ડિજિટલ મોતનો સ્ટેયરિંગ ટ્રેન્ડ! 2 સેકન્ડ મોબાઈલ સામે જોયું તો કાર 100 ફૂટ ફંટાઈ જશે, દારૂ કરતાં 4 ગણો ખતરનાક મોબાઈલ
ચાલુ ગાડીએ મેસેજ ચેક કરવા કે ચાલુ ગાડીએ ફોન કરવો એ દારૂ પીને કાર ચલાવવા કરતાં ખતરનાક અને જોખમી છે. જો તમારા પરિવારમાં પણ કોઈને આ કુટેવ હોય તો સાચવજો નહીં તો કોઈ દિવસ યમરાજનું તેડું આવી જશે, સાયન્ટિફિક ડેટા કહે છે કે મોબાઈલમાં 2 સેકન્ડનું ડિસ્ટ્રેશન તમારી ગાડીને 100 ફૂટ દૂર લઈ જાય છે. રાજ્યમાં દર વર્ષે ચાલુ વાહને મોબાઈલના ઉપયોગના કારણે ગંભીર અકસ્માતના આંકડાઓ ચોંકાવનારા છે.
Mobile Distraction : રાજ્યમાં અકસ્માત અને મોતના મુખ્ય કારણોમાં ઓવર સ્પીડિંગ અને 70થી 75 ટકા બનાવ નેશનલ કે સ્ટેટ હાઈવે પર ઓવર સ્પીડને કારણે બને છે પણ હવે સોશિયલ મીડિયાની લત પણ આનું કારણ બને તો નવાઈ પામતા નહીં. કારણ કે લોકોને થોડી થોડીવારમાં મોબાઈલ ચેક કરવાની આદત ભવિષ્યમાં મોટું જોખમ બની શકે છે.
સતત સોશિયલ મીડિયા ચેક કરવાની અને નોટિફિકેશન પર જવાબ આપવાની તમારી આદત ગુજરાતના રસ્તાઓ પર લોકો માટે સાક્ષાત કાળ બની શકે છે. વાહન ચલાવતી સમયે તમને કે તમારા પરિવારમાં પણ કોઈને આદત હોય તો સમજાવશો કારણ કે એ જીવતા જાગતા બોમ્બ છે જેઓ નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી દેવાનું કારણ બનશે.
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 82 હજાર અકસ્માતો થયા છે અને 36 હજારથી વધુ લોકોના મોત થયા છે. દરરોજ 20થી 22 લોકોના મોત થાય છે છતાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં ભૂલો કરે છે. રાજ્ય ટ્રાફિક પોલીસ પરિવહન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ચાલુ વાહને મોબાઈલના ઉપયોગના લીધે 150થી વધારે અતિ ગંભીર અકસ્માતો સર્જાય છે. આ આંકડાઓ એટલા માટે ઓછા છે કે કોઈ પણ અકસ્માત બાદ એ કબૂલતું નથી કે એમનું ધ્યાન મોબાઈલમાં હતું. દર 3 અકસ્માતે એક વ્યક્તિ મોતને ભેટવાના ચોંકાવનારો દર હોવા છે.
સામાન્ય રીતે જો તમારી ગાડીની સ્પીડ 60 કીમી. હોય તો તમે મોબાઈલમાં 2થી 3 સેકન્ડ પણ ડાયવર્ટ થાઓ ત્યારે તમારી 35થી 40 મીટર આગળ દોડી જાય છે. આમ તમારું ધ્યાન નથી હોતું અને ગાડી 100 ફૂટ થી વધારે આગળ જતી રહે છે. એક પલકારામાં એવો અનર્થ સર્જાય જેનો તમને જિંદગીભર અફસોસ રહી જાય છે. ઈમરજન્સી બ્રેક લગાવવામાં મગજને 0.75 સેકન્ડનો સમય લાગે છે પણ તમારું ધ્યાન ફોનમાં હોય તો મગજનો રિસ્પોન્સ ટાઈમ વધે છે.
ઘણા લોકો બ્લુટ્રૂથ કે ઈયરફોન લગાવીને વાત કરતા હોય છે આ સાયન્ટીફિકલી ખોટું નથી પણ તમારું મગજ એ સમયે તમારા ફોનમાં હોય છે ના કે રસ્તા પર આ સૌથી ભયંકર છે. જો તમને પણ આ પ્રકારની આદત હોય તો સુધરી જશે નહીં તો તમારા કારણે કોઈના લાડકવાયા નંદવાશે કે તમારો પરિવાર ઘરે તમારી રાહ જોતો રહી જશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ અતિ જરૂરી છે. હાલમાં સોશિયલ મીડિયાની આદત ભવિષ્યમાં મોટા નુક્સાનનો સંકેત છે.