SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપના શક્તિ પ્રદર્શન સામે કોંગ્રેસનો ડોર-ટુ-ડોર પ્રચાર, ચૂંટણી ઢંઢેરામાં શું છે મુખ્ય વાયદા?

11 ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન થવાનું છે. ગાંધીનગરની સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. બંને પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ હવે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે તો કોંગ્રેસ દ્વારા ડોર-ટૂ-ડોર પ્રચાર શરૂ કરાયો છે.

Written By Gokani Dhaval
Published: Oct 02, 2026, 06:53 PM IST | Updated: Oct 02, 2026, 07:07 PM IST
Join

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મનપાની ચૂંટણીનો જંગ હવે પ્રતિષ્ઠાની લડાઈમાં ફેરવાયો છે. એક તરફ સત્તા જાળવી રાખવા ભાજપનું શક્તિ પ્રદર્શન, તો બીજી તરફ પરિવર્તનના નારા સાથે કોંગ્રેસનો આક્રમક પ્રચાર. કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ અને પોતાના ચૂંટણી ઢંઢેરાના વચનો સાથે ડોર-ટુ-ડોર જનસંપર્ક પર ભાર મૂક્યો છે. જુઓ આ  ખાસ અહેવાલ...

ગાંધીનગરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સુવિધા નહીં તો ટેક્સ નહીંનું વચન આપ્યું છે. મહિલાઓને પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા રાહત, દરેક વોર્ડમાં મહિલાઓ માટે ચાર પિન્ક વ્હીલ બસ, વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી અને સ્પોર્ટ્સ સેન્ટર તેમજ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસે શું આપ્યા વચન?

આ પણ વાંચોઃ UCC ઇન ગુજરાત: લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ

ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ સાંસદોને જવાબદારી
ચૂંટણી સંચાલનને લઈને પણ કોંગ્રેસે આગોતરી તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. પંકજસિંહ વાઘેલા, સંજયભાઈ અમરાણી, જગતભાઈ શુક્લ અને દિનેશ ગઢવીને ચાર પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ હતી. સાથે જ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ સાંસદોને વિવિધ વોર્ડની જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, તેના એકપણ સત્તાવાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નથી.

કોંગ્રેસ હવે સ્થાનિક પ્રશ્નોને જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી રહી છે. પક્ષનો આક્ષેપ છે કે ભાજપના પાંચ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને ગાંધીનગર શહેર સહિત મનપામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર, પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ કથળી છે. જોકે, આ તમામ આક્ષેપો કોંગ્રેસના રાજકીય દાવા છે.

કોંગ્રેસે ઘર-ઘર સંપર્કને પ્રચારનું હથિયાર બનાવ્યું

ભાજપ જ્યાં રેલી અને શક્તિ પ્રદર્શન દ્વારા ચૂંટણી મેદાનમાં પોતાની તાકાત બતાવી રહ્યું છે, ત્યાં કોંગ્રેસે ઘર-ઘર સંપર્કને પ્રચારનું હથિયાર બનાવ્યું છે. ઉમેદવારો અને કાર્યકરો મતદારોની સમસ્યાઓ સાંભળીને સીધો જનસંપર્ક કરી રહ્યા છે.

ગાંધીનગરની ચૂંટણીમાં હવે મુદ્દાઓ, સંગઠન અને જનસંપર્ક—ત્રણેયની કસોટી છે. પાટનગરની જનતા કોના પક્ષે જનાદેશ આપે છે, તેના પર સૌની નજર છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES