SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શક્તિપીઠ પાવાગઢ બન્યું આજીવિકાનું મોટું કેન્દ્ર: તહેવારો અને રજાઓમાં ભક્તોના ઘોડાપૂરથી સ્થાનિક અર્થતંત્રને મળ્યો મોટો ટેકો

Shaktipith Pavagadh: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રજાઓ અને તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. માતાજીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના કારણે પાવાગઢના બજારોમાં પણ ભારે રોનક જોવા મળે છે. યાત્રાળુઓની આ અવરજવર સ્થાનિક વેપારીઓ માટે આવકનું મોટું માધ્યમ બની રહી છે. તો બીજી તરફ અનેક સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે.

Written By Kinjal Patel
Published: Nov 12, 2026, 05:34 PM IST | Updated: Nov 12, 2026, 05:41 PM IST
Join

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ખાસ કરીને રજાઓ, શનિ -રવિ અને તહેવારોના દિવસોમાં અહીં યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. જેના કારણે પાવાગઢના બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે.

મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસની સૌથી મોટી સિદ્ધિ: દેશભરમાં મેળવ્યું બીજું સ્થાન, જાણો જિલ્લાવાર આંકડા

નાના ધંધાર્થીઓ માટે યાત્રાળુઓની ભીડ આવકનો મહત્વપૂર્ણ આધાર

પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન સાથે પૂજાપાઠની સામગ્રી, પ્રસાદ, ફૂલહાર, રમકડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. જેના કારણે સ્થાનિક વેપારીઓના વેપાર-ધંધામાં તેજી આવે છે. ચા-નાસ્તાની લારીઓ, હોટલો, પ્રસાદ અને ધાર્મિક સામગ્રીના વેપારીઓ સહિત નાના ધંધાર્થીઓ માટે યાત્રાળુઓની ભીડ આવકનો મહત્વપૂર્ણ આધાર બની રહે છે.

સ્થાનિક અર્થતંત્રના અનેક ક્ષેત્રોને તેનો સીધો લાભ

યાત્રાધામ પાવાગઢમાં આવતી શ્રદ્ધાળુઓની ભીડ માત્ર વેપારીઓ પૂરતી જ સીમિત નથી રહેતી, પરંતુ સ્થાનિક અર્થતંત્રના અનેક ક્ષેત્રોને તેનો સીધો લાભ મળે છે. વાહનચાલકો, મજૂરો, લારી-ગલ્લાવાળા અને અન્ય નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારીની તકો મળી રહે છે.

દેવગઢ બારિયાના રાજકારણમાં મોટો ઉલટફેર: પુત્ર ભાજપમાં પ્રમુખ, તો પિતાએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

શ્રદ્ધાળુઓની અવરજવરથી સ્થાનિક બજારમાં નાણાંનું પરિભ્રમણ

અન્ય શહેરો અને ગામોમાંથી પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓની અવરજવરથી સ્થાનિક બજારમાં નાણાંનું પરિભ્રમણ વધે છે. જેના કારણે નાના વેપારીઓથી લઈને અનેક પરિવારોની રોજીરોટી પણ આ યાત્રાધામ સાથે જોડાયેલી છે. આમ, પાવાગઢમાં ધાર્મિક આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને પણ સતત ગતિ મળી રહી છે.

રોજગારી અને આજીવિકાનું પણ મહત્વનું માધ્યમ

એક તરફ મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટતી શ્રદ્ધાળુઓની ભીડ અને બીજી તરફ આ ભીડના કારણે ધમધમતા સ્થાનિક વેપાર-ધંધા. આમ પાવાગઢ યાત્રાધામ માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગારી અને આજીવિકાનું પણ મહત્વનું માધ્યમ બની રહ્યું છે.

લાભપાંચમનું મુહુર્ત અને મા અંબાની પૂજા! પીએમ મોદીના આદીવાસી બેલ્ટથી ગુજરાત ચૂંટણીના શ્રીગણેશ

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES