SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સ્મિત મચ્છર માટે ગાંધી પરિવાર અને ઇન્ડી ગઠબંધનનું ટોળું કેમ ચૂપ? તરુણ ચુગે કોંગ્રેસને ઘેરી

Taran Chugh : ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગે કહ્યું કે, સ્મિત મચ્છરે સંકટની ઘડીમાં હિંમત બતાવી અનેક લોકોના જીવ બચાવ્યા, છતાં ગાંધી પરિવાર અને ઇન્ડી ગઠબંધન તરફથી કોઈ નિવેદન કેમ આવ્યું નથી.

Written By Dilip Chaudhary
Published: Oct 04, 2026, 08:38 PM IST | Updated: Oct 04, 2026, 08:52 PM IST
Join

Taran Chugh : કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને લઈને હવે ગુજરાતમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગે સ્મિત મચ્છર મુદ્દે કોંગ્રેસ અને ગાંધી પરિવારના મૌનને લઈને સવાલો ઉઠાવ્યા છે. ચુગે આક્ષેપ કર્યો કે રાજકીય અને વોટબેંકના કારણોસર ગાંધી પરિવાર તથા ઇન્ડી ગઠબંધનના નેતાઓ આ મુદ્દે રહસ્યમય રીતે મૌન છે.

સ્મિત મચ્છરના સાહસની કરી પ્રશંસા

તરુણ ચુગે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં કોપ્ટન સ્મિત મચ્છરના સાહસની પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મિત મચ્છર વિશે વાત કરી હતી. ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન સ્મિત મચ્છરે સંયમ અને હાજરજવાબી બતાવી મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ગાંધી પરિવાર અને ઈન્ડિયા ગઠબંધન પર સવાલ

તરુણ ચુગે સવાલ ઉઠાવ્યો કે દેશ અને દુનિયામાં ચર્ચામાં રહેલા આ બનાવ અંગે ગાંધી પરિવાર અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ તરફથી સ્પષ્ટ નિવેદન કેમ આવ્યું નથી. તેમણે આ મુદ્દાને લઈને કોંગ્રેસ પર રાજકીય પ્રહાર કર્યા અને વોટબેંકની રાજનીતિનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે, સંકટની ઘડીમાં હનુમાન ચાલીસાનું પઠન કરીને લોકોને બચાવ્યા એના માટે કોંગ્રેસના નેતાઓ પાસે કેમ શબ્દો નથી.

 

26/11, 9/11નો પણ કર્યો ઉલ્લેખ

ચુગે પોતાના નિવેદનમાં 26/11 અને 9/11 જેવી આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે કસાબ કેસ, બાટલા હાઉસ એન્કાઉન્ટર અને આતંકવાદી કેમ્પો સામેની કાર્યવાહી જેવા મુદ્દાઓને પણ રાજકીય ચર્ચામાં ખેંચ્યા. તેમણે કોંગ્રેસ અને વિપક્ષના અગાઉના વલણ અંગે સવાલો ઉઠાવ્યા.

સુરક્ષા દળોના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી

ચુગે આરોપ લગાવ્યો કે આતંકવાદ સામેની કાર્યવાહી દરમિયાન વિપક્ષ તરફથી ગોળીઓનો હિસાબ માંગવામાં આવે છે, પરંતુ દેશના નાગરિકોના જીવ બચાવનારા અને સુરક્ષા માટે જોખમ ઉઠાવનારા લોકોની પ્રશંસા કરવામાં આવતી નથી. તેમના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES