SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"દીકરી તો વ્હાલનો દરિયો હતી, પણ માતા-પિતા જ કાળ બન્યા..." પંચમહાલમાં નવજાત માસૂમની હત્યાએ હચમચાવ્યા સૌના હૈયા

દીકરી તો ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. દીકરી જ્યારે જન્મે છે તો ઘરનો માહોલ બદલાઈ જાય છે. પરંતુ પંચમહાલમાં એક કલયુગી માતા પિતાએ ત્રીજી દીકરીનો જન્મ થતાં માતા-પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Written By Gokani Dhaval
Published: Oct 09, 2026, 09:08 PM IST | Updated: Oct 09, 2026, 09:19 PM IST
Join

જ્યાં દીકરીને વ્હાલનો દરિયો માનવામાં આવે છે, ત્યાં જ કેટલાક લોકો તેને બોજ માની બેસે છે... પંચમહાલના હાલોલમાંથી એક એવી કાળજું કંપાવતી અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેને સાંભળીને ખુદ ખાખી વર્દી પણ ધ્રુજી ઉઠી છે!...શું બની ઘટના અને કેમ માતા-પિતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે..

માનવતાને હચમચાવતી ઘટના!
દીકરી એટલે વ્હાલનો દરિયો...એક એવું સંતાન જેને મેળવવા માટે લોકો આખરી આશા સાથે ભગવાનના દ્વારે બાધા-આખડીઓ રાખતા હોય છે! પરંતુ પંચમહાલના હાલોલમાંથી એક એવી કાળજું કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થતાં જ માતા-પિતાએ જ તેને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દીધી!.

વાત છે પંચમહાલના હાલોલના ગઢમહુડા ગામની...કે જ્યાં તળાવમાં જ્યારે પાણીની સપાટી પર એક થેલી તરતી જોવા મળી, ત્યારે કોઈને અંદાજ નહોતો કે અંદર એક જિંદગી ડૂબી ચૂકી છે...થેલી ખોલતા જ જોનારાઓના કાળજા કંપી ગયા...અંદર ભારે ઈંટો બાંધીને એક નવજાત બાળકીના માસૂમ દેહને ડુબાડી દેવાયો હતો...આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા હાલોલ રૂરલ અને રાજગઢ પોલીસની 5 ટીમો એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં જ ખુદ ખાખી વર્દી પણ ધ્રુજી ઉઠે તેવો ખુલાસો થયો.

આ પણ વાંચોઃ રાજકોટમાં 42 કરોડના ખર્ચે બનેલા ત્રણ બ્રિજ વિવાદમાં: એલાઈમેન્ટ અને સળિયામાં ગંભીર ક્ષતિ

પોલીસના સકંજામાં ઉભેલા આ કસાઈઓને જુઓ...આ એ જ કસાઈ માતા-પિતા છે જેમણે પોતાના જ લોહીનું ગળું ઘોંટી દીધું...પકડાયેલા પાપીઓ ઘોઘંબા તાલુકાના પરોલી ગામના રહેવાસી સુરેશ રમણભાઈ રાઠવા અને તેની પત્ની સંગીતાબેન રાઠવા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ દંપતીને અગાઉથી જ એક દીકરો અને એક દીકરી હતા...પરંતુ જ્યારે ત્રીજા સંતાન તરીકે ફરીથી દીકરીનો જન્મ થયો, ત્યારે આ પાષાણ હૃદયના દંપતીએ માસૂમને સ્વીકારવાને બદલે તેને દુનિયામાંથી જ મિટાવી દેવાનો પ્લાન ઘડ્યો અને થેલીમાં ઈંટો સાથે બાંધીને તળાવમાં ફેંકી દીધી.

એક તરફ સરકાર 'દીકરી બચાવો, દીકરી પઢાવો' ના નારા લગાવે છે, ત્યારે પંચમહાલની આ ઘટના સમાજની કાળી અને સંકુચિત માનસિકતા પર જોરદાર તમાચો છે...હાલોલ રૂરલ પોલીસે બંને ક્રૂર માતા-પિતા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે...પણ મોટો સવાલ એ જ ઊભો થાય છે કે, આવી કાળી માનસિકતા ધરાવતા કસાઈઓને ક્યારે કડક સજા મળશે?...

એક માસૂમ કળી...જેણે હજી આ દુનિયામાં આંખો ખોલીને બરાબર દુનિયા જોઈ પણ નહોતી, ત્યાં જ તેને આ ક્રૂર સંસારને હંમેશા માટે અલવિદા કહી દેવું પડ્યું! વિચારવા જેવી વાત એ છે કે, આ દુનિયામાં આવનારી એ માસૂમ બાળકીનો આખરે વાંક શું હતો? શું તેનો ગુનો માત્ર એટલો જ હતો કે તે એક દીકરી તરીકે જન્મી હતી?...

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES