SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હિંમતનગર માર્કેટયાર્ડમાં મુહૂર્તના સોદા: મગફળીની 7,000 બોરીની આવક, ₹1,300 થી ₹2,174 સુધી બોલાયા ભાવ

દિવાળીની રજાઓ બાદ આજથી રાબેતા મુજબ કામકાજ શરૂ થઈ ગયા છે. હિંમતનગરના માર્કેટિંગ યાર્ડમાં પણ આજથી ખરીદીનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે. ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે પહોંચ્યા હતા.

Written By Gokani Dhaval
Published: Nov 16, 2026, 11:54 AM IST | Updated: Nov 16, 2026, 11:56 AM IST
Join

હિંમતનગરના માર્કેટયાર્ડમાં દિવાળી બાદ નવા વર્ષે પ્રથમ દિવસે મુહૂર્તમાં મગફળીની 7 હજાર બોરીની આવક રૂ.1300 થી રૂ.2200 ભાવે ખરીદી થઈ છે ત્યારે આગામી દિવસોમાં પણ ભાવમાં તેજી આવવાની આશા વ્યક્ત કરાઈ છે.

ખેડૂતોએ શરૂ કર્યું મગફળીનું વેચાણ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બોરીની આવક અને ભાવને લઈને મહત્વના આંકડા સામે આવ્યા છે. 14 સપ્ટેમ્બર 2026થી બોરીની આવક શરૂ થઈ હતી, જે 7 નવેમ્બર સુધીમાં કુલ 7 લાખ 60 હજાર 600 બોરીએ પહોંચી હતી. શરૂઆતના તબક્કામાં બોરીના ભાવ 1,300થી 2,200 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે આજે મુહૂર્તના દિવસે 7 હજાર બોરીની આવક નોંધાઈ હતી અને 1,300થી 2,174 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. આગામી દિવસોમાં બજારમાં ભાવમાં તેજી આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 હજુ પણ ભાવ વધવાની આશા

હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બોરીની આવક સાથે ખેડૂતોમાં ભાવને લઈને આશા જોવા મળી રહી છે. 14 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી આવકમાં 7 નવેમ્બર સુધીમાં કુલ 7 લાખ 60 હજાર 600 બોરીની આવક નોંધાઈ હતી. આ દરમિયાન બજારમાં 1,300થી 2,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા.બીજી તરફ, આજે મુહૂર્તના દિવસે 7 હજાર બોરીની આવક નોંધાઈ હતી. જેમાં બોરીના ભાવ 1,300થી 2,174 રૂપિયા સુધી રહ્યા હતા. બજારમાં હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં ભાવમાં તેજી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES