SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જામનગરમાં ખાખી પર જીવલેણ હુમલો, બાચકાની તપાસ કરતાં જ પોલીસ પર પથ્થરમારો, કોન્સ્ટેબલ લોહીલુહાણ

Jamnagar Police Attack : કાયદાના રક્ષકો પર જ જ્યારે જીવલેણ હુમલો થાય, ત્યારે સમજવું કે અસામાજિક તત્વોમાં ખાખીનો ખૌફ ઓસરી રહ્યો છે. જામનગરના બાલાજી પાર્ક વિસ્તારમાં એક શંકાસ્પદ બાચકાની તપાસ કરવા ગયેલી એન્ટી નાર્કોટિક્સની ટીમ પર આરોપીઓ મોત બનીને તૂટી પડ્યા. આખરે એ બાચકામાં એવું તો શું હતું કે આરોપીઓએ પોલીસ પર જ જીવલેણ હુમલો કરી દીધો?

Written By Dilip Chaudhary
Published: Nov 23, 2026, 21:24 IST | Updated: Nov 23, 2026, 21:29 IST
Join

મુસ્તાક દલ, જામનગર : જામનગરના બાલાજી પાર્ક-૩ વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ જ્યારે નશીલા પદાર્થોની તપાસ માટે પહોંચી, ત્યારે અસામાજિક તત્વોએ કાયદાના રક્ષકો પર જ મોત બનીને હુમલો કરી દીધો. કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને હરવિજયસિંહે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ચાર શખ્સોને રોકીને બાચકામાં શું છે? તેમ પૂછતાં જ મામલો બિચક્યો હતો.

રાતોરાત ડબલ નફો કમાવવાની લાલચ પડી શકે છે મોંઘી! સુરતમાં શેરબજારના નામે સાયબર સ્કેમ

જામનગર પોલીસ વિભાગની એન્ટી નાર્કોટીકસ વિંગ દ્વારા નશીલા પદાર્થના ગેરકાયદે વેપાર અને પ્રવૃતીઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત રવિવારે સીટી-સી ડીવીઝન હેઠળના બાલાજીપાર્ક વિસ્તારમાં દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બાલાજીપાર્ક-3 પાસે મહિલા સહિતના શખ્સો શંકાસ્પ્દ હાલતમાં જણાતા, પોલીસે બાચકામાં શું છે, એ અંગે પુછપરછ કરતા આરોપીઓએ અચાનક હુમલો કરી દીધો હતો.

પથ્થરમારામાં કોન્સ્ટેબલ લોહીલુહાણ

મહિલા આરોપીઓએ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને પકડી રાખ્યા, અને પુરુષ આરોપીઓએ મારી નાખવાના ઈરાદે પથ્થરોનો વરસાદ વરસાવ્યો. આ હુમલામાં કોન્સ્ટેબલને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા.

ઉચ્ચ અધિકારીઓ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત એલસીબી અને એસઓજીનો કાફલો દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરી રાત્રિ કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલ પોલીસે મીરા ડામોર, રાધા ડામોર, ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ સામે ગુનો નોંધાયો

કાયદાને હાથમાં લઈને ખાખી પર હુમલો કરનાર આ તત્વોએ પોતાની દાદાગીરી બતાવી દીધી હોય, પરંતુ હવે આ આરોપીઓની ખેર નથી. જામનગર પોલીસે આ હુમલાને ગંભીરતાથી લઈને આરોપીઓને પાઠ ભણાવવા કમર કસી લીધી છે. પોલીસે હુમલો કરનાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES