રહીમે 'રોહન' બનીને મહિલાને ફસાવી, પવિત્રતાની આડમાં ખેલાયો વાસનાનો એક ભયાનક ખેલ!
false marriage promise : જ્યારે કાયદો અને ન્યાય અપાવનાર હાથ જ કોઈ માસૂમની જિંદગી બરબાદ કરવા માટે છળકપટ રચવા લાગે, ત્યારે ભરોસો કોના પર કરવો? સુરતના ચોક બજાર વિસ્તારમાંથી એક એવો શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા કાયદા જગતને લાલબત્તી બતાવી દીધી છે. ન્યાયનો કાળો કોટ, કાયદાનું જ્ઞાન, હોઠ પર ગણપતિ બાપ્પાનું નામ...અને એ જ પવિત્રતાની આડમાં ખેલાયેલો વાસનાનો એક ભયાનક ખેલ!.
ચેતન પટેલ, સુરત : સુરતના ચોક બજાર વિસ્તારમાં કાળો કોટ પહેરતા એક વકીલે કાયદાના લીરેલીરા ઉડાવી દીધા છે. આ શરમજનક ઘટના પાછળ લવ જેહાદની એક સુનિયોજિત સ્ક્રિપ્ટ રચવામાં આવી હતી, જેનો મુખ્ય સૂત્રધાર છે વકીલ રહીમ. જેણે એક ભોળી હિન્દુ મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે 'રોહન' નામ ધારણ કર્યું હતું.
- કાયદાના જાણકારનો અસલી ચહેરો બેનકાબ
- રહીમે 'રોહન' બનીને મહિલાને ફસાવી
- લગ્નની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ
અસલી ઈરાદો માત્ર મહિલાનું શારીરિક શોષણ
આ પાપી વકીલ એટલો શાતિર હતો કે તે પોતાની ઓફિસમાં પણ પોતાની ઓળખ 'રોહન' તરીકે જ આપતો હતો. મહિલાનો આંધળો ભરોસો જીતવા માટે આ પાપીએ ભક્તિનો મોટો ઢોંગ રચ્યો અને મહિલાના ઘરે જઈને ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથા જેવી ધાર્મિક પૂજા પણ કરી. પરંતુ આ આસ્થા પાછળ તેનો અસલી ઈરાદો માત્ર મહિલાનું શારીરિક શોષણ કરવાનો જ હતો.
- વકીલ પર મહિલા સાથે દુષ્કર્મનો આરોપ
- 'રોહન' બની મહિલાને પ્રેમજાળમાં ફસાવી
- લગ્નની લાલચ આપી શારીરિક શોષણ
- આગોતરા જામીન ફગાવાયા, પોલીસની કાર્યવાહી
- ચોક બજાર પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી
લગ્નની ખોટી લાલચ આપીને નરાધમ વકીલ રહીમ મહિલા સાથે સતત કુકર્મ આચરતો રહ્યો. પરંતુ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે મહિલાએ તેના પર લગ્ન કરવાનું દબાણ કર્યું. હવસ સંતોષાઈ જતાં જ વકીલે લગ્નનો સાફ ઈનકાર કરી મહિલાને તરછોડી દીધી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે પીડિતાને અંધારામાં રાખીને રહીમે ગુપચુપ બીજી મુસ્લિમ યુવતી સાથે નિકાહ પણ પઢી લીધા હતા.
કાયદાના ભક્ષકની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
આખરે છેતરાયેલી પીડિતાએ ચોક બજાર પોલીસ મથકમાં વકીલ રહીમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો.ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા આ કાયદાના ભક્ષકની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી. જામીન નામંજૂર થતાં જ ચોક બજાર પોલીસે ત્વરિત એક્શન લઈને આરોપી વકીલ રહીમને દબોચી લીધો છે. જે કાળા કોટને સમાજ ન્યાયનું પ્રતીક માને છે, તેને કલંકિત કરનાર આ વકીલને કાયદો હવે જેલના સળિયા પાછળ ધકેલી પોતાનો પાઠ ભણાવશે.
હિન્દુ યુવતીઓ માટે એક મોટી લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટના સમાજની હિન્દુ યુવતીઓ માટે એક મોટી લાલબત્તી સમાન કિસ્સો છે. સમય આવી ગયો છે કે આપણી દીકરીઓ અને બહેનો નકલી ઓળખ અને ભક્તિનો ઢોંગ રચીને ફરતા આવા કપટી વરુઓને ઓળખે અને તેમનાથી સાવચેત રહે. હાલ તો આ કાયદાનો જાણકાર લોકઅપની હવા ખાઈ રહ્યો છે અને પોલીસ આગળની કડક કાર્યવાહી કરી રહી છે.