Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
30 Oct 2026, 5:06 PM
ચોથી ટી20 મેચમાં ભારતની હાર
ભારતીય ટીમે ચોથી ટી20 મેચમાં 87 રને હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 259 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 172 રન બનાવી શકી હતી. મેચમાં સદી ફટકારનાર કીવી બેટર ગ્લેન ફિલિપ્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે પાંચમી અને અંતિમ ટી20 મેચ રવિવારે રમાશે. પાંચ મેચની સિરીઝમાં ભારત 3-1થી આગળ છે.
30 Oct 2026, 4:19 PM
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ
ઉત્તરાખંડમાં જોશીમઠની પાસે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી પરત ફરી રહ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ છ લોકો સવાર હતા, જેમાં પાંચ યાત્રી સામેલ હતા. દુર્ઘટનામાં બધા છ લોકોના મોત થયા. ઘટનાની સૂચના મળતા સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
30 Oct 2026, 4:00 PM
PM મોદી કેવડિયા જવા રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી નીકળી કેવડિયા જવા રવાના થયા છે. પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચશે. આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યિનિટી ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે.
ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.