SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ખંભાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, પ્રેમસંબંધના વહેમમાં પિતાએ જ પુત્રીને પતાવી દીધી

Khambhat Honour Killing : ખંભાતના મેતપુર ગામે ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમસંબંધની શંકામાં પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ખંભાત શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 10, 2026, 05:22 PM IST | Updated: Nov 10, 2026, 05:48 PM IST
Join

Khambhat Honour Killing : આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ઓનર કિલિંગની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખંભાતના મેતપુર ગામે એક પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગામના જ એક યુવક સાથે પુત્રીના પ્રેમસંબંધ હોવાની શંકા અને તેના વિરોધમાં પિતાએ આ ઘાતકી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, મેતપુર ગામના સહજાનંદ ફળિયામાં રહેતી 21 વર્ષીય યુવતીનું તેના જ પિતા કૌશલ પટેલે દુપટ્ટા વડે ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાનો આરોપ છે. પુત્રીના ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાને લઈને પિતા નારાજ હતા. આ બાબતે વિરોધ અને શંકાના કારણે પિતાએ પોતાની જ પુત્રીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ સમગ્ર મામલાને આત્મહત્યા તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે, યુવતીના મોત અંગે શંકા જતાં ખંભાત જનરલ હોસ્પિટલના તબીબોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ કરમસદની કૃષ્ણ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં યુવતીનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું ખુલાસો થયો હતો.

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી... બેંક ઓફ ઇન્ડિયા, નમો સ્ટેડિયમ અને મેટ્રો સ્ટેશનોને ઉડાવવાની ચીમકી

પોસ્ટમોર્ટમના અહેવાલ અને ઘટનાની શંકાસ્પદ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ કેસમાં ખંભાત શહેર પોલીસ સ્ટેશનના PSI આર.બી. વાઘેલા ફરિયાદી બન્યા હતા અને પિતા કૌશલ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી પિતાને ઝડપી પાડ્યો

પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીની હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને અન્ય પાસાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

પોતાની જ પુત્રીના મોતના મામલે પિતા સામે હત્યાનો ગુનો નોંધાતા મેતપુર ગામ સહિત ખંભાત પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમસંબંધના વિરોધમાં બનેલી આ કથિત હત્યાની ઘટનાએ ફરી એકવાર સમાજમાં માનસિકતા અને સંબંધોની ગંભીરતા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES