બાળકો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે સરકારની આ ૩ યોજનાઓ: જાણો કોને અને કેવી રીતે મળશે લાભ!
Gujarat government schemes : ગુજરાતમાં અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવન ઘડતર અને ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા માટે પાલક માતા પિતા યોજના', 'શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ' તેમજ 'પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય યોજના ગુજરાતમાં અમલમાં છે.
Mukhyamantri Bal Seva Yojana : ગુજરાતમાં વર્ષ ૨૦૨૫-૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૭ હજાર થી વધુ જરૂરિયાતમંદ બાળકોને રૂ.૧૩૨ કરોડથી વધુની આર્થિક સહાય અને શિષ્યવૃત્તિરૂપી સન્માન અપાઈને તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા આવ્યું છે.
વિવિધ ત્રણ યોજનાઓ વિશે:
૧.પાલક માતા પિતા યોજના
પાત્રતાના માપદંડ: ૦ થી ૧૮ વર્ષની ઉંમરના જે બાળકોના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તથા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કર્યા હોય અથવા માતા મૃત્યુ પામતાં પિતાએ પુન:લગ્ન કર્યા હોય અને બાળક તેઓ સાથે ન રહેતુ હોય તેવા બાળકો માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
સહાયનું ધોરણ: બાળકોની સાર સંભાળ રાખતા નજીકનાં સગાને માસિક પ્રતિ બાળક રૂ.૩૦૦૦/- ની સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT)થી તેના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ:
- બાળકના જન્મનો દાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- બાળકના માતા-પિતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ.
જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામતાં પિતાએ પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંધનામું/લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર/તલાટી કમ મંત્રીનો દાખલો/સ્વ-ધોષણાપત્ર પૈકી કોઇ પણ એક. આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે રૂ.૨૭,૦૦૦/- થી વધારે અને શહેરી વિસ્તાર માટે રૂ.૩૬,૦૦૦/થી વધારે આવક હોવી જરૂરી છે.)
- બાળક અથવા પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ.બાળકના આધારકાર્ડની નકલ.
- બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
- પાલક માતા/પિતાના આધારકાર્ડની નકલ પૈકી કોઇ પણ એક.
૨. શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ
આ યોજનાનો લાભ શેરો પોઝિટીવ ઇલનેશના કારણે અનાથ નિરાધાર થયેલ તેમજ શેરો પોઝિટીવ ઇલનેશવાળા બાળકોને વર્ષમાં એકવાર અભ્યાસ અર્થે શિષ્યવૃતિ રૂપે તેમના અભ્યાસ તેમજ જીવન ધડતરમાં મદદરૂપ થઇ શકે તેવા આશયથી આપવામાં આવે છે. આમાં બાળકોને વાર્ષિક ધોરણ મુજબ રૂ.૫૦૦૦/- થી રૂ. ૨૫,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.
૩.પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના
- આ યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના
- આ યોજના હેઠળ લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?:
પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ સહાય મળવાપાત્ર છે.
કેટલી સહાય આપવામાં આવે છે ?:
લાભાર્થી દિકરીને ૨.૦૦ લાખ એક વાર
યોજના ક્યારે શરૂ થઇ અને તેના ધારા ધોરણો
- આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૩ થી ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવી છે.
- આ યોજનાની લાભાર્થી પૈકી તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથી મળનાર સહાયનો લાભ મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ એક જ વાર મળશે.
- આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.