SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતના 20 લાખ ખેડૂતો માટે છે આ સમાચાર, રજિસ્ટ્રેશન કરાવી લેજો નહીં તો રૂ નહીં ખરીદાય

Kapas Kisan App : ગુજરાતમાં 25 લાખ હેક્ટરથી વધુમાં કપાસની ખેતી થાય છે. ખરીફ સિઝનમાં કપાસ એ સૌથી મોટી ખેતી છે. 100 લાખ ગાંસડીની આસપાસ ઉત્પાદન વચ્ચે રૂના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો રહે છે. આમ છતાં ખેડૂતોને ભાવની સમસ્યા રહેતી હોય છે. જો તમારે ટેકાના ભાવે રૂ વેચવાનું હોય તો હવે "કપાસ કિસાન" એપ પર નોંધણી એ ફરજિયાત બની ગઈ છે. તો ખેડૂતોએ આ બાબતે સત્વરે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લે એ જરૂરી છે.

Written By Karan Rajput
Published: Sep 28, 2026, 04:56 PM IST | Updated: Sep 28, 2026, 05:04 PM IST
Image Credit: Cotton MSP
Join

Cotton Price : ખેડૂતોને તેમની ઉપજના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭માં ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ પાકની ખરીદી માટે સરકાર દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ભારતીય કપાસ નિગમ લિ. (CCI)ની “કપાસ કિસાન” એપ્લિકેશન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

કપાસ માટે રૂ. ૮,૨૬૭ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લંબતારી કપાસ માટે રૂ. ૮,૬૬૭ પ્રતિ ક્વિન્ટલ તથા મધ્યમ તારી કપાસ માટે રૂ. ૮,૨૬૭ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

સત્તાવાર વેબસાઈટ કે નંબરથી કરો સંપર્ક

"કપાસ કિસાન" એપ પર નોંધણી કરાવવાથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળની ખરીદી સેવાઓ, ખરીદી કેન્દ્રોની વિગત અને તેને સંબંધિત અન્ય તમામ માહિતી મેળવવામાં સુગમતા રહેશે. ખરીદી કેન્દ્રો તથા MSP અંગેની વધુ વિગતો માટે ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI)ની સત્તાવાર વેબસાઇટ www.cotcorp.org.in ની મુલાકાત પણ લઇ શકાય છે. આ ઉપરાંત નોંધણી કરવામાં સહાય મેળવવા માટે ખેડૂતો વોટ્સએપ નંબર +91 9428237246 નો પણ સંપર્ક કરી શકે છે.

ઘણા સમયથી ખેડૂતોની રૂના ભાવને લઈને બુમરાણ

રાજ્યના તમામ કપાસ પકવતા ખેડૂત ભાઈઓ-બહેનોને ટેકાના ભાવે કપાસ વેચાણનો મહત્તમ લાભ લેવા માટે સમયમર્યાદામાં "કપાસ કિસાન" મોબાઇલ એપ પર સત્વરે પોતાની નોંધણી કરાવી લેવા રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ઘણા સમયથી ખેડૂતો રૂના ભાવને લઈને બુમરાણ કરે છે. કપાસની ખેતી સૌથી વધારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં કપાસનો બેલ્ટ હવે શેરડીમાં ફેરવાતો જાય છે. 

ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય છે. અહીં 80થી 90 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થાય છે. ગુજરાતના રૂની ક્વોલિટી ઉત્તમ હોવાથી નિકાસમાં સૌથી વધારે વર્ચસ્વ ગુજરાત ઘરાવે છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES