SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં...' વલસાડમાં પ્રેમીનો પ્રેમિકાના પતિ પર ઘાતકી હુમલો

'તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં...' વલસાડમાં પ્રેમિકાને પામવા તેના પતિ પર પ્રેમીનો ઘાતકી હુમલો

Written By Dilip Chaudhary
Published: Oct 25, 2026, 08:56 PM IST | Updated: Oct 25, 2026, 09:00 PM IST
Join

ઉમેશ પટેલ, વલસાડ: જૂનો પ્રેમ, તૂટેલો સંબંધ અને મનમાં એવી અદાવત કે પૂર્વ પ્રેમિકાના પતિ પર જ કુહાડીથી હુમલો કર્યો. આ કહાની વલસાડના છરવાડા ગામની છે. વલસાડના છરવાડામાં એક મહિલા સાથેના જૂના પ્રેમસંબંધની અદાવતમાં તેના પતિ પર જીવલેણ હુમલો કરવાના આરોપમાં ડુંગરી પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પણ આખરે પ્રેમની આ કહાનીમાં એવું શું બન્યું કે મામલો સીધો કુહાડીના હુમલા સુધી પહોંચી ગયો? તેના વિશે આ લેખમાં જાણીશું.

એવું શું બન્યું કે મામલો સીધો હુમલા સુધી પહોંચી ગયો?

આરોપી રાજેશની ધરપકડ તો થઈ ગઈ, પરંતુ આ કેસની કહાની શરૂ થાય છે એક જૂના પ્રેમસંબંધથી. ધરમપુર તાલુકાના રાનપાડા ગામની એક મહિલા પોતાના પતિ સાથે મજૂરીકામ માટે છરવાડા આવતી હતી. આ દરમિયાન છરવાડાના દંતરાય ફળિયામાં રહેતા રાજેશ હાવા પટેલ સાથે મહિલાને પ્રેમસંબંધ બંધાયો હતો.

સોશિયલ મીડિયા પર મિત્રતા, બ્લેકમેઇલિંગ અને દુષ્કર્મ... જૂનાગઢમાં ખોટી ઓળખ આપી યુવતી સાથે છેતરપિંડી

રાજેશ સાથે મહિલાને પ્રેમસંબંધ બંધાયો 

બંને પરણીત હતાં. જોકે, પરિવારજનોને આ સંબંધની જાણ થતાં વિવાદ થયો અને આખરે બંને વચ્ચેનો સંબંધ તૂટી ગયો. સંબંધનો અંત આવ્યો, પરંતુ આક્ષેપ મુજબ, રાજેશના મનમાંથી જૂનો સંબંધ ગયો નહીં. લગભગ એક વર્ષ સુધી બંને વચ્ચે કોઈ સંબંધ રહ્યો નહોતો. ત્યારબાદ ફરી મુલાકાત થઈ, પરંતુ વાત ફરી સંબંધ બંધાવા સુધી પહોંચી નહીં.

'તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં'

આરોપ છે કે રાજેશે મહિલાને ધમકી આપી હતી કે, 'તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં', મહિલાના પતિને પણ રસ્તામાં આંતરીને ધમકી આપી હોવાનો આક્ષેપ છે. અને પછી આ ધમકી બાદ જે ઘટના બની, તેણે આખા ગામમાં ચકચાર મચાવી દીધી.

રાત્રિના સમયે રાજેશ મહિલાના ઘરે પહોંચ્યો અને તેના પતિ પર કુહાડી વડે માથા, હાથ અને ગરદનના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા. મહિલાની બૂમાબૂમ થતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. ગંભીર રીતે ઘાયલ પતિને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રેમસંબંધની અદાવતમાં આ હુમલો થયો હોવાની આશંકા છે. જોકે, હુમલા પાછળના તમામ સંજોગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ડુંગરી પોલીસે તપાસ શરૂ કરી

હુમલાની જાણ થતાં જ ડુંગરી પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી રાજેશ હાવા પટેલને ઝડપી પાડ્યો. જે મામલો એક ખાનગી સંબંધથી શરૂ થયો હતો, તે હવે ગંભીર હુમલાના ગુનાની તપાસ સુધી પહોંચી ગયો છે. હાલ આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. હુમલા પાછળનાં કારણો અને ઘટનાની અન્ય કડીઓ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES