SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'હનુમાનજીએ બચાવ્યા...', કેપ્ટન મચ્છરે PM મોદીને ફોન કોલ પર જણાવી અંદરની હકીકત, હુમલા સમયે કેવી રીતે મળી હિંમત

PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈ ઘટનામાં ઘાયલ મૂળ ગુજરાતી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે ફોન પર વાત કરી હતી. કેપ્ટન સ્મિતે વડાપ્રધાન મોદીને ઘટના દરમિયાન પોતાના અનુભવ અને તેમને હિંમત આપનારી હકીકતો વિશે જણાવ્યું હતું. પીએમ મોદીએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 12:37 PM IST | Updated: Oct 02, 2026, 12:43 PM IST
Join

PM Narendra Modi: ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છાર દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઈટ ઉડાડી રહ્યા હતા. ઉડાન દરમિયાન તેમના કો-પાયલટે કથિત રીતે વિમાનને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિમાન પોતાની ક્રૂઝિંગ ઊંચાઈ પરથી અચાનક હજારો ફૂટ નીચે આવી ગયું અને કૉકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક ઝઘડો થયો.

પ્રધાનમંત્રી મોદીએ આજે વીડિયો કોલ કરીને કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી હતી અને તેની હિંમત, સૂઝબૂઝ અને સંયમની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કેપ્ટનની હિંમત વધારતા જણાવ્યું હતું કે આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. કોલ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છર ભાવુક થઈ હયો અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવી તેમના માટે એક ખાસ ક્ષણ છે અને તેમણે પોતાનો સૌથી મોટા આદર્શ ગણાવ્યા. જ્યારે કેપ્ટન સાથે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશ હવે ગર્વથી કહી શકે છે કે ભારતીય એ નથી, જે બીજાનો જીવ લે છે, પરંતુ તે છે જે બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં નાંખવા માટે તૈયાર થઈ જાય છે.

 

પ્રધાનમંત્રી મોદીએ સ્મિતને માતાની વાત કરી
પીએમ મોદીએ સ્મિત મચ્છરની માતા ગીતા બેન વિશે પણ વાત કરી અને જણાવ્યું હતું કે તેમના ઉછેરના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગીતાબેને સ્મિતને ભગવદ્ ગીતાના શ્રેષ્ઠ મૂલ્યો અને શિક્ષણ સાથે ઉછેર્યો છે. કેપ્ટન સ્મિતે આ ક્ષણને પોતાના માટે ખૂબ જ ગર્વ ગણાવતા કહ્યું કે, તેમણે ક્યારેય પીએમ મોદી સાથે વાત કરવાનો મોકો મળશે એવું વિચાર્યું નહોતું. આવી વિકટ અને મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમત આપવા બદલ તેમણે હનુમાન ચાલીસાનો આભાર માન્યો હતો, અને ઉમેર્યું કે જો તેઓ યોગ્ય સમયે કોકપિટ ન ખોલી શક્યા હોત તો સહ-પાયલટના હુમલા વચ્ચે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત.

લોહીલુહાણ હોવા, છતાં હિંમત ના હારી
આ હુમલામાં ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, પરંતુ તેમણે હિંમત હારી નહોતી. લોહીલુહાણ હાલતમાં હોવા છતાં તેમણે કૉકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જે બાદ આગળ બેઠેલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે કૉકપિટમાં પહોંચીને હુમલાખોર પાયલટ પર કાબૂ મેળવ્યો હતો. ફ્લાઈટમાં હાજર બે ઓફ-ડ્યુટી ફ્લાયદુબઈ પાયલટ પણ કૉકપિટમાં પહોંચ્યા અને વિમાનને સંભાળ્યું હતું. આ પછી વિમાનને સાઉદી અરેબિયાના તબૂક ડાયવર્ટ કરવામાં આવ્યું અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

કેપ્ટન સ્મિતે 9/11 જેવી તારાજી રોકી - PM મોદી
ઘટના બાદ કેપ્ટન સ્મિતની બહાદુરીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અનેક લોકોએ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે કેપ્ટન સ્મિતે પોતાના જીવની પરવા કર્યા વગર બહાદુરી દર્શાવી અને સંભવિત 9/11 જેવી તારાજી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી. ગુજરાત સરકારે પણ તેમને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES