SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મેં પાલનપુર સર્કિટ હાઉસમાં જીગ્નેશ મેવાણીને આપ્યા હતા 4 લાખ રૂપિયા, ટોકરિયા ગામના યાકુબભાઈનો દાવો

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર ચાર લાખનો આરોપ મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. જીગ્નેશ મેવાણી દ્વારા આરોપોનું ખંડન કર્યા બાદ યાકુબભાઈએ ફરી કહ્યું કે મેં પાલનપુર સર્કિટ હાઉસમાં જીગ્નેશ મેવાણીને રૂપિયા આપ્યા હતા.

Written By Gokani Dhaval
Published: Sep 30, 2026, 05:30 PM IST | Updated: Sep 30, 2026, 05:45 PM IST
Join

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લેવાનો આરોપ લગાવતો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. વડદામ તાલુકાના કોટરીયા ગામે આયોજીત એક સભામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ વીડિયો મામલે ટોકરીયા ગામના યાકુબભાઈ મહંમદભાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે મેં બે-અઢી વર્ષ પહેલા પાલનપુર સર્કિટ હાઉસમાં જીગ્નેશ મેવાણીને 4 લાખ રૂપિયા આપ્યા હતા.

તેમણે જણાવ્યું કે મેં કોંગ્રેસને કોઈ ફંડ નથી આપ્યું, આ પૈસા જીગ્નેશ મેવાણીને આપ્યા છે. તેમણે કહ્યું કે મેં ગામના લોકો જોડેથી પ્લોટના પૈસા લીધા તેવો આરોપ જીગ્નેશ મેવાણી લગાવે ચે, પરંતુ ગામલોકો કે અરજદારો કરતા નથી.

જીગ્નેશ મેવાણીએ અમારા ગામના 100 પ્લોટ અહમદભાઈ સોદાગરના કહેવાથી કેન્સલ કરાવ્યા અને ફોર્મ રિટર્ન મોકલ્યા હતા. યાકુબભાઈ મહંમદભાઈએ કહ્યું કે ઝરીના નામના વિસ્તરણ અધિકારી હતી, જેમણે મારી પાસેથી પ્લોટ દીઠ 2500 રૂપિયા માગ્યા હતા, પરંતુ મેં આ રૂપિયા આપ્યા નહોતા.

મેં જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે ઝરીનાની તપાસ કરાવો પણ તેમને એની તપાસ નહિ પણ પ્લોટની તપાસ કરાવી. ઝરીના વિસ્તરણ અધિકારી હતા એમની બદલી થઈને એ થરાદ જતા રહ્યાં હતા.  અમારી માંગ છે કે જીગ્નેશ મેવાણી અમારા વિસ્તારમાં વિકાસ કરે. 9 વર્ષથી રોડ કરવાનું કહે છે અને બંધાય છે , 4 વર્ષ પહેલા તો ચાલીને ગયા હતા અને 1 કિલોમીટર રોડ કરવાનું વચન આપ્યું હતું. પણ કોઈ રોડ કરેલ નથી અને અમે કહેવા ગયા તો ઉગ્ર થાય છે.

હું કોંગ્રેસમાં જ છું મારો વિરોધ જીગ્નેશ મેવાણી સામે છે કે એ અમારા ગામનું અને અમારા સમાજનું કામ કરતા નથી અમારા સમાજ ઉપર ખોટી એટ્રોસિટી કરે છે. મારા સમાજના લોકોને ઉતારી પાડે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES