SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ચોથો શનિવાર હોવા છતાં આજે ગુજરાતભરની તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમધમશે, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ

Gandhinagar News: સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે ગુજરાત સરકારની તમામ કચેરીઓમાં જાહેર રજા રહેતી હોય છે. પરંતુ, આજે નવેમ્બર માસનો ચોથો શનિવાર (28 નવેમ્બર) હોવા છતાં ગુજરાત સરકારની તમામ કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દિવાળીના દિવસોમાં પડતર દિવસની રજા સરકારી કર્મચારીઓ અપાઈ હતી, જેના કારણે પડતર દિવસની રજા ભરવા માટે 28 નવેમ્બરના ચોથા શનિવારે રજા રદ કરી છે.

Written By Kinjal Patel
Published: Nov 28, 2026, 10:36 IST | Updated: Nov 28, 2026, 10:46 IST
Join

Gandhinagar News: ગુજરાત સરકાર દ્વારા સરકારી અધિકારીઓની રજાને લઈને એક મત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કર્મચારીઓની આજે ચોથા શનિવારની રજા કેન્સલ કરી છે. જેના કારણે રાજ્યની તમામ સરકારી કચેરી આજે રાબેતા મુજબ ચાલુ રહેશે. 

ગોંડલમાં રક્તરંજિત રાત: ચુનારા શેરીમાં તેલના વેપારીની દુકાનમાં જ ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ

પડતર દિવસની રજા ભરવા માટે 28 નવેમ્બરના ચોથા શનિવારે રજા રદ

નવેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવા છતાંય આજે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય દિવાળીના તહેવાર વચ્ચે 9 નવેમ્બરે કર્મચારીઓને રજા આપી હતી. દિવાળીના દિવસોમાં પડતર દિવસની રજા સરકારી કર્મચારીઓ અપાઈ હતી, જેના કારણે પડતર દિવસની રજા ભરવા માટે 28 નવેમ્બરના ચોથા શનિવારે રજા રદ કરી છે.

રજા રદ કરવા પાછળનું શું છે મુખ્ય કારણ?

ગત દિવાળીના તહેવારો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની લાગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને 9 નવેમ્બરના રોજ 'પડતર દિવસ'ની વધારાની રજા જાહેર કરવામાં આવી હતી. કર્મચારીઓ તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તે હેતુથી આ રજા અપાઈ હતી. જોકે, આ વધારાની રજાના બદલામાં વહીવટી કામગીરી પર અસર ન પડે તે માટે સરકારે અગાઉથી જ નિર્ણય લીધો હતો કે 28 નવેમ્બરના ચોથા શનિવારે રજા રદ કરીને કચેરીઓ ચાલુ રાખવામાં આવશે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: ગોત્રી GMERS મેડિકલ કોલેજમાં રેગિંગના ગંભીર આક્ષેપ, અમદાવાદમાં સ્વચ્છ હવા માટે AMCનો 4 વર્ષનો એક્શન પ્લાન, ભૂપેન્દ્ર પટેલ દ્વારકાની મુલાકાતે

આજે કચેરીઓમાં રાબેતા મુજબ કામકાજ

સરકારના આ નિર્ણય મુજબ, પડતર દિવસની રજા સરભર કરવા માટે આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ-નિગમો અને સચિવાલય સહિતના વિભાગો ખુલ્લા રહેશે અને તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહીને રાબેતા મુજબ કામગીરી કરશે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો પણ આજે પોતાના સરકારી કામકાજ પૂર્ણ કરી શકશે.

ગુજરાતના સમાચારનો સાર:-

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES