SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાતોરાત ડબલ નફો કમાવવાની લાલચ પડી શકે છે મોંઘી! સુરતમાં શેરબજારના નામે સાયબર સ્કેમ

Stock Market Scam : જો તમારા મોબાઈલ પર પણ શેરબજારમાં રાતોરાત ડબલ નફો કમાવવાની કોઈ લિંક આવે છે, તો ચેતી જજો. કારણ કે નફાની આ લાલચ તમારી જીવનભરની મૂડીને પળવારમાં ઝીરો કરી શકે છે. સુરતમાંથી સામે સાયબર લૂંટનો એક એવો સનસનાટીભર્યો ખેલ આવ્યો છે, જેના તાર ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર મધ્યપ્રદેશના ઈન્દોર સુધી જોડાયેલા છે.

Written By Dilip Chaudhary
Published: Nov 23, 2026, 18:24 IST | Updated: Nov 23, 2026, 18:28 IST
Join

Stock Market Scam : તમારા મોબાઈલ પર આવતી એક લિંક અને શેરબજારમાં મોટા નફાની લાલચ આ બે જ હથિયારથી સાયબર માફિયાઓએ દેશભરમાં કરોડોની લૂંટ ચલાવી છે. સુરત શહેરના એક ફરિયાદી સાથે શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 14,47,997ની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી.

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

શેરબજારના નામે ઠગાઈ

આ ગુનાના મૂળ સુધી પહોંચવા સુરત સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી, તો તેના તાર સીધા મધ્યપ્રદેશના ઈન્દોર સુધી પહોંચ્યા. સુરત પોલીસની ટીમે ઈન્દોરમાં ત્રણથી ચાર દિવસ સુધી ગુપ્ત રીતે ધામા નાખ્યા અને અંતે એક ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો પાડી પાંચ આરોપીઓને દબોચી લીધા. તપાસમાં સામે આવ્યું કે આ કોલ સેન્ટરમાં 18 જેટલા ટેલીકોલર્સ બેસીને લોકોને જાળમાં ફસાવતા હતા.

ઠગોની મોડસ ઓપરેન્ડી પણ એટલી જ શાતિર હતી. આરોપીઓ સૌપ્રથમ વોટ્સએપ મારફતે ખોટી ઓળખ આપી લોકોનો સંપર્ક કરતા હતા. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં Groww અને Angel One જેવી જાણીતી એપ્લિકેશનમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરાવતા.

3,079 ગ્રાહકોનો ડેટા મળ્યો

ત્યારબાદ તેમાં વધુ ચાર્જ લાગતો હોવાનું બહાનું કાઢી પોતાની 'Wealth Trade' નામની બનાવટી APK ફાઈલની લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા. આ નકલી એપમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવી અલગ-અલગ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા બાદ, ટ્રેડિંગમાં નુકસાન થયું હોવાનું કહી રૂપિયા ચાઉં કરી જતા હતા.

સુરત સાયબર ક્રાઈમે દરોડા દરમિયાન હેમંત સોનારે, ધર્મેન્દ્ર ઉર્ફે ડી.કે. રાય, સુધાંપુ ગીતે, પ્રવિણ ઉર્ફે પ્રિયાંશુ રાય અને યશ કુમાવતની ધરપકડ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સુરત સાયબર ક્રાઈમે કુલ 24 મોબાઈલ ફોન અને દેશના અલગ-અલગ રાજ્યોના 3,079 ગ્રાહકોનો ડેટા કબજે કરાયો છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઠગાઈ માટે વપરાયેલા 12 બેંક ખાતાઓમાં 8.22 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર આ ખાતાઓ સામે ઉત્તરપ્રદેશની ત્રણ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની એક-એક મળી કુલ સાત ફરિયાદોમાં અંદાજે 1 કરોડની ઠગાઈ નોંધાઈ ચૂકી છે.

છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં બેસીને દેશભરના રોકાણકારોના ખિસ્સા ખાલી કરતી આ ગેંગના મૂળિયા હજુ કેટલા ઊંડા છે અને આ નેટવર્કમાં બીજા કોણ-કોણ સામેલ છે, તે દિશામાં સુરત સાયબર ક્રાઈમે વધુ તપાસ તેજ કરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES