SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

4 લાખ રૂપિયા લેવાનો દાવો અને વિવાદમાં ફસાયા જીગ્નેશ મેવાણી! તમે પણ જાણો શું છે સમગ્ર મામલો

કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર ચાર લાખ રૂપિયા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટોકરિયા ગામમાં મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા જીગ્નેશ મેવાણીની હાજરીમાં આ દાવો કર્યાં બાદ રાજકીય માહોલ ગરમાયો છે.

Written By Gokani Dhaval
Published: Sep 30, 2026, 07:50 PM IST | Updated: Sep 30, 2026, 07:52 PM IST
Join

બીજા સામે આંગળી ચિંધનારા આજે ખુદ બોનસ વિવાદમાં સપડાયા છે. સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને મીડિયામાં ચમકતા વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો પોતાના જ ગઢમાં ઘેરાવ થયો છે. પોતાના જ મતદારે મેવાણીના મોઢા પર 4 લાખ રૂપિયા લેવાનો ચોંકાવનારો આરોપ લગાવતા ગુજરાતના રાજકારણમાં ભયંકર ગરમાવો આવી ગયો છે... જુઓ આ ખાસ અહેવાલ...

નિયમ, નીતિ અને કાયદાની મોટી મોટી વાતો કરતા જિગ્નેશ મેવાણી સામે તેમના જ મતવિસ્તાર વડગામના ટોકરિયા ગામમાં બળવો થયો છે...સ્ટેજ પર મેવાણી હાજર હતા અને તેમની જ સામે મુસ્લિમ સમાજના આગેવાન યાકુબ શેરશિયાએ 4 લાખ રૂપિયા રોકડા લીધા હોવાનો ધડાકો કર્યો...

મેવાણીએ બચાવમાં સોગંદ ખાવાનું કહ્યું, તો સામે પક્ષે કુરાને શરીફની કસમ ખાવા પણ તૈયારી બતાવાઈ... અને મેવાણીનું મોઢું જોવા જેવું થઈ ગયું.

 

આ માત્ર 4 લાખ રૂપિયાનો જ આરોપ નથી, પરંતુ પાંચ વર્ષથી અટકેલા વિકાસનો પણ વિરોધ છે... પોતાના જ મતદારોએ મેવાણી પર સીધો આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્ય બન્યા પછી વિસ્તારમાં કોઈ જ કામ નથી થયું. યાકુબ શેરશિયાએ મેવાણી માટે ખોટું મતદાન કર્યાની પણ કબૂલાત કરી.

શું છે વડગામના મતદારનો દાવો?
ધારાસભ્ય બન્યા પછી વિસ્તારમાં કોઈ જ કામ નથી થયું. રાજકીય સ્વાર્થ માટે દલિત, મુસ્લિમ અને સવર્ણ સમાજને આમને-સામને લાવીને ભાઈચારો રોળવવાનો પણ ગંભીર આરોપ તેમના જ લોકોએ લગાવી દીધો છે.

વાયરલ વિડિયોએ ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે... ભાજપને મેવાણી અને કોંગ્રેસને ઘેરવાનો બેસ્ટ મોકો મળી ગયો. સરકારના મંત્રી મનીષા વકીલ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પ્રહાર કરતા કહ્યું કે, વોટ ચોરીના આક્ષેપો કરતા મેવાણી ખુદ બોગસ મતદાન કરાવે છે. સંવિધાનના પાઠ ભણાવતી કોંગ્રેસ હવે પોતાના જ ધારાસભ્ય સામે શિસ્તભંગના પગલાં કેમ નથી લેતી?

બીજી તરફ, કોંગ્રેસે પોતાના ધારાસભ્ય પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર તપાસ કરવાને બદલે ગાજવાનું જ પસંદ કર્યું.. કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ મેવાણીની ઢાલ બનીને મેદાનમાં આવ્યું અને દાવો કર્યો કે, પ્રજાનો અવાજ બનેલા કોંગ્રેસના નેતાઓને બદનામ કરવાનું આ ભાજપનું ઘડેલું કાવતરું છે.

મેવાણી સામે આક્ષેપ ભાજપે નથી લગાવ્યા, પણ ઘરના જ ભેદુએ લંકા ઢાડી છે...પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે વચનો અને વિકાસના દાવાઓ અધૂરા કેમ રહ્યા, તેનો જવાબ હવે વડગામની જનતા માંગી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES