2026, 4:15 PM

Gujarat News Live: સુરતમાં બનાવાયો દેશનો સૌથી મોટો રેલવે હોલ્ડિંગ એરિયા

દેશનો સૌથી મોટો રેલવે હોલ્ડિંગ એરિયા ઉધના રેલવે સ્ટેશન પર બનાવવામાં આવ્યો છે. 10,000 સ્ક્વેર મીટરમાં આ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. એક જ સમયે 15,000 જેટલા યાત્રીઓ ઊભા રહી શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. 51 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હોલ્ડિંગ એરિયામાં કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. 10 જેટલી ટિકિટ વિન્ડો ઓપન કરવામાં આવી છે. એરપોર્ટ પર જેવી સુવિધા હોય એવી સુવિધા મુસાફરોને મળી રહેશે. સ્વચ્છ ટોયલેટ બાથરૂમ સહિતની સુવિધાઓ મુસાફરોને મળી રહેશે. 
 

31 Oct 2026, 4:08 PM

Gujarat News Live: કચ્છના લખપત નજીક ભૂકંપનો આંચકો

કચ્છના લખપત નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. લખપતથી 53 કિલોમીટર ઉત્તર ઉત્તર-પૂર્વ દિશામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. 31 ઓક્ટોબરના બપોરે 3 વાગ્યાને 31 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES